બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / story covid self testing kit coviself will be available in the market know the price

તમારા કામનું / હવે મેડિકલ સ્ટોર પર મળશે કોરોના ટેસ્ટ કિટ : જાણો કેટલી હશે કિંમત

Dharmishtha

Last Updated: 09:08 AM, 21 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમ આઈસોલેશન ટેસ્ટિંગ કિટ COVISELF હવે આવતા અઠવાડિયાના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થશે.

  • COVISELF અઠવાડિયાના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થશે
  •  ઉત્પાદકોએ ભારતમાં 90 ટકા પીન કોર્ડ્સ સુધી પહોંચવાનું લક્ષ્ય
  • કોવિસેલ્ફ કિટની કિંમત 250 રુપિયા હશે

 COVISELF અઠવાડિયાના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થશે

હવે લોકો ઘરે કરી શકશે. રેપિડ એન્ટિજેન ટેસ્ટ માટે એક ટેસ્ટ કિટને ICMRની મંજૂરી મળી ગઈ છે. આ કિટના માધ્યમથી લોકો ઘરમાં જ નાકના માધ્યમથી કોરોનાના સેમ્પલ લઈ શકે છે. હોમ આઈસોલેશન ટેસ્ટિંગ કિટ  COVISELF હવે આવતા અઠવાડિયાના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થશે. પુણેની  LAB DISCOVERY SOLUTION LTD કંપનીને ઓર્થોરાઈઝ કરવામાં આવી છે. કંપનીના ડાયરેક્ટર સુજીત જૈને ન્યૂઝ એજન્સી એએનઆઈને આ જાણકારી આપી છે.

 ઉત્પાદકોએ ભારતમાં 90 ટકા પીન કોર્ડ્સ સુધી પહોંચવાનું લક્ષ્ય

આ પહેલી હોમ ટેસ્ટિંગ કિટ છે જેને દેશમાં ઉપયોગ માટે આઈસીએમઆરએ મંજૂરી આપી છે. ઉત્પાદકોએ ભારતમાં 90 ટકા પીન કોર્ડ્સ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યુ છે.  જ્યારે ઓનલાઈન પણ ખરીદી શકાશે. આવનારા અઠવાડીયાના અંત સુધીમાં  આ દવાની 7 લાખ દુકાનો અને અમારા ઓનલાઈન ફાર્મસી પાર્ટનર્સની પાસે ઉપલબ્ધ હશે.  આઈસીએમઆરના ડીજી ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે હોમ ટેસ્ટિંગ માટે 1 કંપનીએ પહેલા આવેદન કરી દીધું છે તો 3 અન્ય કંપનીઓ પાઈપલાઈનમાં છે એક સપ્તાહની અંદર વધુ 3 કંપનીઓ હશે. જે હોમ ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ કરાવશે.

કોવિસેલ્ફ કિટની કિંમત 250 રુપિયા હશે

કોવિસેલ્ફ કિટની કિંમત 250 રુપિયા હશે. જેમાં ટેક્સ સામેલ છે. કિટને સાથે એક મૈન્યૂલ હશે જેમાં જણાવવામાં આવ્યુ છે કે કોઈ સ્વાસ્થ્યકર્મીની મદદ માટે તમે કેવી રીતે પોતાની તપાસ કરી શકો છે. જો કે આ રેપિડ એન્ટિજન ટેસ્ટ છે.  જેમાં ફક્ત નેજલ સ્વૈબની જરુર રહેશે. ટેસ્ટમાં ફક્ત 2 મિનિટનું સમય લાગશે અને 15 મિનિટની અંદર તમને પરિણામ મળી જશે. પોઝિટિવ રિપોર્ટ પણ તેનીથી ઘણી વહેલા આવી જશે. જો રિપોર્ટ 20 મિનિટ બાદ આવે તો તેને અયોગ્ય માનવામાં આવશે.

આ કિટથી પોઝિટીવ આવ્યા તો તેમની સારવાર શરુ કરી દેવાશે

કોરોના સેલ્ફ ટેસ્ટિંગ કિટ ભારત માટે નવું છે પરંતુ બીજા દેશોમાં આ પહેલાથી હોમ ટેસ્ટિગ કિટ વપરાય છે. મંજૂરી બાદ ICMRની તપાસને લઈને એડવાઈઝરી જારી કરી છે આમાં કહેવામાં આવ્યુ છે કે તે લોકો જેમને લક્ષણો નજરે પડી રહ્યા છે હાલમાં સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે તેમણે ટેસ્ટ કરવો જોઈએ. સાથે ICMRએ કહ્યુ કે કોઈ કારણ વગર તપાસની સલાહ ન આપી શકાય.જો આ કિટથી પોઝિટીવ આવ્યા તો તેમની સારવાર શરુ કરી દેવામાં આવશે. તેમને અન્ય કોઈ ટેસ્ટ કરાવવાની જરુર નથી.

લેબની ઉત્પાદન ક્ષમતા 70 લાખ ટેસ્ટ કિટ પ્રતિ સપ્તાહ

માય લેબની હાલની ઉત્પાદન ક્ષમતા 70 લાખ ટેસ્ટ કિટ પ્રતિ સપ્તાહ છે. 14 દિવસની અંદર કંપની ક્ષમતાને 1 કરોડ સુધી વધારવા માંગે છે. રેન્ડમ ટેસ્ટમાં ઔસતમ 400 રુપિયાનો ખર્ચ આવે છે તો આરટીપીસીઆર ટેસ્ટ માટે લગભગ 800 રુપિયાનો ખર્ચ કરવો પડે છે.

એપલ સ્ટોરથી મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે હોમ ટેસ્ટિંગ ફક્ત સિમ્પ્ટોમેટિક દર્દી માટે છે. સાથે જે લોકો લેબમાં કન્ફોર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય . હોમ ટેસ્ટિંગ કમ્પનીએ સૂચવેલા મેન્યૂઅલ રીતથી થશે. હોમ ટેસ્ટિંગ માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ એપના માધ્યમથી પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ મળશે.

કોણ કરી શકે છે તપાસ

મંજૂરી બાદ ICMRની તપાસને લઈને એડવાઈઝરી જારી કરી છે આમાં કહેવામાં આવ્યુ છે કે તે લોકો જેમને લક્ષણો નજરે પડી રહ્યા છે હાલમાં સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે તેમણે ટેસ્ટ કરવો જોઈએ. સાથે ICMRએ કહ્યુ કે કોઈ કારણ વગર તપાસની સલાહ ન આપી શકાય.

આ સિસ્ટમથી મેળવી શકાશે રિપોર્ટ

જે લોકો હોમ ટેસ્ટિંગ કરશે તેમણે ટેસ્ટ strip ફોટો પાડવાનો રહેશે અને તે ફોનથી તસવીર લેવાની રહેશે જે મોબાઈલમાં એપ ડાઉનલોડ છે. મોબાઈલ ફોન પર ડેટા સીધો ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થશે. દર્દીની પ્રાઈવસી યથાવત રહેશે. આ ટેસ્ટના માઘ્યમથી જેમનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તેમને પોઝિટિવ માનવામાં આવશે. તેમને અન્ય કોઈ ટેસ્ટની જરુર નહીં પડે.

આ પણ છે નિયમ

જે લોકો પોઝિટિવ હશે તેમને હોમ આઈસોલેશને લઈને ICMR અને હેલ્થ મિનિસ્ટ્રીની ગાઈડલાઈનને માનવી પડશે. લક્ષણ વાળા દર્દીઓનું પરિણામ નેગેટિવ આવે  તો તેમણે RTPCR કરાવવું પડશે. તમામ રેપિડ એન્ટિજન નેગેટિવ સિમ્પ્ટોમેટિક લોકોને સસ્પેક્ટેડ કોવિડ કેસ માનવામાં આવશે અને જ્યાં સુધી RTPCRનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી તેમને હોમ આઈસોલેશનમાં રહેવુ પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

COVISELF Coronavirus કોરોના વાયરસ કોવિસેલ્ફ કિટ COVISELF
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ