બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Supreme relief to Lalu Yadav in fodder scam case notice denied

BIG NEWS / ઘાસચારા કૌભાંડ મુદ્દે લાલુ યાદવને 'સુપ્રીમ' રાહત, જામીનને પડકારતી CBIની અરજી પર નોટિસનો ઇનકાર

Kishor

Last Updated: 08:00 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘાસચારા કૌભાંડ હેઠળ ડોરન્ડા ટ્રેઝરી મામલે સુપ્રીમ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને રાહત આપી છે.

  • ઘાસચારા કૌભાંડ હેઠળ ડોરન્ડા ટ્રેઝરી મામલો
  • લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી
  • સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરવાનો ઇન્કર કરી દીધો

ઘાસચારા કૌભાંડ હેઠળ ડોરન્ડા ટ્રેઝરી મામલે લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. રાષ્ટ્રીય જનતા દળના લાલુ પ્રસાદ યાદવને જામીન અપાયા બાદ જામીનને પડકારતી સીબીઆઈની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરવાનો ઇન્કર કરી દીધો છે. એટલુ જ નહી આ મુદાને પેન્ડિંગ યાદીમાં મૂક્યો હતો. મહત્વનું છે કે ઘાસચાર કોભાંડમાં સંડોવણી બાદ લાલુ યાદવને પાંચ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી.

 

કેસની સુનાવણી બાદ ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું તેઓ નોટિસ જારી નથી કરી રહ્યા પરંતુ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી પેન્ડિંગ અપીલ સાથે આ બાબતને જોડી રહી છે. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ અને એડવોકેટ રજત નાયરેની માંગ બાદ બેન્ચે કહ્યું હતું કે તે આ મામલાની એકસાથે સુનાવણી કરશે અને નોટિસ ઈશ્યૂ કરવા ઈચ્છુક નથી. મહત્વનું છે કે સીબીઆઈએ તેની અરજીમાં લાલુ યાદવને જામીન આપવાના ઝારખંડ હાઈકોર્ટના 22 એપ્રિલ, 2022ના આદેશને પડકાર્યો હતો. 

139 કરોડથી વધુની ઉચાપતના કેસમાં સજા
બિહારના પૂવ મુખ્યમંત્રી લાલુને ઘાસ ચારા કૌભાંડ મામલે ડોરાન્ડા ટ્રેઝરીમાંથી રૂ. 139 કરોડથી વધુની ઉચાપતના કેસમાં રાંચીની સીબીઆઈ કોર્ટે પાંચ વર્ષની જેલ અને રૂ. 60 લાખના દંડની સજા ફટકારી હતી. કોર્ટે ગત વર્ષે 15 ફેબ્રુઆરીએ ચારા કૌભાંડ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. બાદમાં 74 વર્ષીય લાલુ યાદવ દોષિત જાહેર થયા બાદ ખરાબ તબિયતના કારણે હાલમાં જામીન પર બહાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ