બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Supreme' relief to Rahul Gandhi in defamation case: Sessions Court stayed the sentence

BIG BREAKING / માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 'સુપ્રીમ' રાહત: સેશન્સ કોર્ટે ફટકારેલી સજા પર લગાવ્યો સ્ટે

Malay

Last Updated: 02:33 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Defamation case: રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને ફટકારેલી સજા પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે.

  • માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી મળી રાહત
  • સુરતની કોર્ટે ફટકારેલી સજા પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે 
  • માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ફટકારી હતી 2 વર્ષની સજા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે ફટકારેલી 2 વર્ષની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટે મોદી સરનેમ મામલે સુરત કોર્ટે ફટકારેલી સજા મામલે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી.

સુપ્રીમકોર્ટે શું કહ્યું?

  • કેટલા નેતાઓ યાદ રાખશે કે તેઓ અગાઉની મિટીંગમાં શું બોલ્યા હતા?
  • સેશન્સ કોર્ટે મહત્તમ સજાનું કારણ સ્પષ્ટ કર્યું નથી
  • 1 વર્ષ 11 મહિનાની સજા પણ આપી શકાઈ હોત
  • 2 વર્ષથી ઓછી સજા થાય તો મતવિસ્તારનું પ્રતિનિધિત્વ પણ જળવાઈ રહે
  • મતવિસ્તાર જનપ્રતિનિધિત્વ વગર રહે તે વિચારવાલાયક મુદ્દો
  • આ જે તે બેઠકના મતદારોના અધિકાર સાથે પણ જોડાયેલો મુદ્દો
  • હવે ભાષણ આપતી વખતે સાવધાની રાખજો

શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?"  જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. 

In the case of defamation of the Modi surname, a reply was presented to the Supreme Court on Rahul Gandhi's petition
પૂર્ણેશ મોદી અને રાહુલ ગાંધી

20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી
જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.

રાહુલ ગાંધી સામે માનહાની કેસનો ચુકાદો 20 એપ્રિલે આવશે, સુનાવણી દરમિયાન બંને  પક્ષના વકીલે કરી આવી દલીલો | <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/rahul-gandhi-defamation-case' title='Rahul Gandhi defamation case'>Rahul Gandhi defamation case</a> The verdict will  come on April 20
રાહુલ ગાંધી (કોંગ્રેસ નેતા)

ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી અરજી 
જે બાદ રાહુલ ગાંધીએ સુરત કોર્ટના હુકમને પડકારતા સજા મોકૂફી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આ મામલે સુનાવણી યોજાઈ હતી.ગુજરાત કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. જે બાદ રાહુલ ગાંધીએ મોદી સરનેમ માનહાનિ કેસ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ