બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / Surat: Two home guards had a hard time extorting 9300 from gambling men.

કાર્યવાહી / સુરત: જુગાર રમી રહેલા શખ્સો પાસેથી 9300નો તોડ કરવો બે હોમગાર્ડને પડ્યો ભારે, ગુનો દાખલ

Vishal Khamar

Last Updated: 05:19 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં પલસાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ દ્વારા જુગાર રમી રહેલ કેટલાક શખ્શોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આવી તોડ કર્યો હતો. આ બાબતે ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

  • સુરતનાં કડોદરા તોડકાંડમાં બંને હોમગાર્ડ વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
  • ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કર્યો હતો તોડ
  • પોલીસે બંને હોમગાર્ડ વિરૂદ્ધ ખંડણીની ધારા હેઠળ નોંધ્યો ગુનો

 સુરતનાં કડોદરામાં રહેતા અને પલસાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ નારાયણ પ્રકાશ કલાલ રહે. મહાલક્ષ્મી સોસાયટી તેમજ શનિ નામનાં વ્યક્તિ દ્વારા જુગારીયાઓને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી તેઓની પાસેથી કુલ રૂ. 9300 નો તોડ કર્યો હતો. જે બાદ ભોગ બનનાર સોનુંસીંગે કડોદરા પોલીસ મથકમાં અરજી કરી હતી. ત્યારે કડોદરા પોલીસે અરજીનાં આધારે બંને હોમગાર્ડ વિરૂદ્ધ ખંડણી અંગે ગુનો નોંધ્યો હતો. 

ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કર્યો હતો તોડ
સુરતનાં કડોદરા ખાતે રહેતા અને પલસાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો દ્વારા થોડા દિવસ અગાઉ કડોદરાનાં કૃષ્ણનગરમાં મેવાડા ભવનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ત્યાં પહોંચી જઈ બંને હોમગાર્ડ જવાન દ્વારા પોતાની પોલીસ તરીકેની ઓળખાણ આપી જુગાર રમી રહેલા લોકોનાં ફોટા પાડી તેઓ પર કેસ કરવાની ધમકી આપી તેઓનો તોડ કર્યો હતો.

બન્ને હોમગાર્ડ વિરુદ્ધ ખંડણીની ધારા હેઠળ પોલીસે નોંધ્યો ગુનો
સુરતનાં પલસાણા પોલીસ મથકનાં હોમગાર્ડ જવાનો દ્વારા કરાયેલ તોડકાંડ મામલે બંને હોમગાર્ડ જવાનો દ્વારા જુગારીયાઓ પાસે રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ યુવાનોએ જણાવેલ કે તેઓની પાસે થોડાક જ પૈસા છે. જે બાદ હોમગાર્ડ જવાનો દ્વારા યુવાનોનાં મોબાઈલ ફોન ખેંચી તેઓની પાસે રાખ્યા હતા અને બીજા દિવસે પૈસા ચૂકવી લઈ જવા કહ્યું હતું. બીજા દિવસે આ યુવાનો પૈકી એક યુવાને બે હજાર ફોન પે માધ્યમથી ટ્રાન્સફર કર્યા હતા. તેમજ અન્ય યુવકો પાસેથી 7 થી 8 હજાર રોકડા આપી હોમગાર્ડ જવાનો પાસેથી મોબાઈલ પરત મેળવ્યા હતા. જે બાદ ભોગ બનનાર સોનુંસીંગે કડોદરા પોલીસ મથકમાં અરજી કરી હતી. ત્યારે કડોદરા પોલીસે અરજીનાં આધારે બંને હોમગાર્ડ વિરૂદ્ધ ખંડણી અંગે ગુનો નોંધતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ