બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / બાંગ્લાદેશના ઓપ્શનમાં સ્કોટલેન્ડ, પરંતુ પાકિસ્તાનની ટીમ OUT થઇ, તો કયો દેશ હશે વિકલ્પ?
Last Updated: 10:57 AM, 25 January 2026
Pakistan T20 World Cup 2026: બાંગ્લાદેશે T20 World Cup ભારતમાં રમવાની ICC એન ના પડ્યા પછી હવે ઓફિશિયલ રીતે તે આ વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઈ ગઈ છે. ICC એ તેના રિપ્લેસમેન્ટ પર ફાઇલન મહોર લગાવી દીધી છે. બાંગ્લાદેશના બહાર થયા પછી હવે પાકિસ્તાનની ટીમ પણ ટુર્નામેંટમાંથી બહાર થઈ શકે છે. પ્રશ્ન એ છે કે જો પાકિસ્તાન બહાર થયું તો તેની જગ્યા કઈ ટીમ લેશે? કઈ ટીમને પાકિસ્તાનના રિપ્લેસમેન્ટમાં જગ્યા મળશે? ICC સાથે થયેલા વિવાદમાં પાકિસ્તાને બંગાળદેશને સપોર્ટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે જો બાંગ્લાદેશ બહાર થાય છે તો તે પણ T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા અંગે વિચાર કરશે.
ADVERTISEMENT
T0 World Cup 2026માંથી પોતાની ટીમને પછી ખેંચવાના તેના અંતિમ નિર્ણય સુધી નથી પહોંચી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીનું કહેવું છે કે આ અંગે અંતિમ નિર્ણય દેશની સરકારણો હશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ હાલ દેશની બહાર છે તેમના પરત આવતા જ ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. નકવી એ કહ્યું છે કે બાંગ્લાદેશ સાથે જે થયું છે તે અન્યાય છે. દરેક ટીમ માટે એક જ નિયમ હોવા જૉઇએ તેમાં ભેદભાવ ના હોવો જોઈએ. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન સરકાર અમને ટુર્નામેંટનો બહિષ્કાર કરવાનું કહેશે તો અમે કરીશું. ICC ફરી 22 મી ટીમ ઉમેરી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હવે સવાલ એ છે કે એ કઈ ટીમ હશે જે પાકિસ્તાનના T20 વર્લ્ડ કપ 2026 ના બહિષ્કાર પછી તેની જગ્યા લેશે? એવું માનવામાં આવી રહ્યું છે કે તે ટીમ યુગાન્ડાની હોઈ શકે છે કારણ કે તે નેક્સ્ટ સારા રેન્ક વાળી ટીમ છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના પૂર્વ વિકેપકીપર બેટર રાશિડ લતિફના જણાવ્યું મુજબ પાકિસ્તાનની ટીમ જો ટુર્નામેંટની બહાર થાય છે તો તેની જગ્યા યુગાન્ડાની ટીમને મળી શકે છે. તેમણે આગળ કહ્યું કે 132000 લાખની ક્ષમતા ધરાવતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી ભારતીય ટીમનો મુકાબલો યુગાન્ડા સામે થતો જોઈ શકાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પાક.ની ટીમે T20 વર્લ્ડ કપ 26માંથી બહાર થશે કે નહીં તે નિર્ણય તેમના પ્રધાનમંત્રી લેશે પણ આ વચ્ચે ટીમ પાકિસ્તાને ટુર્નામેંટ માટે તૈયારી શરૂ કરી છે અને આ તૈયારી જોરમાં છે. અને પાકિસ્તાન ટી 20 વર્લ્ડ કપ 26 માટે તેની ટીમની જાહેરાત પણ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.