બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / suhagraat pe dulhan ka ghunghat

ચોંકાવનારી ઘટના / ભઈ સોશિયલ મીડિયાની પ્રેમિકાને પરણ્યો, સુહાગરાતે ઘૂંઘટ ઉઠાવતાં પાડી ઉઠ્યો ચીસ, ઊંઘ થઈ હરામ

Hiralal

Last Updated: 10:54 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના હરિદ્વારમાં એક પતિ સાથે લગ્નમાં જબરી છેતરપિંડી થઈ ગઈ. છોકરી સાથે નહીં પણ એક કિન્નર સાથે તેના લગ્ન કરી દેવાયા.

  • સુહાગરાતે કમરામાં બની અજીબ ઘટના
  • દુલ્હનનું મોં જોઈને દુલ્હેરાજા ચીસ પાડી ઉઠ્યાં
  • દુલ્હન નહોતી કિન્નર હતો
  • સાત દિવસ ઊંઘી ન શક્યા વરરાજા

વર-વધૂ, લગ્ન-જાન અને લગ્નની રાત પહેલા દુલ્હનના ભાગી જવાની ઘણી ઘટનાઓ તમારી જાણમાં આવી હશે પરંતુ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના લક્સરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે, જે બાદ પરિવારના તમામ સભ્યોના હોશ ઉડી ગયા છે.

સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ બાદ યુવકે લવ મેરેજ કર્યા
સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ બાદ યુવકે લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ વરરાજા સુહાગરાતના મીઠા સપના જોઈ રહ્યાં હતા પરંતુ તેને ખબર નહોતી કે એવું બનવાનું છે કે તે જિંદગીમાં નહીં ભૂલી શકે. દુલ્હન તેના પતિના રૂમમાં આવી હતી. પરંતુ જ્યારે વરરાજાએ દુલ્હન સાથે વાત કરવાની કોશિશ કરી તો તેણે ના પાડી દીધી. યુવકના જણાવ્યા મુજબ લગ્ન બાદ પત્નીએ જાતજાતના બહાના બનાવીને તેની સાથે સંબંધ બાંધવાની ના પાડતી રહી હતી. 

સુહાગરાતે ખબર પડી પત્ની મહિલા નહીં કિન્નર છે 
યુવક પહેલા તો તેની વાત પર વિશ્વાસ કરતો રહ્યો, બાદમાં તેને શંકા પડી હતી અને પોતાની પત્ની મહિલા નહીં પરંતુ ટ્રાન્સજેન્ડરે છે એવું જાણમાં આવતા દુલ્હાના હોશ ઉડી ગયા હતા.  આ કેસમાં કોર્ટના આદેશ બાદ પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર પરિચિત અને પ્રેમ બાદ લક્સરના યુવકે લક્સરમાં હરિયાણાની કથિત યુવતી સાથે લગ્ન કર્યા હતા. મહિનાઓ પછી ખબર પડી કે પત્ની ટ્રાન્સજેન્ડર છે. જ્યારે તેણે છૂટાછેડા માંગ્યા તો ટ્રાન્સજેન્ડરે 5 લાખ રૂપિયાની માંગ કરી હતી. લગભગ એક વર્ષ પહેલા તેને એક યુવતીના ફોટો અને નામથી બનાવેલા એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. ત્યાર બાદ યુવક અને યુવતી વચ્ચે પહેલી વાતચીત શરૂ થઈ. સમય જતાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. આ પછી યુવતીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેણે કહ્યું કે તેના માતા-પિતા લગ્ન કરવા માટે તૈયાર છે. આ વાત પર યુવકે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરીને તેમને લવ મેરેજ માટે તૈયાર કર્યા હતા. આ પછી, તેઓએ બંને પરિવારોની સંમતિથી લગ્ન કર્યા અને સુહાગરાતે પતિને ખબર પડી કે તેની પત્ની ટ્રાન્સજેન્ડર છે. 

પોલ ખૂલી જતા ટ્રાન્સજેન્ડરે યુવક પાસે માગ્યા 5 લાખ 
આ અંગે યુવકે તેને તેના ઘરે પરત મોકલી દીધી હતી, તેમજ તેની અને તેના પરિવારજનો સાથે વાત કરી છૂટાછેડાની માંગણી કરી હતી. આરોપ છે કે છૂટાછેડાના બદલામાં ટ્રાન્સજેન્ડર અને પરિવારે તેની પાસે 5 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ યુવાનના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે તેણે તેની સાથે છેતરપિંડી કરીને લગ્ન કર્યા હતા.

પતિ સાત દિવસ સુધી ઊંઘી ન શક્યો 
પત્ની કિન્નર તરીકે સાબિત થતા પતિનું જીવવું પણ હરામ થઈ ગયું હતું. અત્યાર સુધી તો તેને પ્રેમિકા અને પછી પત્ની માનીને ચાલી રહ્યો હતો પરંતુ સુહાગરાતે ભાંડો ફૂટતા પતિ તે પછી સાત દિવસ સુધી ઊંઘી શક્યો નહોતો એટલો બધો તેને આઘાત લાગ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ