બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / WTC ફાઇનલમાં આ ખેલાડીએ મચાવી તબાહી, તોડી દીધો જસપ્રીત બુમરાહનો વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટ / WTC ફાઇનલમાં આ ખેલાડીએ મચાવી તબાહી, તોડી દીધો જસપ્રીત બુમરાહનો વર્લ્ડ રેકોર્ડ

Vidhata Gothi

Last Updated: 11:41 AM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kagiso Rabada Best Bowling Strike Rate in Test: સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ ભારતીય બોલર જસપ્રીત બુમરાહનો વર્લ્ડ રેકોર્ડ તોડીને ટેસ્ટ ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવી દીધો છે.

Kagiso Rabada Broke Jasprit Bumrah record: સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ની ફાઇનલ મેચની પહેલી ઇનિંગમાં જબરદસ્ત કહેર વરસાવ્યો. બુધવાર, 11 જૂને લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે તેણે 5 વિકેટ લીધી. આ દરમિયાન કગિસો રબાડાએ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો. રબાડા હવે ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવતો બોલર બની ગયો છે, જેણે રેડ બોલ ક્રિકેટમાં 200 કે તેથી વધુ વિકેટ લીધી છે.

અત્યાર સુધી જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં ઓછામાં ઓછી 200 વિકેટ લઈને શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવતો બોલર હતો, પરંતુ રબાડાએ બુમરાહ પાસેથી આ વર્લ્ડ રેકોર્ડ છીનવી લીધો છે. જોકે, જ્યારે બુમરાહને ટેસ્ટમાં બોલિંગ કરવાની તક મળશે, ત્યારે તે ફરીથી આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. જો હાલમાં કોઈ બોલર પાસે ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ છે, તો તે છે કગિસો રબાડા. તેનો સ્ટ્રાઇક રેટ 39.1 છે, જ્યારે જસપ્રીત બુમરાહનો સ્ટ્રાઇક રેટ 42 છે. 42.3 સ્ટ્રાઇક રેટ સાથે ડેલ સ્ટેન ત્રીજા, 43.4 સ્ટ્રાઇક રેટ સાથે વકાર યુનિસ ચોથા, 46.3ના સ્ટ્રાઇક રેટ પેટ કમિન્સ પાંચમા અને માલ્કમ માર્શલ 46.7ના સ્ટ્રાઇક રેટ સાથે છઠ્ઠા ક્રમે છે.

Vtv App Promotion 1

ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલિંગ સ્ટ્રાઇક રેટ (ઓછામાં ઓછા 200 વિકેટ)

  • 39.1 - કગિસો રબાડા*
  • 42.0 - જસપ્રીત બુમરાહ
  • 42.3 - ડેલ સ્ટેન
  • 43.4 - વકાર યુનુસ
  • 46.3 - પેટ કમિન્સ
  • 46.7 - માલ્કમ માર્શલ

આ પણ વાંચો: સ્ટીવ સ્મિથે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ, 99 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને બન્યો નંબર-1; સચિન-કોહલી દૂર દૂર સુધી નથી

બોલિંગમાં સ્ટ્રાઇક રેટ શું હોય છે?

મોટાભાગના ક્રિકેટ ચાહકોને એ વાતની તો ખબર જ હોય છે કે બેટિંગમાં સ્ટ્રાઇક રેટ હોય છે, જે કેટલા બોલમાં કેટલા રન બનાવ્યા તેના આધારે ગણવામાં આવે છે, પરંતુ બોલિંગમાં પણ સ્ટ્રાઇક રેટ હોય છે. બોલિંગમાં સ્ટ્રાઇક રેટની ગણતરી વિકેટ લેતા પહેલા કેટલા બોલ ફેંક્યા તેના આધારે થાય છે. આ કિસ્સામાં, કગિસો રબાડાએ બુમરાહ કરતા ઓછા બોલ ફેંકીને વિકેટ લીધી છે. ટેસ્ટમાં આ તેનો સરેરાશ સ્ટ્રાઇક રેટ છે. બુમરાહ 7 ઓવરમાં એક વિકેટ લે છે, જ્યારે રબાડા તેના કરતા થોડા બોલ ઓછા ફેંકીને વિકેટ લે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Best Bowling Strike Rate in Test Jasprit Bumrah Kagiso Rabada
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ