બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / surya grahan 2023 solar eclipse remedies pregnant women precautions avoid 5 mistakes

માન્યતા / આ તારીખે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ: ભૂલથી પણ ગર્ભવતી મહિલાઓ આ ભૂલ ન કરતા, નહીંતર...

Arohi

Last Updated: 10:44 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Solar Eclipse 2023 Pregnant women precautions: આ વર્ષે પહેલુ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલે થવા જઈ રહ્યું છે. સૂર્ય ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તેમનું બાળક સુરક્ષિત રહે. જાણો તેના વિશે

  • 20 એપ્રિલે છે વર્ષનું પહેલુ ગ્રહણ 
  • ગર્ભવતી મહિલાઓએ ન કરવું જોઈએ આ કામ 
  • જાણો કઈ રીતે રાખશો બાળકને સુરક્ષિત 

આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 20 એપ્રિલે છે. આ દિવસે બાળક, વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાહુ કેતુના કારણે સૂર્ય ગ્રહણની સ્થિતિ બને છે. અને સૂર્ય દેવ પર સંકટની ઘડી આવે છે. 

આ કારણે તે સમયે ગર્ભવતી મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો તેના પર અને બાળક પર ગ્રહણનો દુષ્પ્રભાવ પડી શકે છે. સૂર્ય ગ્રહણ વખતે ગર્ભવતી મહિલાઓએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેના ઉપાય શું છે આવો જાણીએ.

ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખો ધ્યાન 
સૂર્ય ગ્રહણના પ્રારંભથી લઈને પુરૂ થવા સુધી ગર્ભવતી મહિલાઓને ઘરમાં જ રહેવું જોઈએ. ઘરમાંથી બહાર ન જાઓ. ઘરમાંથી બહાર જવા પર સૂર્ય ગ્રહણનો દુષ્પ્રભાવ તેમના પર અને તેમના શિશુ પર થઈ શકે છે. કહેવાય છે કે ગ્રહણની છાયા પણ બાળક પર ન પડવી જોઈએ. 

સૂર્ય ગ્રહણ ન જોવું 
ગર્ભવતી મહિલાઓએ સૂર્ય ગ્રહણ ન જોવું જોઈએ. તેનાથી બચવું જોઈએ. સૂર્યના કિરણોની અસર તેમની આંખો પર થઈ શકે છે. 

ગ્રહણ સમયે ભોજન ન કરવું
ગ્રહણના સમયમાં ભોજન ન કરવું જોઈએ. માન્યતા છે કે ગ્રહણના દુષ્પ્રભાવના કારણે ભોજન દુષિત થઈ જાય છે. એવામાં જો ભુખ લાગે તો ફળને સારી રીતે સાફ કરીને ખાઈ શકાય છે. 

ગ્રહણ વખત સુવુ નહીં 
સૂર્ય ગ્રહણની સમયે ગર્ભવતી મહિલાઓએ સુવુ ન જોઈએ. તેમણે સુવાનું ટાળવું જોઈએ. 

અણીવાળી વસ્તુઓથી દૂર રહેવું 
ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ કાળમાં અણીવાળી વસ્તુઓ જેવી કે સોઈ, કાતર, ચાકુ વગેરેનો ઉપયોગ ન કરવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેનાથી ગર્ભમાં રહેલા શિશુને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. 

ગર્ભવતી મહિલાઓ માટે સૂર્ય ગ્રહણના ઉપાય 
સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ પ્રારંભ થવાના પહેલા ગર્ભવતી મહિલાઓએ પોતાના શરીરને બરાબર એટલે કે માથાથી લઈને પગ સુધીનો એક દોરો લેવો. તેને એક સ્થાન પર લટકાવી લો. આખા ગ્રહણ કાળમાં તેને આ રીતે જ રહેવા દો. 

ગ્રહણના સમાપન બાદ તે દોરાને જળમાં પ્રવાહિત કરી દો. એવી ધાર્મિક માન્યતાઓ છે કે ગ્રહણ વખતે જો કોઈ દુષ્પ્રભાવ થાય છે તો તેની અસર મહિલાઓ કે શિશુ પર નથી થતી. 

ગ્રહણ બાદ કરો આ કામ 
ગ્રહણ સમાપ્તી બાદ સ્નાન કરો. ફરી પૂજા સ્થાનની સાફ સફાઈ કરો. ભગવાનના વસ્ત્ર અને ફૂલ વગેરે બદલો. તેના બાદ વિધિપૂર્વક પૂજન કરો અને ભોગ લગાવો. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ