બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / suniel shetty daughter athiya shetty advice on kl rahul traveling

દીકરીને શિખામણ / રાહુલ તો ખેલાડી છે, તું બધી જગ્યાએ તેની પાછળ-પાછળ...: સુનિલ શેટ્ટીએ દીકરી આથિયાને કેમ આપી આવી સલાહ?

Arohi

Last Updated: 12:38 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KL Rahul Athiya Shetty: સુનીલ શેટ્ટીએ પોતાની દીકરી આથિયાને સલાહ આપી છે. અને કહ્યું છે કે KL રાહુલ એક ખેલાડી છે અને તું દરેક જગ્યા પર તેની સાથે ટ્રાવેલ ન કરી શકે.

  • સુનીલ શેટ્ટીએ દીકરીને આપી સલાહ 
  • કહ્યું KL રાહુલ ખેલાડી છે 
  • દરેક જગ્યા પર સાથે નહીં જઈ શકાય 

સુનીલ શેટ્ટીએ જણાવ્યું છે કે તેમની દીકરી આથિયા ખૂબ જ લકી છે. કારણ કે તેને KL રાહુલ જેવો જીવનસાથી મળ્યો છે. સુનીલ અનુસાર તે આથિયાને હંમેશા સલાહ આપતા હતા કે તે રાહુલના સારા અને ખરાબ દરેક સમયમાં તેની સાથે ઉભી રહે. 

એક એક્ટરની જેમ ખેલાડીના જીવનમાં પણ ઉતાર ચડાવ આવે છે. માટે તેમને જરૂર છે કે તે પોતાના પાર્ટનર પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે. થોડા દિવસ પહેલા રાહુલના ખરાબ ફોર્મ પર પણ સુનીલનું રિએક્શન આપ્યું હતું. સુનીલે કહ્યું હતું કે રાહુલ એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. તે મોઢાથી નહીં પરંતુ પોતાના બેટથી જવાબ આપે છે. 

દરેક જગ્યા પર રાહુલ સાથે નહીં જઈ શકે 
સુનીલને હાલમાં જ પુછવામાં આવ્યું હતું કે તે દીકરી આથિયાને શું સલાહ આપવા માંગે છે. જવાબમાં સુનીલે જણાવ્યું- મેં આથિયાને હંમેશા ફેલિયરને સહન કરવાની વાત શીખવાડી છે. બીજી વાત એ છે કે પોતાના પાર્ટનર પર આંખ બંધ કરીને વિશ્વાસ કરો. 

ત્રીજી વાત એ છે કે રાહુલ એક એથલીટ છે. તેને હંમેશા એક જગ્યાથી બીજી જગ્યા જવું પડશે. તુ તેની સાથે દરેક જગ્યા પર ન જઈ શકે. તેની સાથે હંમેશા ઉભી રહો. કારણ કે પ્લેયર્સની લાઈફમાં પણ ઉતાર-ચડાવ આવે છે. 

સુનીલે આગળ કહ્યું- જ્યારે કોઈ પ્લેયર રન મારે છે તો તે પછી અલગ દુનિયામાં હોય છે. હું પોતાના સમયમાં સુનીલ ગાવસ્કરને પોતાનો હીરો માનતો હતો. આજે પણ તે અમારા હીરો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ