બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Subramanian Swamy says Qatar released ex soldiers because of Shah Rukh Khan, not PM Modi, King Khan gives clarification

પ્રતિક્રિયા / દિગ્ગજ નેતાએ કહ્યું PM મોદી નહીં શાહરુખ ખાનના લીધે કતારે પૂર્વ સૈનિકોને છોડ્યા, કિંગ ખાને આપી સ્પષ્ટતા

Megha

Last Updated: 12:12 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કતારમાંથી 8 પૂર્વ નેવી સૈનિકોને પરત ફર્યા એ વાત પર ટિપ્પણી કરતાં ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે પીએમ મોદીએ નૌસૈનિકોને છોડાવવા માટે શાહરૂખ ખાનની મદદ લીધી છે.

  • ભાજપના નેતાએ કહ્યું નેવી સૈનિકોને છોડાવવામાં શાહરૂખ ખાનની મદદ લીધી!
  • લોકો પૂછી રહ્યા છે કે વડાપ્રધાને એક અભિનેતાની મદદ કેમ લેવી પડી? 
  • એવામાં હવે શાહરૂખ ખાન તરફથી એક નિવેદન સામે આવ્યું છે. 

બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. ગયા વર્ષે એમની તેની બ્લોકબસ્ટર ફિલ્મને કારણે ચર્ચાની વિષય બન્યા હતા અને હવે કતારમાં કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ નેવી સૈનિકો પરત ફર્યા એ માટે સમાચારમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નૌકાદળના તે પૂર્વ અધિકારીઓને છોડાવવા પાછળ શાહરૂખનો હાથ છે.

8 પૂર્વ નેવી સૈનિકોને છોડાવવામાં શાહરૂખ ખાનની મદદ લીધી 
કતારમાંથી મુક્ત થયા બાદ, 8માંથી 7 ભૂતપૂર્વ મરીન 12 ફેબ્રુઆરીની રાત્રે ભારત પહોંચ્યા હતા એ વિશે વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી. એવામાં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટિપ્પણી કરી છે. જેમાં એમને દાવો કર્યો હતો કે પીએમ મોદીએ કતારના 8 પૂર્વ મરીનને છોડાવવા માટે શાહરૂખ ખાનની મદદ લીધી છે. 

એ બાદથી સતત લોકો પૂછી રહ્યા છે કે વડાપ્રધાને એક અભિનેતાની મદદ કેમ લેવી પડી? જો કે હવે આ સમગ્ર મામલે શાહરૂખ ખાનની પ્રતિક્રિયા આવી છે. તેમણે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે તેમને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી.

મોદીએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી હતી!
13 ફેબ્રુઆરીની સવારે પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે તે આગામી બે દિવસ સુધી UAE અને કતારના પ્રવાસે જશે. અહીં તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે, જેથી તે દેશો સાથે ભારતના સંબંધો સુધરે. પીએમ મોદીએ એમ પણ લખ્યું કે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ તેમની સાતમી UAE મુલાકાત હશે. આ ટ્વીટના કોમેન્ટ બોક્સમાં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું- ''મોદીએ બૉલીવુડના સ્ટાર શાહરૂખ ખાનને પણ તેમની સાથે કતાર લઈ જવા જોઈએ. વિદેશ મંત્રાલય અને NSA કતારના શેખને મનાવવામાં નિષ્ફળ જતાં મોદીએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી હતી.''

શાહરૂખ ખાન તાજેતરમાં કતાર ગયા હતા 
શાહરૂખ ખાનનું નામ આ કેસ સાથે જોડાયું કારણ કે તે પણ તાજેતરમાં કતાર ગયા હતા. તેઓ ત્યાં કતારના વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને પણ મળ્યા હતા. જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. તે પછી સુબ્રમણ્યમ સ્વામીનું ટ્વીટ આવ્યું, જેમાં શાહરૂખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સ્વામીના આ ટ્વિટ બાદ આ સમાચાર વાયરલ થયા હતા. 

આ દાવા પાયાવિહોણા છે 
એવામાં હવે શાહરૂખ ખાન તરફથી એક નિવેદન સામે આવ્યું હતું જેમાં લખ્યું હતું કે“કતારમાંથી ભારતીય નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકાને લઈને કેટલાક અહેવાલો ચર્ચામાં છે. આમાં શાહરુખની સંડોવણી અંગે જે પણ દાવા કરવામાં આવી રહ્યા છે તે પાયાવિહોણા છે. નૌસૈનિકોના રિલીઝને સારી રીતે પાર પાડવાનો સંપૂર્ણ શ્રેય માત્ર ભારત સરકારના અધિકારીઓને જાય છે. શાહરૂખ ખાન આ બાબત સાથે કોઈપણ રીતે જોડાયેલો નથી. અન્ય ભારતીયોની જેમ શાહરૂખ ખાન પણ ખુશ છે કે નેવી ઓફિસર્સ તેમના ઘરે સુરક્ષિત પાછા ફર્યા છે.' 

આવી સ્થિતિમાં સુબ્રમણ્યમ સ્વામીની વાતનું ખુદ શાહરૂખ ખાને ખંડન કર્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ દાવાના સમર્થનમાં ન તો અન્ય કોઈ ટ્વિટ કર્યું છે કે ન તો અન્ય કોઈ પુરાવા રજૂ કર્યા છે. આમ, નેવી અધિકારીઓને છોડાવવામાં શાહરૂખ ખાનની કોઈ ભૂમિકા હોવાનો દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ