બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Supreme Court Denies Bail To Former Delhi Dy CM Manish Sisodia In Delhi Excise Policy Scam Case

દારુ કૌભાંડ / સુપ્રીમે સિસોદીયાને કેમ ન આપ્યાં જામીન? છેલ્લે ઘડીએ એવી વાત આવી કે કોર્ટે તરત પાડી ના, કઈ હતી એ?

Hiralal

Last Updated: 02:40 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુ કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાને સુપ્રીમના જામીનમાં 338 કરોડ રકમનો મુદ્દો નડી ગયો તેને કારણે તેમને જામીન ન મળી શક્યાં.

  • દારુ કૌભાંડમાં મનિષ સિસોદીયાને સુપ્રીમમાંથી જામીન ન મળ્યાં
  • સુપ્રીમને 338 કરોડ રકમ ટ્રાન્સફરની વાત સાચી લાગી
  • આ કારણે જ સુપ્રીમે તેમને ન આપ્યાં જામીન 

દિલ્હીના દારુ કૌભાંડમાં ફેબ્રુઆરીથી તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાને સુપ્રીમ કોર્ટમાંથી પણ આજે જામીન નથી મળ્યાં છે. જ્યારથી ધરપકડ થઈ ત્યાર પછી તેમણે અનેક વાર જામીન અરજી કરી છે પરંતુ એક પણ વાર તેમની અરજી ધ્યાનમાં નથી લેવામાં આવી આથી જામીનની આશાએ તેમણે સુપ્રીમનો સંપર્ક સાધ્યો અને ત્યાંથી પણ તેમને નિરાશા જ હાથ લાગી.

338 કરોડ રકમ ટ્રાન્સફરની વાત સાચી લાગી
આ કેસમાં સુપ્રીમ કોર્ટે સિસોદીયાની જામીન અરજી ફગાવતાં એક ખાસ કારણ આપ્યું છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ વી એન ભટ્ટીની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે, "અમે કેટલાક એવા પાસા જોયા છે જે શંકાસ્પદ છે. પરંતુ હાલ 338 કરોડનું ટ્રાન્સફર પ્રસ્થાપિત થયું હોય તેવું લાગી રહ્યું છે. આથી અમે જામીન અરજી ફગાવી દીધી છે. 338 કરોડનું કારણ જ સિસોદીયાને નડી ગયું અને તેથી તેમને જામીન આપવાનો સુપ્રીમે ઈન્કાર કર્યો હતો. 

8 મહિનામાં ટ્રાયલ પૂરી કરવાનો સીબીઆઈ અને ઈડીને આદેશ 
મનીષ સિસોદિયાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બેન્ચે સોમવારે આ ચુકાદો સંભળાવ્યો હતો. સ્પેશિયલ કોર્ટ અને હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધા બાદ સિસોદિયાએ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ ત્યાં પણ તેઓ નિરાશ થયા હતા. જુલાઈમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી પૂરી કર્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જો કે સીબીઆઇ અને ઈડીને 8 મહિનામાં ટ્રાયલ પૂરી કરવા માટે કહેવામાં આવ્યું છે.

હું ગુનેગાર નથી-સિસોદીયાની સુપ્રીમમાં દલીલ 
ખંડપીઠે કહ્યું કે જો આગામી ત્રણ મહિનામાં સુનાવણી ધીમી છે, તો અરજદાર (સિસોદિયા) ફરીથી જામીન અરજી દાખલ કરી શકે છે. પીએમએલએ હેઠળ જામીનની જોગવાઈ કલમ 3 હેઠળ છે, જેમાં જામીન આપતી કોર્ટે બે શરતો જોવી પડશે. પ્રથમ, અદાલતે એવું વિચારવું જોઈએ કે આરોપી ગુનેગાર નથી અને બીજું, તે જામીનના સમયગાળા દરમિયાન કોઈ ગુનો કરશે નહીં.

સિસોદીયા પર કયા ગુનામાં કાર્યવાહી 
સિસોદિયા પર આરોપ છે કે 2021માં જ્યારે તેઓ આબકારી મંત્રી હતા ત્યારે તેમણે દારૂની નીતિમાં કેટલાક ફેરફાર કર્યા હતા, જેનો ફાયદો દારૂના વેપારીઓને મળ્યો હતો. તપાસ એજન્સીઓનો દાવો છે કે દક્ષિણ ભારતના દારૂના વેપારીઓ (જેને સાઉથ ગ્રુપ કહેવામાં આવે છે)ના નફાના માર્જિનમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થયું હતું. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં સીબીઆઈએ સિસોદીયા સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ઈડીએ દાવો કર્યો હતો કે લાભાર્થી કંપનીઓએ 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી અને સિસોદિયાએ નફાનું માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરીને ગુનામાં મદદ કરી હતી. 338 કરોડનું ટ્રાન્સફર ઈડીની ફરિયાદનો એક ભાગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ