ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ નહીં, આ ટીમ જીતી શકે છે વર્લ્ડકપ 2027ની ચેમ્પિયન ટ્રોફી

સ્પોર્ટ્સ / ભારત-ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ નહીં, આ ટીમ જીતી શકે છે વર્લ્ડકપ 2027ની ચેમ્પિયન ટ્રોફી

Published By: Vidhata Gothi

Last Updated: 08:43 AM, 6 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2027: ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે વર્લ્ડ કપ 2027ને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. આ ક્રિકેટરે ભારત-ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ નહીં, પણ એક અન્ય ટીમના વર્લ્ડ કપ જીતવાની ભવિષ્યવાણી કરી છે.

ADVERTISEMENT

World Cup 2027 Winner Prediction: ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ દિગ્ગજ ક્રિકેટર માઇકલ વૉને 2027માં થનારા વનડે વર્લ્ડ કપના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. આ દિગ્ગજે પોતાની ટીમ ઇંગ્લેન્ડ કે પછી ભારત-ઓસ્ટ્રેલિયાને નહીં, પરંતુ કોઈ અન્ય ટીમને આની વિજેતા જણાવી છે. ઇંગ્લેન્ડના આ પૂર્વ કેપ્ટનનું માનવું છે કે સાઉથ આફ્રિકા પહેલીવાર વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડશે. જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાની ટીમ અત્યાર સુધીમાં એક પણ વખત કોઈ પણ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી શકી નથી.

માઇકલ વૉને કરી મોટી ભવિષ્યવાણી

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી વનડે સીરીઝમાં સાઉથ આફ્રિકાના પ્રભાવશાળી પ્રદર્શનને જોતા 2027નો વર્લ્ડ કપ જીતવા માટે તેનું સમર્થન કર્યું છે. લોર્ડ્સમાં સાઉથ આફ્રિકાની ટીમના બેટિંગ પ્રદર્શન પછી વૉને એક્સ પર પોસ્ટ કરી, "મને એવું લાગે છે... 2027નો વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા જ જીતશે." વૉનની આ પોસ્ટ પર ચાહકો પોતાના રિએક્શન આપી રહ્યા છે. જણાવી દઈએ કે સાઉથ આફ્રિકા 2027ના વર્લ્ડ કપનું યજમાન છે. સાઉથ આફ્રિકામાં 44 મેચ રમવાની છે. બાકીની 10 મેચ ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે.

મેથ્યુ બ્રીટ્જકેનું જબરદસ્ત પ્રદર્શન

મેથ્યુ બ્રીટ્જકેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર શરૂઆત પછી વૉને આ પોસ્ટ કરી. 26 વર્ષના આ ઓપનરે લોર્ડ્સમાં બીજી વનડેમાં 85 રન બનાવ્યા, જેના પછી ODI ઇતિહાસમાં સતત પાંચ અડધી સદી કે એનાથી વધારે સ્કોર સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર તે પ્રથમ ખેલાડી બની ગયો. તેની આ ઇનિંગે સાઉથ આફ્રિકાને 93/3થી 330/8ના સ્કોર સુધી પહોંચાડ્યું. બ્રીટ્જકેએ 58 રન બનાવનાર ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે 147 રનની ભાગીદારી કરી, જેમણે મેચમાં સાઉથ આફ્રિકાની સ્થિતિ મજબૂત કરી. ડેવાલ્ડ બ્રેવિસે પણ 42 રન બનાવીને ઇંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવી રાખ્યું.

vtv app promotion

પોતાના ડેબ્યુ પર 150 અને ઓસ્ટ્રેલિયામાં 88 રન બનાવનારા બ્રીટ્જકેએ માત્ર 57 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી દીધી, જેમાં તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા, જે પછી આર્ચરના યોર્કર બોલ પર આઉટ થઈ ગયો. અત્યાર સુધી તેણે રમેલી 5 વનડે મેચોમાં તેણે 92.6ની સરેરાશથી 463 રન બનાવ્યા.

આ પણ વાંચો: ફરી ચર્ચામાં ભારત-પાકિસ્તાન મેચ! BCCI સેક્રેટરીનું એશિયા કપને લઈ મોટું નિવેદન

શાનદાર પ્રદર્શન કરી રહી છે સાઉથ આફ્રિકાની ટીમ

સતત બે પ્રભાવશાળી પ્રદર્શન સાથે, સાઉથ આફ્રિકાએ સીરીઝ પર કબજો કરી લીધો છે, સાથે જ ઇંગ્લેન્ડના સૌથી પ્રભાવશાળી ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન માઈકલ વૉન તરફથી ઘણી પ્રશંસા પણ મેળવી લીધી છે. વૉનની કોમેન્ટથી આ ટીમ પાસેથી અપેક્ષાઓ વધી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

South Africa World Cup 2027 Winner Prediction Michael Vaughan

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ