બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સ્ટીવ સ્મિથે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ, 99 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને બન્યો નંબર-1; સચિન-કોહલી દૂર દૂર સુધી નથી

ક્રિકેટ / સ્ટીવ સ્મિથે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ, 99 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને બન્યો નંબર-1; સચિન-કોહલી દૂર દૂર સુધી નથી

Vidhata Gothi

Last Updated: 10:50 AM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Steve Smith creates History: સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 99 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચી દીધો છે. દક્ષિણ આફ્રિકા સામે WTC ફાઇનલના પહેલા દિવસે સ્મિથે શાનદાર અડધી સદી ફટકારીને એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો.

Steve Smith creates history at Lords: 'ક્રિકેટના મક્કા' તરીકે ઓળખાતા લોર્ડ્સના મેદાન પર હાલમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ની ફાઇનલ મેચ રમાઈ રહી છે. પહેલા દિવસે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પોતાનો દબદબો બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. પહેલા બેટિંગ કરતા ટીમે 212 રન બનાવ્યા, ત્યારબાદ દિવસની રમતના અંત સુધીમાં, તેમણે દક્ષિણ આફ્રિકાના 4 બેટ્સમેનોને 43 રનના સ્કોર પર પેવેલિયન મોકલી દીધા. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાનો હીરો સ્ટીવ સ્મિથ રહ્યો, જેણે 112 બોલમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા પણ ફટકાર્યા.

ફાઈનલ મેચના પહેલા દિવસે જયારે ઓસ્ટ્રેલિયાની એક છેડેથી ટપાટપ વિકેટો પડી રહી હતી તો બીજા છેડે સ્ટીવ સ્મિથ ટકીને ઉભા હતા. સ્મિથે બીજા સેશનમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે ઇનિંગની 33મી ઓવરમાં ફાસ્ટ બોલર કાગીસો રબાડાના બોલ પર ફોર ફટકારીને પોતાની ટેસ્ટ કારકિર્દીની 42મી અડધી સદી પૂરી કરી. આ સ્ટાર બેટ્સમેને પોતાનો 51મો રન લેતાની સાથે જ આ મેદાન પર 99 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો અને નવો ઇતિહાસ રચી દીધો. સ્મિથની રેકોર્ડ ઇનિંગના આધારે, ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી ઇનિંગમાં 200 રનનો આંકડો પાર કર્યો. ઓસ્ટ્રેલિયાને સાતમી ઓવરમાં બે મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો. પરંતુ સ્મિથ બીજા છેડે અડગ રહ્યો.

સ્ટીવ સ્મિથે 112 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. સ્ટીવ સ્મિથે આ ઇનિંગથી 99 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચી દીધો છે. ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર મુલાકાતી બેટ્સમેન તરીકે સ્ટીવ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે પોતાના જ દેશના પૂર્વ ખેલાડી વોરેન બાર્ડસ્લેનો મહાન રેકોર્ડ તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી વોરેન બાર્ડસ્લેએ 1909 થી 1926 દરમિયાન લોર્ડ્સમાં 5 ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં 2 સદી અને 2 અડધી સદીની મદદથી 575 રન બનાવ્યા હતા. પરંતુ હવે સ્મિથે વોરેનનો સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે સ્મિથે લોર્ડ્સમાં 591 રન બનાવ્યા છે. તેણે આ સ્થળે 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેની સરેરાશ 59.10 છે.

vtv app promotion

આ પણ વાંચો: RCB સામે થશે કોઈ મોટી કાર્યવાહી? BCCI આ તારીખે નિર્ણય લેશે, આવી મોટી અપડેટ

લોર્ડ્સમાં મહેમાન બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ભારતના સચિન તેંડુલકર અને વિરાટ કોહલી ક્યાંય નથી. સચિને તેની કારકિર્દીમાં લોર્ડ્સમાં એક પણ સદી ફટકારી ન હતી. તેણે અહીં રમાયેલી 5 મેચની 9 ઇનિંગ્સમાં 21.66 ની સરેરાશથી 195 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 37 રન હતો. બીજી તરફ, વિરાટ કોહલીની હાલત સચિન કરતા પણ ખરાબ છે. લોર્ડ્સમાં વિરાટ કોહલીએ 21.16 ની સરેરાશથી ફક્ત 127 રન જ બનાવ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Steve Smith creates History Steve Smith Steve Smith new record LORDS
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ