બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / study finds climbing 50 stairs a day can significantly reduce heart disease risk

રિસર્ચ / હાર્ટની બીમારીથી મેળવવો છે છૂટકારો? તો રોજ 50 સીડીઓ ચડવાનું શરૂ કરી દો, પછી જુઓ પરિણામ

Arohi

Last Updated: 01:53 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Disease Risk: એક નવી સ્ટડી હાલ ચર્ચામાં છે. એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે દરરોજ 50 સીડીઓ ચડવાથી હાર્ટની બીમારીનો ખતરો ઓછો થાય છે.

  • હાર્ટને લઈને નવી સ્ટડી હાલ ચર્ચામાં
  • દરરોજ ચડો 50 સીડીઓ
  • હાર્ટની બીમારીઓનો ખતરો થશે ઓછો 

એક સ્ટડી અનુસાર દરરોજ 50 સીડીઓ ચડવાથી હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. રિપોર્ટ અનુસાર 50 સીડીઓ ચડવાથી લગભગ 20 ટકા હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. 

સીડીઓ ચડવી હાર્ટ માટે ફાયદાકારક? 
સ્ટ્રેસ, કોરોનરી આર્ટરીની બીમારી, એથેરોસ્ક્લોરોટિક હાર્ટની બીમારી, દુનિયાભરમાં મોતનું કારણ છે. એક રિપોર્ટ અનુસાર ઝડપથી સીડીઓ ચડવી ર્ડિયોરેસ્પિરેટરી ફિટનેસ અને લિપિડ પ્રોફાઈલમાં સુધાર માટે એક સરળ રીત છે. એવા લોકો જે એક્સરસાઈઝ કે જીમ નથી કરતા. એએસસીવીડીની બીમારીથી બચવું છે તો સીડી ચડવું ખૂબ જ સારૂ માનવામાં આવે છે. 

હાર્ટની બીમારીઓનું રિસર્ચ 
રિસર્ચરે રિસર્ચને એક યોગ્ય દિશા આપવા માટે યુકે બાયોબેંકના ડેટાનો ઉપયોગ કર્યો. જેમાં 4,50,000 વયસ્તો શામેલ હતા. તેમાં શામેલ લોકોની હાર્ટની બીમારીની જાણકારી મેળવવા માટે પહેલા તેમને હૃદય રોગના પારિવારિક ઈતિહાસ, જાણીતા જોખમ પરિબળો અને આનુવંશિક જોખમ પરિબળોના આધાર પર મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.  

લાઈફસ્ટાઈલ અને સીડીઓ ચડવાની આવૃત્તિ પર એક સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું. જેનો સરેરાશ સમયગાળો 12.5 વર્ષ હતો. આ રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દરરોજ વધારેમાં વધારે સીડીઓ ચડે છે તેમને હૃદયની બીમારીનું જોખમ ઓછુ થાય છે. 

આ રિસર્ચ ઈંગ્લેન્ડમાં કર્યુ 
નિષ્ણાંત અનુસાર સીડીઓ ચડવાથી જમીન પર ચાલવાની તુલનામાં વધારે ફાયદો થાય છે કારણ કે વધારે મસલ્સ, સંતુલન અને સકલ મોટર કૌશલના ઉપયોગની જરૂર હોય છે. તે આગળ કહે છે કે સીડીઓ ચડવાથી હૃદય સંબંધી એક્ટિવિટી થાય છે. 

આજ કારણ છે કે આ એક્ટિવિટી કરતી વખતે લોકોને શ્વાસની તકલીફ થાય છે. હકીકતે જ્યારે તમે સીડી ચડો છો તો હાર્ટની એક્ટિવિટી વધી જાય છે તેમાં જરૂરી પ્રમાણમાં ઓક્સીજન પહોંચે છે. જેનાથી હાર્ટની બીમારી, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઓછો થઈ જાય છે અને હાર્ટ સ્વસ્થ્ય રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ