બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / સુરત / Surat Praveshotsav program clash between aap and bjp

સુરત / પ્રવેશોત્સવ કાર્યક્રમ: કુમાર કાનાણીની હાજરીમાં બબાલ, AAP અને ભાજપ કાર્યકર્તા આમને-સામને, કારમાં કરી તોડફોડ

Khyati

Last Updated: 02:19 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન થઇ બબાલ, ભાજપ અને આપના કાર્યકર્તાઓ આવી ગયા સામ સામે, પોલીસ બોલાવવાની પડી ફરજ

  • સુરતમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
  •  AAP અને ભાજપ કાર્યકર્તા આમને-સામને
  • ભાજપે AAPના નગર સેવકોને શાળામાંથી ભગાડ્યાનો આરોપ

રાજ્યમાં પ્રવેશોત્સવ કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે નવા શૈક્ષણિક સત્ર દરમિયાન શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવને લઈને સુરતમાં વિરોધ કરવામાં આવ્યો. સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન બે પાર્ટીના કાર્યકરો સામે આવી ગયા. વરાછા વિસ્તારમાં AAP અને ભાજપ કાર્યકર્તા આમને-સામને આવી જતા માહોલ ગરમાયો હતો. 

આપના નગરસેવકોને ભગાડી મુક્યાનો ભાજપ પર આરોપ

સુરતના વરાછા વિસ્તારમાં કલાકુંજ સોસાયટીની પાછળ સરકારી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ ધારાસભ્ય કુમાર કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભાજપે આપના નગર સેવકોને શાળામાંથી ભગાડી મૂક્યાનો આરોપ સાથે સામ સામે બબાલ થઇ હતી.કુમાર કાનાણીની હાજરીમાં જ બાબલ થઇ અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાતા વાતાવરણ તંગ બન્યુ હતું. મામલો એટલો બિચક્યો હતો કે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. 

 

કારના કાચ તોડી નાંખ્યા 

એક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં આમ આદમી પાર્ટીની કાર પર ટોળાએ હુમલો કર્યો. ચાલુ કારમાં લોકો તૂટી પડ્યા અને કાચ તોડી નાંખવામાં આવ્યા. આટલુ ઓછું હોય તેમ કારમાં બેસેલા એક કાર્યકર્તાના કપડા પણ ફાડી નાંખવામાં આવ્યા. ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે ટોળાને કાબૂમાં કરવા ભારે જહેમત ઉઠાવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ