બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / BCCI ફરી એક્શનમાં, રિષભ પંતને ફટકાર્યો રૂ. 24 લાખનો દંડ, જાણો શું હતો સમગ્ર મામલો
Last Updated: 07:44 AM, 28 April 2025
MI vs LSG: રિષભ પંતની આગેવાની હેઠળની LSG ટીમ પર સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. જે આ સિઝનમાં બીજીવાર છે. ટીમ પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.
ADVERTISEMENT
IPL દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે "આ સિઝનમાં LSG ઓવર-રેટ સંબંધિત આ બીજી ઘટના હોવાથી કેપ્ટન ઋષભ પંતને IPL આચાર સંહિતાના કલમ 2.22 હેઠળ 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે." આ ઉપરાંત ટીમના અન્ય તમામ ખેલાડીઓ જેમાં ઇમ્પેક્ટ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે તેમને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.
મુંબઈએ એકતરફી જીત મેળવી
ADVERTISEMENT
પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 215 રન બનાવ્યા. ફોર્મમાં રહેલા બેટ્સમેનોએ LSG બોલરોને ધોઈ નાખ્યા. જવાબમાં લખનૌની ટીમ 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ જીત સાથે મુંબઈએ સતત પાંચમી જીત નોંધાવી અને પ્લેઓફની રેસમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. મુંબઈના બેટ્સમેન વિલ જેક્સ અને સૂર્યકુમાર યાદવે ફાસ્ટ 50 રન બનાવ્યા હતા જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહરે શરૂઆતની વિકેટો લઈને લખનૌની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
Rebuilding the #LSG chase 🤝
— IndianPremierLeague (@IPL) April 27, 2025
Will Mitchell Marsh & Nicholas Pooran take their side to an important win? 🤔
LSG are 60/1 at the end of powerplay.
Updates ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG | @LucknowIPL pic.twitter.com/VwP9aJifXu
ADVERTISEMENT
રિષભ પંતની કેપ્ટનશીપ પર સવાલ
આ મેચમાં રિષભ પંતની કેપ્ટનશીપ પર ઘણા મોરચે સવાલો ઉભા થયા હતા. ટીમે ઓવર-રેટમાં ભૂલ કરી એટલું જ નહીં પરંતુ તેઓ સમયસર બોલિંગમાં ફેરફાર કરવામાં પણ નિષ્ફળ ગયા. ઝડપી રન રેટથી બોલિંગ કરવી અને બેટ્સમેન પર દબાણ લાવવું મહત્વપૂર્ણ હતું, પરંતુ લખનૌની ટીમ આ રણનીતિ લાગુ કરવામાં નિષ્ફળ રહી. આ સિઝનમાં આ બીજી વખત છે જ્યારે ઋષભ પંતની આગેવાની હેઠળની ટીમ ઓવર-રેટના ગુના માટે દોષિત ઠરતી જોવા મળી છે. પહેલા દંડ પ્રમાણમાં હળવો હતો પરંતુ વારંવાર એકની એક ભૂલ રિપીટ થવાને કારણે દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જો ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન થશે તો કેપ્ટન સામે મેચમાંથી સસ્પેન્શન જેવી કડક કાર્યવાહી થઈ શકે છે.
ADVERTISEMENT
IPLમાં ઓવર-રેટ નિયમનું મહત્વ
આઈપીએલમાં સ્લો ઓવર રેટને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે કારણ કે તે મેચના સમય અને ટીવી ટેલિકાસ્ટ શેડ્યૂલને અસર કરે છે. નિયમો અનુસાર દરેક ટીમે નિર્ધારિત સમયમાં 20 ઓવર નાખવાની હોય છે. જો આમ ન કરવામાં આવે તો કેપ્ટન અને ખેલાડીઓને દંડ કરવામાં આવે છે અને વારંવાર ઉલ્લંઘનના કિસ્સામાં સસ્પેન્શન લાગુ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: DCvsRCB : કોહલી-કૃણાલ સામે દિલ્હી ટકી ન શકી, આરસીબી 6 વિકેટે મેચ જીતી બની નંબર 1 ટીમ
લખનૌને પ્લેઓફમાં ટકવું પડશે ભારે
ADVERTISEMENT
આ હાર લખનૌ સુપરજાયન્ટ્સ માટે પ્લેઓફની રેસમાં મોટો આંચકો સાબિત થઈ શકે છે. ટુર્નામેન્ટમાં પહેલાથી જ સ્પર્ધા કઠિન બની ગઈ છે. અને આ હારની અસર તેમના નેટ રન રેટ પર પણ પડી છે. આગામી મેચોમાં LSG એ પ્લેઓફની આશા જીવંત રાખવા માટે દરેક મેચ જીતવી જ નહીં પરંતુ મોટા માર્જિનથી જીત પણ મેળવવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.