બ્રેકિંગ ન્યુઝ
VTV / Supreme Court asked center and state government about the displaced persons and reheabilitation
Vaidehi
Last Updated: 04:46 PM, 8 May 2023
ADVERTISEMENT
મણિપુર હિંસાને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી જે દરમિયાન કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે વિવિધ પ્રશ્નોનાં જવાબની માંગ કરી હતી. SCએ વિસ્થાપિતોને લઈને કેટલાક સવાલો પૂછ્યાં હતાં અને કહ્યું હતું કે તેમને ઘરે પાછા લઈ આવવામાં આવે.
17મેનાં રોજ થશે સુનાવણી
આ મામલામાં કેન્દ્ર અને રાજ્યની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા રજૂ થયાં હતાં તેમણે કોર્ટને દણાવ્યું કે તમામ જરૂરી પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલો સંપૂર્ણપણે નિયંત્રણમાં આવે તે પછી જ કોર્ટે આરક્ષણને લઈને વાત કરવી જોઈએ. હવે SC આ મામલે અરજીઓ પર 17 મેનાં રોજ સુનાવણી કરશે.
ADVERTISEMENT
રિલીફ કેમ્પ અને સુવિધાઓની માંગી ડિટેલ્સ
CJIની આગેવાનીવાળી બેંચે SGની દલીલોને રેકોર્ડ કર્યું. તેમણે કેન્દ્ર અને મણિપુર પાસે રિલીફ કેંપ, વિસ્થાપિતોનાં રિહેબિલિટેશન અને ધાર્મિક સ્થાનોની સુરક્ષા અંગે વાત કરી હતી. એક અઠવાડિયાં બાદ આ મામલાનાં અપડેટ્સની રિપોર્ટ સોંપવાનાં આદેશો આપવામાં આવ્યાં છે.SCએ કેન્દ્ર અને રાજ્ય સરકારને રિલીફ કેંપો અને ત્યાં ફાળવવામાં આવતી સુવિધાઓની ડિટેલ્સ માંગી હતી.
Manipur Violence | Supreme Court emphasises that due arrangements be made in relief camps in terms of food, medical; taking all necessary precautions for the rehabilitation of displaced persons and protecting places of religious worship.
— ANI (@ANI) May 8, 2023
Supreme Court posts the matter for…
હાલનું લક્ષ્ય લોકોની સુરક્ષા અને બચાવ-SC
સુપ્રીમ કોર્ટે મણિપુર હાઈકોર્ટનાં એ આદેશો પર સવાલો ઊઠાવ્યાં જેમાં રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિની લિસ્ટમાં મેઈતેઈ સમુદાયને શામેલ કરવાની કેન્દ્રની ભલામણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. SCએ કહ્યું કે આપણું હાલનું લક્ષ્ય લોકોની સુરક્ષા, બચાવ અને રિહેબિલિટેશન છે. અમે મૃત્યુઆંક અને માલસામાનની નુક્સાનીને લઈને ચિંતિત છીએ.
Manipur violence | Centre and Manipur government submit before Supreme Court that the curfew was relaxed yesterday and today, and there were no incidents of violence on both days. pic.twitter.com/Sm7emFzVGm
— ANI (@ANI) May 8, 2023
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.