બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat Residents worry about flood situation in August since 2006

મેઘકહેર / ઓગસ્ટ, ઉકાઈ ડેમ અને સુરતવાસીઓનો 13 વર્ષ જૂનો ડર

Bhushita

Last Updated: 02:18 PM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટ મહિનાની શરૂઆત થાય એટલે દરેક સુરતવાસીની વાતોમાં અને આંખોમાં 2006નો ડર જોવા મળે. આજથી 13 વર્ષ પહેલા સુરતમાં આવેલા પુરના કારણે સતત ધમધમતા શહેરને બ્રેક લાગી ગઈ હતી. 2006માં સુરત શહેરમાં વરસાદને કારણે નહીં, પણ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી શહેરમાં પ્રવેશતા પૂર આવ્યું.

ઓગસ્ટ મહિનાની શરૂઆત થાય એટલે દરેક સુરતવાસીની વાતોમાં અને આંખોમાં 2006નો ડર જોવા મળે. આજથી 13 વર્ષ પહેલા સુરતમાં આવેલા પુરના કારણે સતત ધમધમતા શહેરને બ્રેક લાગી ગઈ હતી. 2006માં સુરત શહેરમાં વરસાદને કારણે નહીં, પણ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી શહેરમાં પ્રવેશતા પૂર આવ્યું. ત્યાર બાદ દર વર્ષે ઓગસ્ટ મહિનો આવે એટલે દરેક સુરતીને યાદ આવે 2006, અને સતત નજર રહે છે ઉકાઈ ડેમની સપાટી પર.

શું બન્યું હતું 2006માં?
વર્ષ 2006ના ઓગસ્ટ મહિનામાં ચોમાસાની મોસમને કારણે વાતાવરણ ખુશનુમા હતું. 6 ઓગસ્ટથી તાપી નદી બન્ને કાંઠે વહેવા લાગી અને આ રમણીય વાતાવરણ નિહાળવા મોટી સંખ્યામાં સુરતવાસીઓ તાપી નદી પર બનેલા બ્રિજ તરફ દોડ મુકી રહ્યાં હતાં. નદીએ માત્ર 24 કલાકમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. 6 ઓગસ્ટની મોડી રાતથી સુરતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને 7મીએ સવારે તો સુરત પૂરમાં સપડાઈ ગયું. પૂરના પાણીને ઓસરતા 1 સપ્તાહનો સમય લાગ્યો અને તે દરમ્યાનની દરેક ક્ષણ સુરતવાસીઓ માટે દુઃખદ યાદગીરીના રૂપમાં સંઘરાયેલી છે.

પૂરનું કારણ શું હતું?
રાજ્યનું આર્થિક પાટનગર ગણાતું સુરત શહેર તાપી નદીના કિનારે વસેલું છે. આ નદીનું ઉદ્દગમસ્થાન મધ્યપ્રદેશમાં છે અને મહારાષ્ટ્રમાં થઈને તાપી નદી સુરત પહોંચી દરિયામાં વિલિન થઈ. તાપી નદીના ઉદ્દગમસ્થાનથી સુરત સુધીના સફરમાં નાના મોટા ઘણા ડેમ બંધાયા છે. પરંતુ મહારાષ્ટ્રમાં જલગાંવ જીલ્લામાં બનેલો હથનુર ડેમ અને તાપી જીલ્લાના ઉકાઈમાં બનાવવામાં આવેલો ઉકાઈ ડેમ તાપી નદીનું જળસ્તર સુરતમાં કટલું રહેશે તે નક્કી કરે છે. 2006માં ઉકઈ ડેમના ઉપરવાસમાં અને હથનુર ડેમના ઉપરવાસમાં 3-4 અને 5 ઓગસ્ટ દરમિયાન દે-માર વરસાદ ઝિંકાયો, પરીણામે હથનુર ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યાં, હથનુર ડેમથી તાપી નદીમાં છોડવામાં આવેલું પાણી 24 થી 36 કલાકમાં ઉકાઈ ડેમમાં પહોંચે છે. દરમ્યાન ઉકાઈના ઉપરવાસમાં પણ ભયંકર વરસાદ પડ્યો. આ સ્થિતિમાં ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને સુરતમાં પુરની સ્થિતિ સર્જાઈ.

દર વર્ષે કેમ ડરે છે સુરતીઓ?
2006ના પૂર બાદ સુરતવાસીઓને સમજાયું કે, તાપી નદીમાં ઉપરવાસમાં વરસાદ હોય, ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી 345 ફુટની નજીક હોય, જો દરિયામાં ભરતી હોય ત્યારે જો ડેમમાંથી 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવે તો પૂર આવે. સુરતમાં વરસાદ હોય કે ન હોય પૂર આવે અને આવે જ. પરિણામે સુરતીઓ હવે ઓગસ્ટ મહિનાની શરુઆત થાય એટલે ઉકાઈ ડેમની સપાટી પર સતત નજર રાખે છે, માત્ર ઉકાઈ જ નહીં પણ હવે સરકારી તંત્રની મદદથી સુરતીઓ મહારાષ્ટ્રના હથનુર ડેમના જળસ્તરમાં આવતાં ફેરફારને પણ મોનિટર કરતાં રહે છે. આ વર્ષે છેલ્લા 12 દિવસમાં ઉકાઈ ડેમની સપાટી કુદકે ને ભુસકે વધી રહી છે. 12 દિવસમાં ઉનાળામાં તળીયે પહોંચેલા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં 50 ટકા ડેમ ભરાઈ ગયો છે. સતત ભારે વરસાદની આગાહીઓ હવામાન વિભાગ દ્વારા થઈ રહી છે, અને વરસાદ આગાહી મુજબ પડી પણ રહ્યો છે, ત્યારે ફરી સુરતવાસીઓની જૂની યાદો તાજી થવા લાગી છે. જો કે, હાલમાં ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 કરતાં ડેમ 24 ફુટ ખાલી છે, ત્યારે હાલમાં સુરતીઓએ પૂરની જૂની યાદોને વાગોળવાને બદલે પોતાની આગવી અદામાં મોસમની મજા માણવી જોઈએ.

 

સંકળાયેલા મુદ્દાઓ

#Flood #Heavyrain #Ukaidam #surat વરસાદ Megh kaher
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ