બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / surya grahan 2023 do not make this mistake during solar eclipse as per belief there may be shortage of money

Surya Grahan 2023 / થોડા જ દિવસમાં સૂર્યગ્રહણ: ભૂલેચૂકે ના કરતાં આ કામ, નહીંતર ઘરમાં જે ધન છે એ પણ જતું રહેશે

Manisha Jogi

Last Updated: 12:57 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023નું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ કારણોસર આ સૂર્યગ્રહણનો સૂતકકાળ ભારતમાં માન્ય નહીં ગણાય. તેમ છતાં સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક કાર્યો કરવા તે અશુભ માનવામાં આવે છે.

  • 14 ઓક્ટોબરના રોજ વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ
  • વર્ષ 2023નું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે
  • સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક કાર્યો ના કરવા જોઈએ

સર્વપિતૃ અમાસના દિવસે 14 ઓક્ટોબરના રોજ વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ લાગી રહ્યું છે. વર્ષ 2023નું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ કારણોસર આ સૂર્યગ્રહણનો સૂતકકાળ ભારતમાં માન્ય નહીં ગણાય. તેમ છતાં સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક કાર્યો કરવા તે અશુભ માનવામાં આવે છે. 

ઘરથી બહાર ના નીકળવું- સૂર્યગ્રહણ દરમિયાન ઘરથી બહાર ના નીકળવું જોઈએ. આ દરમિયાન નકારાત્મક ઊર્જા વધધે છે, જેના કારણે નુકસાન થઈ શકે છે. આ કારણોસર સૂર્યગ્રહણ દરમિયાન ઘરમાંથી બહાર ના નીકળવું જોઈએ. 

દેવી-દેવતાની મૂર્તિને સ્પર્શ ના કરવું- સૂર્યગ્રહણ દરમિયાન દેવી-દેવતાની મૂર્તિને સ્પર્શ ના કરવો જોઈએ. ગ્રહણ દરમિયાન મંદિર બંધ રાખવું જોઈએ. ગ્રહણમાં મંદિર ખુલ્લુ રાખવાથી દુખ અને દરિદ્રતાનો સામનો કરવો પડે છે. 

માંગલિક કાર્ય ના કરવું- સૂર્યગ્રહણ દરમિયાન માંગલિક કાર્ય ના કરવા જોઈએ. આ કારણોસર નવા કાર્યનો શુભારંભ ના કરવો. માનવામાં આવે છે કે, આ દરમિયાન નકારાત્મક ઊર્જાને કારણે અશુભ ફળ પ્રાપ્ત થાય છે. 

આ કામ ના કરવા- ગ્રહણ દરમિયાન નખ અને વાળ ના કાપવા જોઈએ. વાળ ના ઓળવા જોઈએ. આ પ્રકારે કરવાથી અશુભ પરિણામ મળી શકે છે. 

ગરીબનું અપમાન ના કરવું- ગ્રહણ દરમિયાન ગરીબોનું અપમાન ના કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી શનિદેવ નારાજ થાય છે અને જીવન પર અશુભ અસર થાય છે. 

ભોજન ના કરવું- ગ્રહણ દરમિયાન ભોજન ના કરવું જોઈએ. ગ્રહણમાં રાહુ કેતુની નકારાત્મક અસર રહે છે. માનવામાં આવે છે કે,  દરમિયાન ભોજન કરવાથી આરોગ્યની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

ઈશ્વરનું નામ લેવું- ગ્રહણ દરમિયાન પૂજા પાઠ ના કરવું,  દરમિયાન ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 

ગર્ભવતી મહિલાઓએ આ કામ કરવું- ગ્રહણ દરમિયાન અશુભ અસરથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ તેમની પાસે નારિયેળ રાખવું જોઈએ. ગ્રહણ પૂર્ણ થયા પછી નારિયેળ નદીમાં પ્રવાહિત કરી દેવુ જોઈએ. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ગ્રહણની અસર ઓછી થઈ જાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ