બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / surya gochar 13 february 2024 sun transit in kumbh or aquarius

ધર્મ / એક વર્ષ બાદ કુંભ રાશિમાં સૂર્ય, પૈસાથી ભરાઈ જશે આ રાશિના જાતકોના ખિસ્સાં

Arohi

Last Updated: 04:05 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Gochar: 1 વર્ષ બાદ હવે સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ ગોચરના કારણે અમુક રાશિના લોકોની તીજોરી પૈસાથી ભરાઈ જશે. જાણો કઈ છે તે રાશિઓ.

  • 1 વર્ષ બાદ સૂર્યનું કુંભ રાશિમાં ગોચર 
  • પૈસાથી ભરાઈ જશે આ લોકોની તીજોરી 
  • જાણો કઈ કઈ રાશિઓ છે લકી 

13 ફેબ્રુઆરીએ સૂર્યનું કુંભ ગોચર થવા જઈ રહ્યું છે. સૂર્યનું કુંભ રાશિમાં ગોચર 1 વર્ષ બાદ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. ત્યાં જ સૂર્ય ગોચરથી 1 દિવસ પહેલા શનિ કુંભ રાશિમાં અસ્ત થઈ જશે. જેના કારણે કુંભ રાશિમાં શનિ સૂર્યનો સંયોગ બનવા જઈ રહ્યો છે.  

વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને સૂર્ય દુશ્મન ગ્રહ માનવામાં આવે છે. જોકે કુંભ રાશિમાં સૂર્ય અને શનિનું એક સાથે બિરાજમાન થવું અમુક રાશિઓ માટે લાભકારી માનવામાં આવી રહ્યું છે. જાણો 1 વર્ષ બાદ સૂર્યના કુંભ રાશિમાં આવવાથી કઈ રાશિઓની બંધ કિસ્મતના રસ્તા ખુલી જશે? 

મેષ 
સૂર્યના આ ગોચરથી મેષ રાશિના લોકોને ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. વ્યાપારમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત થશે. સાથે જ વ્યાપારીઓ માટે પણ આ સમય સારો માનવામાં આવી રહ્યો છે. કરિયરમાં ઉંચાઈઓ પ્રાપ્ત થશે. સૂર્ય દેવતાની કૃપાથી મેષ રાશિના લોકોને ધન લાભ થશે. 

વૃષભ 
સૂર્યનું આ ગોચર વૃષભ રાશિના દશમ ભાવમાં થવાનું છે. આ સમયે વૃષભ વાળાને વિદેશ જવાની તક મળી શકે છે. સંપત્તુમાં લાભ થઈ શકે છે. વ્યવસાયમાં લાભ થઈ શકે છે. ભાગીદારી અનુકૂળ રહેવાની છે. 

મિથુન 
સૂર્ય ગોચરથી મિથુન રાશિના લોકોને લાભ અને ઉન્નતિના નવા અવસર પ્રાપ્ત થશે. નફો પ્રાપ્ત કરવા માટે આ સમય ખૂબ જ સારો છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ જશે. બિઝનેસમાં પ્રગતિના યોગ છે. 

કન્યા
સૂર્ય ગોચરથી કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમારી વાણીથી લોકો તમારી તરફ આકર્ષિત થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. 

વધુ વાંચો: મહાકાલના મંગળ વિવાહની તૈયારીઓ શરૂ, આ તારીખથી ભગવાન શંકર ભક્તોને 9 સ્વરૂપોમાં આપશે દર્શન

ધન 
સૂર્ય ગોચરથી ધન રાશિના લોકોનો ભાગ્યશાળી સમય શરૂ થશે. આવના નવા સ્ત્રોત ખુલશે. કાર્યક્ષેત્રમાં પણ સ્થઇતિ સારી રહેશે. સૂર્યની સારી સ્થિતિથી ધન રાશિના લોકોના જીવનમાં ધનનું આગમન થવાનું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ