બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Suicide attack on Pakistani army convoy, 9 soldiers killed, 17 injured

આત્મઘાતી હુમલો / પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો, 9 જવાનોના મોત, 17 ઘાયલ

Kishor

Last Updated: 09:00 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના માલી ખેલ વિસ્તારમાં આત્મઘાતી હુમલાખોરે સુરક્ષા દળોના કાફલા પર વિસ્ફોટ કર્યો હતો. જેમાં પાક સેનાના 9 જવાનોના મોત થયા છે.

  • પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ ધડાકો
  • 9 જવાનોના મોત થયા હોવાનું સામે આવ્યું 
  • 17થી વધુ જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

પાકિસ્તાન વધુ એક વખત આતંકની આગમાં ભડ ભડ સળગ્યું હતું. જેમાં પાકિસ્તાન ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ ધડાકો થયો હતો. આ મોટી દુર્ઘટનામાં પાકિસ્તાન સેનાના 9 જવાનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તથા 17થી વધુ જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં સોંપો પડી ગયો છે.

હુમલાખોર બાઇકમાં આવ્યા હતો

પાકિસ્તાન ટેલિગ્રાફના અહેવાલ અનુસાર હુમલાખોર બાઇકમાં આવ્યા હતો. તેણે ખૈબર પખ્તુનખ્વાના માલી ખેલ વિસ્તારમાં સુરક્ષા દળોના કાફલા પર આ વારદાતને અંજામ આપ્યો હતો. આ ઘટનનાને લઈને પાકિસ્તાનના કાર્યવાહક પીએમ અનવર ઉલ હક કાકરે બચુએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ મુકતા કહ્યું કે, 'KPKના બન્નું ડિવિઝનમાં થયેલ આતંકવાદી હુમલામાં 9 જવાનોના મોતથી વ્યથિત છું. આ કૃત્ય નિંદનીય છે. મારી સંવેદના મૃતકોના પરિવારજનો અને ઘાયલો સાથે છે.

30 જુલાઈના રોજ થયો હતો આત્મઘાતી હુમલો

આ અગાઉ પણ પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો થયો હતો. એકાદ માસ અગાઉ ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમા જ હુમલાની ઘટના સામે આવી હતી.  30 જુલાઈના રોજ આત્મઘાતી હુમલાખોરે રાજકીય પક્ષની બેઠકમાં ધડાકો કર્યો હતો. આ ઘટનામાં 54 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ