બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Supreme Court Hijacked Constitution, Ex-Judge shared VIDEO Attack on collegium system of Kiran Rijiju

વિવાદ / સુપ્રીમ કોર્ટે બંધારણણને કર્યું હાઇજેક, પૂર્વ જજનો VIDEO શેર કરી કિરણ રિજિજૂના કોલેજિયમ સિસ્ટમ પર પ્રહાર

Megha

Last Updated: 11:04 AM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં એમને કહ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અંગે નિર્ણય કરીને બંધારણને હાઈજેક કર્યું છે.'

  • સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અંગે નિર્ણય કરીને બંધારણને હાઈજેક કર્યું છે
  • 'સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ડેડલોકની સ્થિતિ' 
  • સુપ્રીમ કોર્ટ કાયદો બનાવી લે તો પછી સંસદની જરૂર નથી.

દેશની અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયાને લઈને તાજેતરમાં કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે જે સંઘરસ ચાલી રહ્યો હતો એ ધીરે ધીરે વધી રહ્યો છે, અ દરમિયાન કાયદા પ્રધાન કિરેન રિજિજુએ રવિવારે દિલ્હી હાઈકોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં એમને કહ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અંગે નિર્ણય કરીને બંધારણને હાઈજેક કર્યું છે.'

જનતા પ્રતિનિધિઓના માધ્યમથી પોતે શાસન કરે છે
જણાવી દઈએ કે કાયદા મંત્રી રિજિજુએ દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જજ આરએસ સોઢીના ઈન્ટરવ્યુનો વીડિયો શેર કરતા જજના અવાજ વિશે કહ્યું હતું, એમને લખ્યું હતું કે, "ભારતીય લોકશાહીની વાસ્તવિક સુંદરતા તેની સફળતા છે અને જનતા તેમના પ્રતિનિધિઓના માધ્યમથી પોતે શાસન કરે છે. આ સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે કાયદાઓ બનાવે છે. આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર છે પણ આપણું બંધારણ સર્વોચ્ચ છે." 

શું કહ્યું હતું નિવૃત્ત જજે? 
“જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે ન્યાયાધીશોની નિમણૂકને લઈને એક સિસ્ટમ હતી, એક આખું પ્રકરણ હતું, જે લોકો કહેતા કે આ સિસ્ટમ ગેરબંધારણીય છે એ જ લોકો બંધારણમાં સુધારાની વાત કરી શકે છે. આ સુધારો તો સંસદ જ કરશે પણ સુપ્રીમ કોર્ટે બંધારણને જ હાઈજેક કરી લીધું છે અને એમને કહ્યું કે અમે પોતાની જ નિમણૂક કરીશું અને તેમાં સરકારનો કોઈ હાથ નહીં હોય." 

'સુપ્રીમ કોર્ટ પર આધીન નથી 'હાઈકોર્ટ'
આ બધા વચ્ચે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા વિશે વાત કરતાં નિવૃત્ત જજે એમ પણ કહ્યું હતું કે , "હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ હેઠળ આવતી નથી. હાઇકોર્ટ દરેક રાજ્યની સ્વતંત્ર સંસ્થા છે અને હાઈકોર્ટના ન્યાયાધીશ કોર્ટની નિમણૂક સુપ્રીમ કોર્ટના જજ દ્વારા કરવામાં આવે છે. સાથે જ સુપ્રીમ કોર્ટના જજ પોતાની નિમણૂક કરતા હોય છે.આવી સ્થિતિમાં હાઈકોર્ટના ન્યાયાધીશો રાજ્યમાં પોતાને સ્વતંત્ર માની બેઠા હોય છે તે સુપ્રીમ કોર્ટ તરફ જોવા લાગે છે. સુપ્રીમ કોર્ટને જેને જ્યાં મોકલવા હોય ત્યાં ટ્રાન્સફર કરી દે છે અને ટ્રાન્સફરની આવી પ્રક્રિયાથી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટને ગૌણ બની જાય છે, જે આપણા બંધારણે ક્યારેય કહ્યું નથી. સુપ્રીમ કોર્ટ તેની રીતે સુપ્રીમ છે અને હાઇ કોર્ટ તેની રીતે સુપ્રીમ છે પણ હવે હાઈકોર્ટના બધા જજ સુપ્રીમ કોર્ટની પાછળ પૂંછડી હલાવે છે શું આ સારી વાત છે?"  

'સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ડેડલોકની સ્થિતિ' 
આ સાથે જ નિવૃત્ત જજ એ કહ્યું હતું કે "આપણે સમજવું જોઈએ કે કાયદો બનાવવામાં સંસદ સર્વોચ્ચ છે કે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે? મારા મત મુજબ સુપ્રીમ કોર્ટ કાયદો બનાવી શકતી નથી અને તેને કોઈ અધિકાર નથી. જો આમ જ સુપ્રીમ કોર્ટ કાયદો બનાવી લે તો પછી સંસદની જરૂર નથી. ન્યાયાધીશોની નિમણૂકને લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ડેડલોકજેવી સ્થિતિ છે. બંને એકબીજાને સર્વોચ્ચ બનાવવામાં લાગી રહ્યા છે તો તેનો ઉકેલ કેવી રીતે આવશે. પણ હંમેશા એ વાત યાદ રાખો કે સુપ્રીમ કોર્ટ લોકો દ્વારા ચૂંટાતી નથી એટલે તે સર્વોચ્ચ ન હોઈ શકે." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ