બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / stampede at mata vaishno devi bhawan on first day of 2022

દુર્ધટના / વૈષ્ણો દેવીના મંદિરમાં નાસભાગનું કારણ આવ્યું સામે, PM મોદીએ સંવેદના વ્યક્ત કરી જાહેર કરી આર્થિક સહાય

ParthB

Last Updated: 10:18 AM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 12 લોકો મોત થયા છે. જ્યારે માતા વૈષ્ણો દેવી હોસ્પિટલમાં ઘાયલ થયેલા 13 લોકોને દાખલ કરવામાં આવ્યા છે

  • વૈષ્ણો દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં 12 લોકોના મોત થયા  
  • રિપોર્ટ અનુસાર કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ 
  • PM મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો 

વૈષ્ણો દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં 12 લોકોના મોત થયા  

જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 26 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર નાસભાગ મચી હતી. નવા વર્ષની શરૂઆતના અવસરે, શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી, જેઓ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના પ્રતિનિધિઓ સ્થળ પર છે.

રિપોર્ટ અનુસાર કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.

અધિકારીઓએ જણાવ્યું હતું કે 12 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા અને મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. માતા વૈષ્ણો દેવી નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત ઓછામાં ઓછા 26 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘણા ઘાયલોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી ANI રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું કે, કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે, 13 લોકો ઘાયલ છે. આ ઘટના સવારે 2.45 વાગ્યે બની હતી. સિંહે કહ્યું કે પ્રારંભિક માહિતી અનુસાર, કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.

PM મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કર્યું

આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું- માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ ઘટના બાદ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને PMNRF તરફથી દરેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. તે જ સમયે, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ અકસ્માત પર ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું- માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની દુર્ઘટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.


બીજી તરફ કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને જમ્મુ અને કાશ્મીરના એલજી મનોદ સિન્હાએ રૂપિયા 10 લાખની સહાય અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે રૂ 2 લાખની સહાય  જાહેર કરી છે. 

હોસ્પિટલના ડોક્ટરો શું બોલ્યા ?

ન્યૂઝ એજન્સી ANI રિપોર્ટ અનુસાર, કટરા સ્થિત હોસ્પિટલના BMO ડૉક્ટર ગોપાલ દત્તે જણાવ્યું કે કટરાના માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે. આ ઘટનામાં દિલ્હી, હરિયાણા, પંજાબના રહેવાસીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા એક વ્યક્તિ પણ જમ્મુ-કાશ્મીરનો છે. તો આ તરફ રિયાસી ખાતેના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં લોકો ઘાયલ થયેલા લોકોનું હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. નાસભાગ બાદ પ્રશાસન અને મેનેજમેન્ટે આગળના આદેશ સુધી યાત્રા રોકી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ