બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / Lok Sabha Election 2024 Congress candidates decided on 40 seats, first list will come today

Lok Sabha Election 2024 / કોંગ્રેસની 40 બેઠકો માટે ઉમેદવારો નક્કી, આજે બહાર પડશે પ્રથમ યાદી! જાણો રાહુલ ગાંધી ક્યાંથી લડશે ચૂંટણી

Megha

Last Updated: 08:25 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત છે, જ્યારે પ્રિયંકા વાડ્રા પર હજુ પણ સસ્પેન્સ છે.

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચૂંટણી પંચ ટૂંક સમયમાં તારીખો પણ જાહેર કરશે, એવામાં અત્યારે દરેક રાજકીય પક્ષોએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ પાર્ટી પણ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ચાલુ છે, ત્યારે પાર્ટીના ટોચના નેતૃત્વએ આજે ​​લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર વિચાર મંથન કર્યું. 

કૃષિ કાયદા : કોંગ્રેસ આજે રાજભવનોને ઘેરશે, રાહુલ ગાંધી દિલ્હીમાં કરશે વિરોધ  પ્રદર્શન | congress gehrao to rajbhavans in protest against agricultural  law today

મળતી માહિતી અનુસાર કોંગ્રેસ શુક્રવારે એટલે કે આજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસની પ્રથમ યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. અહેવાલ છે કે પાર્ટીએ 40 બેઠકો માટે ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે, જેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.

રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત છે, જ્યારે પ્રિયંકા વાડ્રા પર સસ્પેન્સ છે. કોંગ્રેસ હજુ સુધી ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો - અમેઠી અને રાયબરેલી પર ઉમેદવારો નક્કી કરી શકી નથી.

કોંગ્રેસ CECની બેઠકમાં કેરળની તમામ 16 બેઠકો માટેના ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. એવા સમાચાર છે કે પાર્ટી તેલંગાણા અને કર્ણાટકમાં મોટાભાગે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, ચૂંટણી સમિતિમાં સામેલ અન્ય ઘણા નેતાઓ, ચૂંટણી સમિતિના પ્રભારીઓ હાજર રહ્યા હતા. ખડગેની અધ્યક્ષતામાં CECની બેઠકમાં ચર્ચા દરમિયાન 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 60 લોકસભા બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી.  

સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટરમાં કર્યો બદલાવ... લખ્યું,  Dis'Qualified MP I rahul gandhi changed his twitter bio to 'disqualified MP'

કોંગ્રેસે હજુ સુધી સામાન્ય ચૂંટણી માટે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તાજેતરમાં લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભાજપ ટૂંક સમયમાં બીજી યાદી બહાર પાડી શકે છે, જેમાં અન્ય ઘણા મોટા નામો સામેલ હોઈ શકે છે. 

વધુ વાંચો: ગુજરાત કંઈ પાકિસ્તાન નથી...: મહારાષ્ટ્રના રાજકારણમાં એવું તો શું થયું કે ફડણવીસે આપ્યું આવું નિવેદન?

જાણીતું છે કે ભાજપે પ્રથમ યાદીમાં અનેક વરિષ્ઠ નેતાઓની ટિકિટો રદ્દ કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં કયા દિગ્ગજ નેતાઓના નામ સામેલ થશે અને કયા નેતાઓની ટિકિટ કપાઈ શકે છે તે જોવું રસપ્રદ રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ