બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / supreme court stays allahabad high court order to ascertain if rape victim is mangalik says nothing to do with astrology

મોટો ઓર્ડર / રેપ કેસમાં પીડિતાની જન્મકૂંડળીની કોઈ જરુર નથી, તથ્યોને આધારે જામીન મળી શકે- સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

Hiralal

Last Updated: 09:06 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રેપ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના એક બિનજરુરી આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો હતો જેમાં રેપ પીડિતાની જન્મકૂંડળી માગવામાં આવી હતી.

  • અલ્હાબાદ હાઈકોર્ટના વિચિત્ર આદેશ પર સુપ્રીમનો સ્ટે 
  • રેપ કેસમાં હાઈકોર્ટે પીડિતાની જન્મ કૂંડળી મંગાવી હતી
  • સુપ્રીમે કહ્યું, કોર્ટ કેસમાં જન્મ કૂંડળીની કોઈ જરુર નથી 

જન્મકૂંડળીમા મંગળદોષ છે એવું બહાનું કાઢીને છોકરી પર રેપ કરીને તેની સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરનાર એક યુવાનને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. રેપ કેસમાં જેલમાં બંધ એક યુવાને જામીન માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે જામીન માટેની અરજીમાં લખ્યું કે પીડિતાની જન્મકૂંડળીમાં મંગળદોષ હોવાથી તે તેની સાથે લગ્ન કરી શકે તેમ નથી. હાઈકોર્ટને પણ યુવાનની વાત સાચી લાગતા તેણે જ્યોતિષનો રિપોર્ટ લાવવાનો ઓર્ડર કર્યો હતો અને તે આધારે જામીનનો નિર્ણય લેવાનો ઠરાવ્યું પરંતુ સુપ્રીમે હાઈકોર્ટના કૂંડળી માગવાના ઓર્ડર પર સ્ટે મૂકી દીધો છે. 

કેસના તથ્યોને આધારે આરોપીના જામીનનો નિર્ણય કરો-સુપ્રીમ 
સુપ્રીમ કોર્ટે બળાત્કાર પીડિતાની કથિત "માંગલિક" સ્થિતિની તપાસના નિર્દેશ આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે બળાત્કાર પીડિતાની કુંડળી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમે આ કેસ પર સ્ટે મૂક્યો હતો અને કહ્યું હતું કે, હાઈકોર્ટ કેસના તથ્યોને આધારે આરોપીના જામીનનો નિર્ણય કરવો જોઈએ, જ્યોતિષને આધારે નહીં. સુપ્રીમે જ્યોતિષ રિપોર્ટને બિનજરુરી ગણાવ્યો છે. શનિવારે એક વિશેષ સુનાવણીમાં સુપ્રીમની વેકેશન બેંચે કહ્યું કે પીડિતાને મંગળ દોષ છે કે નહીં તે જાણવું જરૂરી નથી.

હાઈકોર્ટે શું ઓર્ડર આપ્યો હતો 
રેપ કેસના આરોપીની જામીન અરજી 23 મેના રોજ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી માટે આવી હતી. હાઈકોર્ટના જસ્ટિસ બ્રિજ રાજ સિંહે લખનઉ યુનિવર્સિટીના એસ્ટ્રોનોમી ડિપાર્ટમેન્ટના ચેરમેન પાસે રિપોર્ટ માંગ્યો હતો કે શું છોકરીની કુંડળીમાં મંગળ દોષ છે. જસ્ટીસે અહેવાલને ત્રણ અઠવાડિયામાં કૂંડળી રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો અને સુનાવણીની આગામી તારીખ 26 જૂન નક્કી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં શું થયું?
જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને પંકજ મિત્તલની બેંચ બપોરે 3 વાગ્યે વિશેષ સુનાવણી માટે બેઠી હતી. ખંડપીઠે કહ્યું કે જ્યોતિષશાસ્ત્ર એક વિજ્ઞાન છે, પરંતુ કોર્ટની સુનાવણીમાં તેનો રિપોર્ટ માગવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે અમે જ્યોતિષ પર સવાલ નથી ઉઠાવી રહ્યા, પરંતુ કોર્ટ મામલે તેની કોઈ ભૂમિકા નથી.

શું હતો કેસ 
પીડિતાએ ગોવિંદ રાય ઉર્ફે મોનુ નામના વ્યક્તિ પર લગ્નનું વચન આપીને તેની સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં જ્યારે પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું તો આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. આરોપીએ દલીલ કરી હતી કે, યુવતીને કૂંડળીમાં મંગળદોષ છે. તેથી તે તેની સાથે લગ્ન નહીં કરી શકે.  23 જૂન 26ના રોજ લખનઉના ચિનહાટ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ આરોપી ગોવિંદને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસમાં જ્યોતિષનો રિપોર્ટ માગ્યો હતો અને તેને આધારે જામીનનો નિર્ણય લેવાનો ફેંસલો આપ્યો. હાઈકોર્ટના આ નિર્ણય સામે પીડિતા સુપ્રીમમાં ગઈ અને સુપ્રીમને હાઈકોર્ટનો જ્યોતિષ રિપોર્ટ માગવાનું કામ અયોગ્ય લાગતાં તેના ઓર્ડર પર સ્ટે મૂકી દીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ