બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / DCvsRCB : કોહલી-કૃણાલ સામે દિલ્હી ટકી ન શકી, આરસીબી 6 વિકેટે મેચ જીતી બની નંબર 1 ટીમ
Last Updated: 11:47 PM, 27 April 2025
Delhi Capitals (DC) vs Royal Challengers Bengaluru (RCB) : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 માં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી મેચમાં, આરસીબીએ 6 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં દિલ્હીની ટીમે 162 રન બનાવ્યા હતા. જેનો પીછો આરસીબીએ 19 ઓવરમાં કર્યો હતો.
ADVERTISEMENT
આરસીબી 6 વિકેેટે મેચ જીતી
રવિવારે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચમાં, RCB એ 6 વિકેટથી શાનદાર જીત નોંધાવી. આ મેચમાં, RCB ના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમે 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં, આરસીબીએ કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીની અડધી સદીના આધારે 19મી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો.
ADVERTISEMENT
આવી રહી RCB ની ઇનિંગ
163 રનના લક્ષ્યાંકના જવાબમાં આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં જ અક્ષર પટેલે બેથેલની વિકેટ લીધી. બેથેલના બેટમાંથી ફક્ત 12 રન જ બન્યા. ત્યારબાદ, તે જ ઓવરમાં, દેવદત્ત પડિકલ પણ ખાતું ખોલાવ્યા વિના અક્ષર પટેલનો શિકાર બન્યો. આ દરમિયાન, રજત પાટીદાર પણ ચોથી ઓવરમાં રન આઉટ થયો. એટલે કે RCB ને બે ઓવરમાં ત્રણ ઝટકા લાગ્યા હતા. જો કે ત્યાર બાદ કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલી વચ્ચે ભાગીદારી થઈ. બંને વચ્ચે 83 બોલમાં 113 રનની મોટી ભાગીદારી કરી હતી. જેનાથી આરસીબીની આશા જીવંત રહી. જોકે, ફિફ્ટી ફટકાર્યા પછી, કોહલીએ 18મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. પરંતુ કૃણાલ પંડ્યા અડગ રહ્યો. પંડ્યાએ 47 બોલમાં 73 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. તે જ સમયે, કોહલીએ 51 રન બનાવ્યા અને 4 ચોગ્ગા ફટકાર્યા. આરસીબીએ 19 મી ઓવરમાં મેચ જીતી લીધી અને બે પોઈન્ટ ઉમેર્યા.
ADVERTISEMENT
દિલ્હીની ઇનિંગ્સ આવી હતી
પહેલા બેટિંગ કરવા આવેલી દિલ્હીની શરૂઆત સારી રહી ન હતી. વિસ્ફોટક બેટિંગ કરી રહેલા અભિષેક પોરેલ ચોથી ઓવરમાં જ આઉટ થઈ ગયો. તેનો શિકાર હેઝલવુડે કર્યો હતો, જેની પાસે હવે પર્પલ કેપ છે. આ પછી, કરુણ નાયરની વિકેટ બીજી જ ઓવરમાં પડી ગઈ. નાયરના બેટમાંથી ફક્ત 4 રન આવ્યા. આ પછી ફાફ અને કેએલ રાહુલ વચ્ચે સારી ભાગીદારી થઈ. પરંતુ 10મી ઓવરમાં, ફાફની વિકેટ કૃણાલ પંડ્યાએ લીધી. ફાફે 22 રન બનાવ્યા. આ પછી અક્ષર પટેલ પણ માત્ર 15 રન બનાવીને હેઝલવુડનો શિકાર બન્યો. 14મી ઓવરમાં તેની વિકેટ પડી ગઈ. આ પછી, કેએલ રાહુલ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી પરંતુ રાહુલના બેટમાંથી 39 બોલમાં ફક્ત 41 રન જ આવ્યા. પરંતુ આ પછી, સ્ટબ્સે એક ટૂંકી જ્વલંત ઇનિંગ્સ રમી, જેના આધારે દિલ્હીની ટીમે RCB માટે 20 ઓવરમાં 163 રનનો લક્ષ્યાંક રાખ્યો.
ADVERTISEMENT
RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું
આ જીત સાથે, RCB હવે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આરસીબીએ 10 માંથી 7 મેચ જીતી છે અને તેના 14 પોઈન્ટ છે. જ્યારે ગુજરાતના 8 માંથી 6 જીત સાથે 12 પોઈન્ટ છે. તે જ સમયે, દિલ્હી હવે ચોથા સ્થાને સરકી ગયું છે. તેના 9 માંથી 6 જીત અને 12 પોઈન્ટ છે. પરંતુ રન રેટની દ્રષ્ટિએ મુંબઈ તેમનાથી આગળ છે.
ADVERTISEMENT
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન): વિરાટ કોહલી, જેકબ બેથેલ, રજત પાટીદાર, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.
દિલ્હી કેપિટલ્સ (પ્લેઈંગ ઈલેવન): ફાફ ડુ પ્લેસીસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રીસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.