ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / દક્ષિણ આફ્રિકાના આ બોલરે કર્યો કમાલ, ઓસ્ટ્રેલિયાને મળી 34 વર્ષની સૌથી મોટી હાર

ક્રિકેટ / દક્ષિણ આફ્રિકાના આ બોલરે કર્યો કમાલ, ઓસ્ટ્રેલિયાને મળી 34 વર્ષની સૌથી મોટી હાર

Published By: Vidhata Gothi

Last Updated: 09:00 AM, 20 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AUS vs SA 1st ODI: સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે પહેલી વનડે મેચમાં ધમાકેદાર જીત મેળવીને સીરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી. આ જીતનો શ્રેય સાઉથ આફ્રિકાના ઘાતક સ્પિનરને જાય છે, જેને પાંચ વિકેટ લીધી.

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા (AUS vs SA) વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પહેલી મેચ મંગળવારે રમાઈ, જેમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને સીરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. પહેલી વનડેમાં સાઉથ આફ્રિકાએ યજમાન ઓસ્ટ્રેલિયાને 92 રનથી હરાવી દીધું. ઓસ્ટ્રેલિયન ટીમ કેઇર્ન્સ ગ્રાઉન્ડ પર 297 રનનો ટાર્ગેટ ચેઝ કરતા 40.5 ઓવરમાં 198 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકાની આ જીતનો શ્રેય સ્પિનર કેશવ મહારાજ (Keshav Maharaj) ને જાય છે, જેના 'ઘાતક પંજા'થી ઓસ્ટ્રેલિયાની ટીમ ખરાબ રીતે હારી ગઈ. તેણે 10 ઓવરમાં માત્ર 33 રન આપીને પાંચ વિકેટ લીધી. કેશવ મહારાજે (Keshav Maharaj) પહેલી વાર પાંચ વિકેટ હોલ લીધી. આ અગાઉ કેશવ મહારાજ (Keshav Maharaj) નું તેની કારકિર્દીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 33 રન પર ચાર વિકેટ હતું.

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે મેળવી સૌથી મોટી જીત

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાને છેલ્લા 34 વર્ષમાં ઘરેલુ વનડેમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી હાર સહન કરવી પડી છે. જયારે સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા (AUS vs SA) ની ધરતી પર કાંગારૂ ટીમ સામે વનડેમાં રનોના માર્જિનથી સૌથી મોટી જીત મેળવી છે. સાઉથ આફ્રિકાએ આ પહેલા વર્ષ 1994માં પર્થમાં ઓસ્ટ્રેલિયાને 82 રનથી હરાવ્યું હતું. ટાર્ગેટ ચેઝ કરતી વખતે ઓસ્ટ્રેલિયાની શરૂઆત સ્થિર રહી. ટ્રેવિસ હેડ અને કેપ્ટન મિશેલ માર્શે પહેલી વિકેટ માટે 60 રન કર્યા. ટ્રેવિસ હેડે 24 બોલમાં 27 રન કર્યા અને પછી આઠમી ઓવરમાં સ્ટમ્પ આઉટ થયા.

કેશવ મહારાજે વરસાવ્યો કહેર

ટ્રેવિસ હેડના આઉટ થયા પછી કેશવ મહારાજે (Keshav Maharaj) એવો કહેર મચાવી દીધો કે 89 રનમાં ઓસ્ટ્રેલિયાની છ વિકેટ પડી ગઈ. પ્લેયર ઓફ ધ મેચ કેશવ મહારાજે માર્નસ લાબુશેન (1), કેમેરોન ગ્રીન (3), જોશ ઇંગ્લિસ (5), એલેક્સ કેરી (0) અને એરોન હાર્ડી (4)ને આઉટ કર્યા. જોકે, મિશેલ માર્શે લાંબા સમય સુધી એક છેડે મજબૂતીથી ટકી રહ્યા. 37મી ઓવરમાં તે આઉટ થઈ ગયા. તેમણે 96 બોલમાં 10 ચોગ્ગા સાથે 88 રન બનાવ્યા. બેન ડ્વાર્શુઇસે 33 અને નાથન એલિસે 14 રન કર્યા. દક્ષિણ આફ્રિકા માટે લુંગી એનગિડી અને નાન્દ્રે બર્ગરે બે-બે વિકેટ લીધી.

Vtv App Promotion

આ પણ વાંચો: પાકિસ્તાન એશિયા કપમાં નહીં રમે! આ ટીમને મળી શકે છે તક

સાઉથ આફ્રિકાએ કર્યા 296 રન

બીજી તરફ, ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકા (AUS vs SA) ની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 296 રન કર્યા. ઓપનર એડન માર્કરામે 81 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 82 રન કર્યા. રાયન રિકેલ્ટને 43 બોલમાં 33 રન કર્યા, જયારે કેપ્ટન ટેમ્બા બાવુમાએ 74 બોલમાં 65 રન કર્યા અને મેથ્યુ બ્રીટ્ઝકે 56 બોલમાં 57 રન કર્યા. વિયાન મુલ્ડરે 26 બોલમાં 31 રન કર્યા અને નોટઆઉટ રહ્યો. ટ્રિસ્ટન સ્ટબ્સનું ખાતું ન ખુલ્યું. ડેવાલ્ડ બ્રેવિસ ફક્ત 6 રન જ કરી શક્યા. જયારે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે સૌથી વધુ ચાર વિકેટ લીધી. બેન ડ્વાર્શુઇસે બે વિકેટ લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports News AUS vs SA 1st ODI Keshav Maharaj

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ