બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / Sundarkand's speaker Ashwin Pathak, Mahant Jayaramdas Maharaj expressed grief

વિવાદ વકર્યો / 'હનુમાનજીને નીચા બતાવી શું સાબિત કરવા માંગે છે..' સુંદરકાંડના વક્તા અશ્વિન પાઠક, મહંત જયરામદાસ મહારાજે વ્યક્ત કર્યું દુખ

Vishal Khamar

Last Updated: 08:49 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુરમાં હનુમાનજીનું અપમાન કરવાને લઈ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે સાધુ-સંતો લડાયક મૂડમાં આવી ગયા છે. આ બાબતે કટાવધામનાં મહંત જયરામદાસ મહારાજે કહ્યું કે હવે ગુજરાતનાં સંતોએ હવે એક થવાની જરૂર છે.

  • સાળંગપુર મંદિરમાં હનુમાનજીનાં ચિત્ર વિવાદ મામલો
  • હવે  ગુજરાતના સંતો હવે એક થવાની જરૂર છેઃ મહંત જયરામદાસ મહારાજ
  • સાધુ સમાજ દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવ્યાનો વિવાદ હવે ધીમે ધીમે વધુ વિવાદિત થતો જાય છે. ત્યારે આ બાબતે સાધુ-સંતો, લોક સાહિત્ય કલાકારો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. જો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીનાં વિવાદિત ચિત્રો જો દૂર કરવામાં નહી આવે તો આગામી સમયમાં આ વિવાદ વધુ વધવાની સંભાવનાઓ છે. 

મહંત જયરામદાસ મહારાજ

 એક સંપ્રદાય હમેશા દેવી દેવતાઓનું અપમાન કરે છેઃ મહંત જયરામદાસ મહારાજ
સાળંગપુર મંદિરમાં હનુમાનજીનાં ચિત્ર વિવાદ મામલે કટાવધામનાં મહંત જયરામદાસજી મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે હવે ગુજરાતનાં સંતોએ હવે એક થવાની જરૂર છે. એક સંપ્રદાય હંમેશા દેવી દેવતાઓનું અપમાન કરે છે. આ સંપ્રદાયનો વિરોધ કરવો જરૂરી છે. અગાઉ પણ આ મુદ્દે મોરારી બાપુએ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે વહેલી તકે આ વિવાદનો અંત આવવો જોઈએ.

વહેલી તકે ચિત્રો દૂર નહી થાય તો રામધૂન કરી વિરોધ નોંધાવીશું
સાળંગપુર હનુમાનજી ચિત્ર વિવાદનો મામલો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ચિત્રને લઈ સાધુ સમાજ દ્વારા રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે વિવાદિત ચિત્રો દૂર કરવા અંગે કલેક્ટરને રજૂઆત કરાઈ છે. ત્યારે વહેલી તકે ચિત્રો દૂર નહી થાય તો રામધૂન કરી વિરોધ નોંધાવીશું. ત્યારે સનાતન ધર્મનાં જયકાર સાથે સાળંગપુર મંદિર મામલે વિરોધ નોંધાવ્યો હતો. 

સનાતન ધર્મના દેવી-દેવતાને નીચા બતાવીને શું સાબિત કરવા માગો છો-અશ્વિન પાઠક
સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંત ચિત્રોનાં વિવાદ મામલે સુંદરકાંડનાં વક્તા અશ્વિન પાઠકે દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે સુંદરકાંડનાં વક્તા અશ્વિન પાઠકે કહ્યું હતું કે, હનુમાનદાદા માત્ર પ્રભુ રામનાં દાસ હોઈ શકે અન્ય કોઈનાં નહી. તેમજ સનાતન ધર્મનાં દેવી-દેવતાને નીચા બતાવીને શું સાબિત કરવા માંગો છે. તાત્કાલિક આ ચિત્રો દૂર કરી આ વિવાદનો ઉકેલ લાવો. તેમજ આવા વિવાદોથી સનાતન ધર્મ વિભાજીત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ