બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / મિશેલ સ્ટાર્કે બનાવ્યો આવો ધાંસૂ રેકોર્ડ, ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહેલીવાર આવું બન્યું
Last Updated: 12:47 PM, 12 June 2025
WTC 2025: WTC ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે મિશેલ સ્ટાર્કે એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો છે. સ્ટાર્ક ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ દરમિયાન તેણે ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. શમી હાલમાં ટીમ ઇન્ડિયાની બહાર છે. તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા WTC ફાઇનલ મેચના પહેલા દિવસે આ સિદ્ધિ મેળવી. આ મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.
ADVERTISEMENT
For the 19th time, Mitchell Starc has taken a wicket in his first over of a Test match. 🔥#WTC25 pic.twitter.com/D2kQ0q4TxH
— Aussies Army🏏🦘 (@AussiesArmy) June 11, 2025
ડાબા હાથના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ઇનિંગમાં 7 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી. તેણે પહેલી જ ઓવરમાં દક્ષિણ આફ્રિકાના ઓપનર એડન માર્કરામને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને શાનદાર શરૂઆત અપાવી. ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં સૌથી વધુ 10 વિકેટ લેવાનો રેકોર્ડ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના નામે હતો પરંતુ હવે સ્ટાર્કે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શમીએ 6 ઇનિંગ્સમાં 10 વિકેટ લીધી હતી પરંતુ સ્ટાર્કે WTC ફાઇનલમાં તેને પાછળ છોડી દીધો. સ્ટાર્કે 11 વિકેટ લીધી છે.
ADVERTISEMENT
Frames from a gripping opening day of the Ultimate Test at Lord's 📸🥵#SAvAUS #WTC25 pic.twitter.com/sHyplzkfxT
— ICC (@ICC) June 11, 2025
ટેસ્ટમાં ઇનિંગની પહેલી ઓવર ફેંકતી વખતે લીધી 19 વિકેટ
ADVERTISEMENT
મિશેલ સ્ટાર્કે અન્ય એક મામલે પણ રેકોર્ડ બનાવ્યો છે. તેની ટેસ્ટ કારકિર્દીમાં ઇનિંગની પહેલી ઓવર ફેંકતી વખતે તેને 19 વિકેટ લીધી છે, જે 2012 પછી સંયુક્ત રીતે સૌથી વધુ છે. તે જેમ્સ એન્ડરસનની સાથે બરાબરી પર છે. વેસ્ટ ઇન્ડીઝનો કેમાર રોચ બીજા નંબરે છે, જેના નામે 10 વિકેટ છે.
Australia is blessed to have Mitchell Starc, Josh Hazlewood and Pat Cummins in the same era 🔥
— Cric Uneeb (@Cric_Uneeb) June 12, 2025
Pace, precision and pure dominance 🇦🇺🔥 #AUSvsSA #MitchellStarc #PatCummims #josh_hazlewood pic.twitter.com/fEf3VpVxQ5
ADVERTISEMENT
સ્ટાર્કે ICC ફાઇનલમાં લીધી 11 વિકેટ
સ્ટાર્કે 2015માં ન્યૂઝીલેન્ડ સામે ODI વર્લ્ડ કપ ફાઇનલમાં બે વિકેટ લીધી હતી. અને તેણે ભારત સામે WTC 2023 ફાઇનલમાં ફોર ફટકારી હતી. તેણે વર્તમાન WTC ફાઇનલમાં બે વિકેટ લેતા પહેલા ભારત સામે ODI વર્લ્ડ કપ 2023 ફાઇનલમાં પણ ત્રણ વિકેટ લીધી હતી. આ લિસ્ટમાં સ્ટાર્ક અને મોહમ્મદ શમી પછી, ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ ત્રીજા નંબરે છે, જેણે 5 ઇનિંગ્સમાં 8 વિકેટ લીધી છે અને ભારતના રવિન્દ્ર જાડેજાએ પણ આઠ વિકેટ લીધી છે.
ADVERTISEMENT

સ્ટાર્કે WTC 2025 માં લીધી 74 વિકેટ
ADVERTISEMENT
મિશેલ સ્ટાર્કે WTC 2023-2025 માં પોતાની વિકેટોની સંખ્યા 74 પર પહોંચાડી દીધી છે. તે પેટ કમિન્સ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. વર્તમાન WTC ચક્રમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ જસપ્રીત બુમરાહના નામે છે, જેણે 77 વિકેટ લીધી છે. સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં ઇયાન બોથમ (383) ને પણ પાછળ છોડી દીધો છે. તેણે આ ફોર્મેટમાં 384 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: WTC ફાઇનલમાં આ ખેલાડીએ મચાવી તબાહી, તોડી દીધો જસપ્રીત બુમરાહનો વર્લ્ડ રેકોર્ડ
સ્ટાર્કે માર્કરામ અને રિકલ્ટનને પેવેલિયન મોકલ્યા
મિશેલ સ્ટાર્કે બંને ઓપનરો એડન માર્કરામ (00) અને રાયન રિકલ્ટન (16) ને વહેલા પેવેલિયન મોકલીને ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી. કેપ્ટન પેટ કમિન્સ (14/1) અને જોશ હેઝલવુડ (10/1) એ પણ એક-એક વિકેટ લીધી. દિવસની રમતના અંતે, ડેવિડ બેડિંગહામ આઠ રન સાથે રમી રહ્યા હતા જ્યારે કેપ્ટન ટેમ્બા બાવુમા ત્રણ રન સાથે રમી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.