બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sukanya samriddhi yojana invest and get 67 lakh after maturity

તમારા કામનું / સુકન્યા સમૃદ્ધિ યોજના: 15 વર્ષ સુધી પૈસા જમા કરો, દીકરી મોટી થશે અને મળશે 67 લાખ રૂપિયા

Manisha Jogi

Last Updated: 01:18 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. દીકરી લગ્નને લાયક થશે ત્યારે તે ખર્ચ અને તેના ઉચ્ચ શિક્ષાના ખર્ચને માટે તમારે ચિંતા રહેશે નહીં. આ સ્કીમ તમને ગેરેંટેડ ફાયદો આપે છે.

  • કેન્દ્ર સરકારે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી
  • દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચની ચિંતા રહેશે નહીં
  • આ સ્કીમ તમને ગેરેંટેડ ફાયદો આપે છે

 કેન્દ્ર સરકારે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. માતા-પિતા આ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરીને દીકરીઓનું ભવિષ્ય આર્થિક રૂપે સુરક્ષિત કરી શકે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો તો તમારી દીકરી લગ્નને લાયક થશે ત્યારે તે ખર્ચ અને તેના ઉચ્ચ શિક્ષાના ખર્ચને માટે તમારે ચિંતા રહેશે નહીં. આ સ્કીમ તમને ગેરેંટેડ ફાયદો આપે છે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના 21 વર્ષે મેચ્યોર થાય છે. શરૂઆતના 15 વર્ષ સુધી જ પૈસા જમા કરવા પડે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું ખાતુ તેમના માતા પિતાના નામ પર ખુલે છે. જો કોઈ માતા પિતા દીકરીની એક વર્ષની ઉંમરમાં જ દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરે તો એક વર્ષમાં 1,50,000 રૂપિયા જમા થશે. આ પ્રકારે 15 વર્ષમાં 22,50,000 રૂપિયાનું રોકાણ કરશે. જૂના વ્યાજદર અનુસાર આ રકમ પર ગણતરી કરવામાં આવે તો 21 વર્ષે 44,84,534 રૂપિયા વ્યાજ તરીકે મળશે. આ સ્કીમ મેચ્યોર થાય ત્યાં સુધીમાં તમે 67,34,534 રૂપિયા જમા કરી લેશો. 

હાલના ક્વાર્ટર અનુસાર સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારને 8 ટકા વ્યાજ આપી રહી છે. આ યોજનાનો લાભ લેવા માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં જઈને એકાઉન્ટ ઓપન કરાવી શકાય છે. 

યોજના માટે જરૂરી દસ્તાવેજ
- બાળકીનુ જન્મ પ્રમાણપત્ર
- એડ્રેસ પ્રુફ
- આઈડી પ્રુફ
- પાન કાર્ડ
- પાસપોર્ટ
- રાશન કાર્ડ
- લાઈટબિલ
- ડ્રાઈવિંગ લાયસન્સ
- ફોન બિલ
 

સંકળાયેલા મુદ્દાઓ

Sukanya Samriddhi Yojana small saving scheme ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ બચત યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના સ્મોલ સેવિંગ સ્કીમ business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ