બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / supreme court says Foul language is not enough to impose sc st act case

BIG NEWS / માત્ર અભદ્ર ભાષા કહેવાથી ન લગાવી શકાય SC-ST એક્ટ: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Vaidehi

Last Updated: 04:28 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court on SC/ST Act: કોર્ટે કહ્યું કે જો આરોપી અનુસૂચિત જાતિ કે જનજાતિનાં વ્યક્તિ પર જાતિગત ટિપ્પણી,ધમકી કે અપમાન કરે છે તો જ SC/ST એક્ટ અંતર્ગત એ વ્યક્તિની સામે કેસ નોંધી શકાય છે.

  • SC/ST એક્ટ મામલા પર સુપ્રીમ કોર્ટે કરી સુનાવણી
  • કહ્યું એક્ટ SC/ST એક્ટની કલમ 3(1)(10) અંતર્ગત કેસ બનતો નથી
  • જાતિગત ટિપ્પણી ન કરી હોવાને લીધે આ એક્ટ અંતર્ગત કેસ બનતો નથી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'SC/ST Act 1989ની જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં કેસ ચલાવવાથી પહેલા ચાર્જશીટમાં એ શબ્દોનો ઉલ્લેખ પણ જરૂરી છે જે આરોપીએ લોકોની સમક્ષ ઉચ્ચાર્યા હોય. તેનાથી કોર્ટને ખબર પડશે કે તે SC/ST એક્ટ અંતર્ગત ગુનો બને છે કે નહીં.' હાલમાં અનુસૂચિત જાતિ/જનજાતિની સામે અભદ્ર ભાષા ઉચ્ચારનારા વ્યક્તિની સામે ચાલી રહેલા કેસ દરમિયાન સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન કેટલીક વાતોની સ્પષ્ટતા કરી હતી.

'જો જાતિગત ટિપ્પણી ન કરી હોય તો આ એક્ટ અંતર્ગત કેસ બનતો નથી'
અત્રે ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ વિરુદ્ધ SC/ST એક્ટની કલમ 3(1)(10) અંતર્ગત ચાર્જશીટ દાખલ થઈ હતી.  આ કલમ કોઈપણ એસસી, એસ.ટીનાં સદસ્યનું અપમાન કરવાનાં ઉદેશ્યથી સાર્વજનિક રૂપે જાણી જોઈને જાતિગત અપમાન કરવા કે ધમકી આપવા સંબંધિત હોય છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે  જ્યાં સુધી પીડિતને માત્ર એસ.સી કે એસ.ટી હોવાને કારણે ,સાર્વજનિક ધોરણે અપમાન કે ધમકી આપી નહોય ત્યાં સુધી આ એક્ટની કલમ 3(1)(10) અંતર્ગત ગુનો નથી બનતો.

જાતિનો ઉલ્લેખ આરોપી દ્વારા કરવામાં આવ્યો નથી- કોર્ટ
કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને જાહેર સ્થળ પર મૂર્ખ અથવા ચોર કહે છે તો ચોક્કસપણે આ અપશબ્દો કે અભદ્ર ભાષાનાં ઉપયોગથી જાણી જોઈને અપમાન કરવાનું કૃત્ય બનશે. પરંતુ આ શબ્દોનો ઉપયોગ SC/STની વિરુદ્ધ કરવામાં આવે છે તો જાતિગત ટિપ્પણીનાં અભાવને લીધે આ ગુનો કલમ 3(1)(10) અંતર્ગત બની શકે નહીં.કોર્ટે કહ્યું કે FIR અને ચાર્જશીટમાં મૌખિક વિવાદ દરમિયાન અરજદારની જાતિનો કોઈ ઉલ્લેખ આરોપી દ્વારા કરવામાં આવ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ