બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Sudha Murthy nominated for Rajya Sabha, PM Modi tweeted the information

BIG BREAKING / કોણ છે સુધા મૂર્તિ? જેઓને રાજ્યસભા માટે કરાયા નામાંકિત, PM મોદીએ ટ્વિટ કરીને આપી જાણકારી

Megha

Last Updated: 01:32 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

Sudha Murty Nominated To Rajya Sabha: ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવી હતી.

આ વિશે ટ્વિટ કરતાં પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે 'રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમનું યોગદાન અનુપમ અને પ્રેરણાદાયી રહ્યું છે. સુધા મૂર્તિની રાજ્યસભામાં હાજરી એ મહિલા શક્તિ માટે સન્માન હશે. ભારતના ભવિષ્યને ઘડવામાં મહિલાઓએ કેવી રીતે યોગદાન આપ્યું છે તેનું આ ઉદાહરણ હશે.' 

વધુ વાંચો: કોંગ્રેસની 40 બેઠકો માટે ઉમેદવારો નક્કી, આજે બહાર પડશે પ્રથમ યાદી! જાણો રાહુલ ગાંધી ક્યાંથી લડશે ચૂંટણી

જણાવી દઈએ કે 73 વર્ષીય સુધા મૂર્તિ એન્જિનિયર છે અને લેખક પણ છે. સાથે જ તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1950ના રોજ શિગાંવમાં થયો હતો. તેમના પતિનું નામ નારાયણ મૂર્તિ છે, જેઓ ઈન્ફોસિસના સહ-સ્થાપક છે. બંનેએ 1978માં લગ્ન કર્યા હતા. સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ