બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / story-ipl-2021-rcb-vs-mi-royal-challengers-bangalore-beat-mumbai-indians-by-two-wickets-ab-de-villiers-makes

ક્રિકેટ / IPL 2021ની પ્રથમ મેચમાં RCB જીત્યું, મુંબઇને 2 વિકેટથી આપ્યો પરાજય

Nirav

Last Updated: 12:36 AM, 10 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ની ઉદઘાટન મેચ રમવામાં આવી હતી. 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મેચ 2 વિકેટે જીતી લીધી હતી.

  • IPL 2021ની પ્રથમ મેચ આજે ચેન્નાઈમાં રમાઈ હતી 
  • મુંબઈ અને બેંગલોર વચ્ચે રમાઈ હતી આજની મેચ 
  • આજની મેચમાં RCBએ નજીકના અંતરથી મેળવી જીત 

આ મેચમાં RCB એ 20 મી ઓવરના અંતિમ બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. એબી ડી વિલિયર્સે 48 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. RCB તરફથી ગ્લેન મેક્સવેલે 39 રન બનાવ્યા. તે જ સમયે, વિરાટ કોહલીએ 33 રનનું યોગદાન આપ્યું હતું. કોહલીની વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રિત બુમરાહ અને માર્કો જેનસેને બે-બે વિકેટ ઝડપી હતી. કોહલી અને વોશિંગ્ટન RCBની ઓપનિંગ કરવા માટે આવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 36 રનની ભાગીદારી નોંધાઈ હતી.

મુંબઈને ક્રિસ લિન ફળ્યો, બનાવ્યા સૌથી વધુ રન 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મુંબઇ ઇન્ડિયન્સે આઠ વિકેટે 159 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ઓપનર ક્રિસ લિને સૌથી વધુ 49 રન બનાવ્યા. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે 27 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ અગાઉ IPLના ઇતિહાસમાં કોઈ અન્ય બોલરે આ સિદ્ધિ નથી મેળવી. તેના સિવાય મોહમ્મદ સિરાજે (ચાર ઓવરમાં 22 રન) અને કાયલ જેમ્સને (27 રનમાં એક વિકેટ) પણ સારી બોલિંગ કરી હતી.

ઓપનર ક્રિસ લિન અને સૂર્યકુમાર યાદવ વચ્ચે બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી નોંધાઈ હતી. લિને 35 બોલમાં 49 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં તેણે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે 23 બોલમાં 31 રન બનાવ્યા હતા. તેણે તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.RCBના બોલરોએ ફિલ્ડરોની કોઈ મદદ ન મળી હોવા છતાં બેટ્સમેનોને દબાણમાં રાખ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા અંતિમ ચાર ઓવરમાં ફક્ત 25 રન બનાવ્યા હતા. પટેલે ઇનિંગની અંતિમ ઓવરમાં માત્ર એક રન આપ્યો હતો અને ત્રણ વિકેટ લીધી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ સારી શરૂઆત કરી હતી.

રોહિત શર્મા વહેલો આઉટ થઈ ગયો 

સુકાની રોહિત શર્મા (15 બોલમાં 19) એ યુઝવેન્દ્ર ચહલ (ચાર ઓવરમાં 41 રન) ની ચોથી ઓવરમાં એક સિક્સર ફટકારી હતી, પરંતુ તે લિન સાથેની અસમંજસમાં તરત જ આઉટ થઈ ગયો હતો. સૂર્યકુમારને કાયલ જેમ્સને આઉટ કર્યો. તેણે સૂર્યકુમારને વિકેટકીપર એબી ડી વિલિયર્સના હાથે કેચ કરાવ્યો. હાર્દિક પંડ્યા (10 બોલમાં 13 રન) પણ કઈં ખાસ કરી શક્યો નહીં. તેના આઉટ થયા બાદ પટેલે ઇશાન કિશનને (19 બોલમાં 28) પણ LBW અને કૃણાલ પંડ્યા (સાત) અને કિઅરન પોલાર્ડ (સાત) ને બાઉન્ડ્રી લાઇન પર કેચ કરાવ્યા હતા. માર્કો જેન્સને પટેલને હેટ્રિક લેવા દીધી નહતી પરંતુ તે પણ આગલી બોલ પર બોલ્ડ થઈ ગયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2021 Mumbai Indians RCB Royal Challengers Bangalore બેંગલોર મુંબઈ Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ