ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / surat first station in bullet train
ADVERTISEMENT
મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બૂલેટ ટ્રેન ચાલવાની છે, જેના માટે સુરત પ્રથમ સ્ટેશન બનશે. બુધવારે આ અંગેની સત્તાધાર જાણકારી આપવામાં આવી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ માટે એક અધિકારીએ કહ્યું કે, ચાર સ્ટેશનો (વાપી, બિલિમોરા, સૂરત, ભરૂચ) પર કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તે ડિસેમ્બર 2024 સુધી તૈયાર થઈ જશે. આ ચાર સ્ટેશનોમાં સૂરત તૈયાર થનારુ પ્રથમ સ્ટેશન હશે. એનએચએસઆરસીએલ આ પ્રોજેક્ટ સંભાળી રહેલી એજન્સી છે.
ADVERTISEMENT
પ્રથમ બુલેટ ટ્રેન રૂટ્સના સ્ટેશન ફટાફટ તૈયાર થશે
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર રેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચાર સ્ટેશનો ઉપરાંત 237 કિમી લાંબો પુલ પણ બનાવામાં આવશે. આ એક વિશિષ્ટ પ્રકારનો પુલ છે, જેમાં એક લાંબી ઉંચી રેલ્વે લાઈન અથવા રોડને સપોર્ક કરતી આર્ચર, થાંભલો અથવા સ્તંભની શ્રેણી હોય છે. ગત વર્ષે ડિસેમ્બરમાં, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2026માં સૂરત અને બિલિમોરાની વચ્ચે ચાલુ થશે. સૂરત બિલિમોરા માર્ગની વચ્ચેનું અંતર 50 કિમી છે.
ADVERTISEMENT

રેલ મંત્રીએ સવાલનો આપ્યો આવો જવાબ
ADVERTISEMENT
પ્રોજેક્ટ જમીન અધિગ્રહણ કરવામાં ફસાઈ ગયો હતો. જો કે, મંત્રાલયે કહ્યું કે, તે આ મામલા પર કામ કરી રહ્યું છે. સાંસદ શ્રીકાંત એકનાથ શિંદે અને ડો. સુજય રાધાકૃષ્ણ વિખે પાટિલને જવાબ આપતા મંત્રીએ કહ્યુ કે, પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 98.62 ટકા જમીન અધિગ્રહણ કરવામાં આવી છે. દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશમાં, પૂર્ણ અધિગ્રહણ અને મહારાષ્ટ્રમાં 56.39 ટકા જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. તેમાં 925 હેક્ટર ખાનગી જમીન પણ છે.
ક્યા રૂટ્સ પર થઈને પસાર થશે બુલેટ ટ્રેન
ADVERTISEMENT
મુંબઈ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ધાટન 2017માં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ પ્રોજેક્ટ પર કામ 2023 સુધી પુરો કરવાનો લક્ષ્યાંક હતો, જમીન અધિગ્રહણના મુદ્દા અને કોરોનાના કારણે નિર્માણ કામ મોડુ થયું. 508 કિમી લાંબા કોરિડોરમાં મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન હશે.
સંકળાયેલા મુદ્દાઓ