બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Supreme Court Asks If Voters Can Get VVPAT Slip, Poll Body Flags Big Risk

દિલ્હી / 'મતદારોને મતદાનની સ્લીપ આપીએ તો કેવું'? ચૂંટણી પંચે સુપ્રીમને કહ્યો સૌથી મોટો ખતરો

Hiralal

Last Updated: 05:08 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટમાં આજે ઈવીએમથી મતદાન પરની અરજીઓ પર સુનાવણી ચાલી હતી.

EVMથી મતદાન પર સવાલ ઉઠાવવા અને દરેક મતદારે આપેલા મતની સ્લીપ આપવાના મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં લાંબી ચર્ચા ચાલી હતી. આ મામલે અરજદાર વકીલોએ જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદારને એ જાણવાનો અધિકાર છે કે તેનો મત યોગ્ય જગ્યાએ પહોંચ્યો છે કે નહીં. કેસનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ નિઝામ પાશાએ જણાવ્યું હતું કે, મતદાન બાદ મતદારને વીવીપીએટી સ્લિપ લેવાનો અધિકાર મળવો જોઇએ અને ત્યારબાદ તેને મતપેટીમાં મુકવો જોઇએ. આના પર જસ્ટિસ સંજીવ ખન્નાએ સવાલ કર્યો કે આનાથી પ્રાઇવસીનું ઉલ્લંઘન નહીં થાય? આના પર પાશાએ કહ્યું કે, ગોપનીયતાનો હવાલો આપીને મતદાતાનો અધિકાર ખતમ ન કરી શકાય. ચૂંટણી પંચે ઈવીએમને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તમામ વોટિંગ મશીનોમાં મોક પોલ હોય છે. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ઉમેદવારોને કોઈપણ 5 ટકા મશીનોની તપાસ કરવાની મંજૂરી છે. એટલું જ નહીં, મતદાનના દિવસે ફરી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે. દરેક મશીનમાં અલગ અલગ પ્રકારના પેપર સીલ હોય છે. જ્યારે મશીનો ગણતરી માટે આવે છે, ત્યારે તે સમય દરમિયાન સીલ ચકાસી શકાય છે. જ્યારે કોર્ટે પૂછ્યું કે મત કેવી રીતે ચેક કરી શકે છે કે તેમનો મત ક્યાં ગયો છે, ત્યારે અધિકારીએ કહ્યું, "આ માટે, અમે સમયાંતરે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ. પંચે કહ્યું કે કયા ઈવીએમ કઈ વિધાનસભામાં જશે, તે અગાઉથી નક્કી નથી થતું.

ચૂંટણી પંચે શું કહ્યું 
ચૂંટણી પંચે કહ્યું કે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. ઉમેદવારોની હાજરીમાં આને સીલ કરવામાં આવે છે. આ પછી જ્યારે ઉમેદવારો આવે છે, ત્યારે જ મતગણતરીના દિવસે રૂમ ખુલે છે. કોર્ટે પૂછ્યું કે શું મતદાતાને મતદાન પછી સ્લિપ મળી શકે છે? આના પર ચૂંટણી પંચે કહ્યું કે આવું થઇ શકે છે, પરંતુ તેનાથી વોટની પ્રાઇવસીનું ઉલ્લંઘન થશે. આ ઉપરાંત મતદાન સ્લીપ જ્યારે બૂથની બહાર પહોંચે છે ત્યારે મતદારને લઈને કેટલીક સમસ્યાઓ આવી શકે છે. અન્ય લોકો તે સ્લિપનો ઉપયોગ કેવી રીતે કરશે તે કહી શકાતું નથી.

મતદાતાઓને વિશ્વાસ હોવો જોઈએ 
કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે શું તમામ વીવીપીએટી સ્લિપની ગણતરી કરવી શક્ય નથી? એમાં આટલો બધો સમય કેમ લાગે છે? આ માટે મશીનોનો ઉપયોગ કરી શકાતો નથી. આ સવાલ પર પંચે કહ્યું કે વીવીપેટ પેપર ખૂબ જ પાતળું અને એડહેસિવ છે. તેથી તેની ગણતરી કરવી સહેલી નથી. આ અંગે કોર્ટે કહ્યું કે મુખ્ય વાત એ છે કે મતદાતાને સમગ્ર પ્રક્રિયામાં વિશ્વાસ હોવો જોઈએ. તેના પર પંચે કહ્યું કે અમે આ સંદર્ભમાં એફએક્યુ જારી કરીશું. તેમાં દરેક સવાલનો જવાબ આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ