બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / stand with nupur sharma in meeting of kashi dharma parishad

BIG NEWS / કાશી ધર્મ પરિષદમાં નૂપુર શર્માને મળ્યો સંત સમાજનો સાથ, 16 પ્રસ્તાવ પાસ કરી રસ્તા પર ઉતરશે સંતો

Pravin

Last Updated: 03:29 PM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પયગંબર મહોમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરનારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પણ હવે આ મામલે નૂપુર શર્માને સંતોનો પણ સાથ મળ્યો છે.

  • નૂપુર શર્માની વિવાદીત ટિપ્પણી બાદ દેશભરમાં હોબાળો
  • સંત સમાજ નૂપુર શર્માના સમર્થનમાં આવ્યો
  • શુક્રવારે થયેલી હિંસા બાદ સંત સમાજે લીધો આ નિર્ણય

પયગંબર મહોમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરનારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પણ હવે આ મામલે નૂપુર શર્માને સંતોનો પણ સાથ મળ્યો છે. સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે, નૂપુર શર્માને ધમકી આપનારા લોકોની ધરપકડ થાય. તેની સાથે જ સંતોએ કહ્યું કે, શુક્રવારે જે રીતે હિંસા થઈ છે, તે બાદ હવે સંત સમાજ ચૂપ નહીં બેસે. રસ્તાઓ પર ઉતરશે. હકીકતમાં વારાણસીમાં શુક્રવારે કાશી ધર્મ પરિષદની બેઠકમાં શુક્રવારની નમાઝ બાદ થયેલી હિંસા પર સંતોએ નારાજગી વ્યક્ત કરી છે. આ બેઠકમાં સંતોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી માગ કરી છે કે, આવી અરાજકતા ફેલાવનારા લોકની પાછળ રહેલા ષડયંત્રકારીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ.

હિન્દુ ધર્મને બચાવવા માટે સંતો રસ્તાઓ પર ઉતરશે

કાશીમાં સુદામા કુટી હરતીરથમાં પાતાલપુરી મઠના પીઠાધીશ્વર મહંત બાલક દાસની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કાશી મઠના પીઠાધીશ્વર, સંત મહંત તથા સમાજસેવીની હાજરીમાં 16 પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા, જેમાં આ વાતનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશને બચાવવા માટે સંતો રસ્તા પર ઉતરશે અને દેશદ્રોહીઓને ખુલ્લા પાડશે. આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, જે રીતે કટ્ટરપંથી દેશને અશાંતિ તરફ લઈ જઈ રહ્યા છે, તેના માટે ધર્મના રક્ષકોને આગળ આવવું પડશે.

હિન્દુ ભગવાનની મજાક ઉડાવનારા પર કાર્યવાહી થાય

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, તમામ અખાડા, તમામ સંપ્રદાયોના પ્રમુખો સાથે પ્રસ્તાર સરકારને મોકલવામાં આવશે અને કટ્ટરપંથીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવશે. સંતોનું કહેવુ છે કે, પથ્થરબાજી અને હિંસા માટે જવાબદાર વ્યક્તિ અને સંગઠન પર લગામ લગાવામાં આવે અને જે લોકો તેમાં સામેલ છે, તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવે. બેઠકમાં સંતોનું કહેવુ છે કે, હિંસા પાછળના ષડયંત્રનો પર્દાફાશ થવો જોઈએ. તેની સાથે જ સંતોએ દેવી દેવતાઓ પર અપમાનજનક ટિપ્પણી કરવાના, ફિલ્મોની મજાક ઉડાવનારાઓને જેલમાં મોકલી દેવા જોઈએ, સંતોએ બેઠકમાં શુક્રવારે રાંચિના હનુમાન મંદિરમાં તોડફોડ અને હુમલાની ટિકા કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ