બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:50 AM, 26 September 2025
Asia Cup 2025 Pak vs Ban: યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપ 2025ની 17મી મેચ 25 સપ્ટેમ્બર ગુરુવારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ સુપર-4 મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનથી હરાવી દીધી. આ જીતની સાથે જ પાકિસ્તાન એશિયા કપ 2025ની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 28 સપ્ટેમ્બર રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઈનલ રમાશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે.
ADVERTISEMENT
પાકિસ્તાન-બાંગ્લાદેશની મેચમાં પહેલા બેટિંગ કરીને પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા. ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલું બાંગ્લાદેશ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ફક્ત 124 રન જ બનાવી શક્યું. બાંગ્લાદેશ તરફથી શમીમ હુસૈન સૌથી વધુ (30) રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી અને હરિસ રૌફે 3-3 વિકેટ લીધી.
ADVERTISEMENT
Superb bowling show against Bangladesh seals Pakistan's place in the Asia Cup final 👊#PAKvBAN 📝: https://t.co/M4DkqxaO6f pic.twitter.com/MnFTuj56Fy
— ICC (@ICC) September 25, 2025
136 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશને પહેલી ઓવરમાં જ ઝટકો લાગ્યો. ઇમોન ખાતું ખોલાવી શક્યો નહીં. આફ્રિદીને પહેલી સફળતા મળી. 10 બોલમાં 5 રન બનાવ્યા બાદ તૌહિદ આફ્રિદીનો શિકાર બન્યો. હરિસ રાઉફે સૈફ હસનને આઉટ કર્યો. સૈફે 15 બોલમાં 18 રન બનાવ્યા. મેહદી હસન 10 બોલમાં ફક્ત 11 રન બનાવી શક્યો. નુરુલ હસન 21 બોલમાં 16 રન બનાવી શક્યો. કેપ્ટન ઝાકીર અલી ફક્ત 5 રન બનાવી શક્યો. શમીમ હુસૈન 25 બોલમાં 30 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. તંજીમ શાકિબ 11 બોલમાં 10 રન બનાવી આઉટ થયો.
ADVERTISEMENT
પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા. પાકિસ્તાને સાહિબજાદા ફરહાનની વિકેટ ગુમાવી દીધી. ફરહાન 4 બોલમાં ફક્ત 4 રન બનાવી શક્યો. સૈમ અયુબ ફરી એકવાર પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. ફખર જમાં 20 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો. હુસૈન તલત 7 બોલમાં ફક્ત 3 રન બનાવી શક્યો.

ADVERTISEMENT
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી 23 બોલમાં 19 રન બનાવીને આઉટ થઈ ગયો. શાહીન આફ્રિદીએ 19 અને મોહમ્મદ હારિસે 31 રન બનાવ્યા. નવાઝે 15 બોલમાં 25 રનની જોરદાર ઇનિંગ રમી. ફહીમે 9 બોલમાં 14 રન બનાવ્યા અને હારિસે 3 રન બનાવી નોટ આઉટ રહ્યો. બાંગ્લાદેશ તરફથી તસ્કિન અહેમદે ત્રણ વિકેટ લીધી. મેહદી હસન અને રિશાદ હુસૈને બે-બે વિકેટ લીધી.
અત્યાર સુધીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 26 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ દરમિયાન, બાંગ્લાદેશની ટીમે ફક્ત પાંચ મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાની ટીમે 21 મેચ જીતી છે. એટલે કે આંકડાઓની દ્રષ્ટિએ પાકિસ્તાની ક્રિકેટ ટીમ સ્પષ્ટ રીતે આગળ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: એશિયા કપ 2025 : ફરી જામશે ભારત પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ, ઈતિહાસમાં પહેલી વખત આવી ફાઈનલ
બાંગ્લાદેશની પ્લેઇંગ-11 - સૈફ હસન, પરવેઝ હુસૈન ઇમોન, તૌહીદ હૃદોય, શમીમ હુસૈન, જેકર અલી (વિકેટકીપર/કેપ્ટન), નુરુલ હસન, મહેદી હસન, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, તંજીમ હસન સાકિબ અને મુસ્તાફિઝુર રહેમાન.
ADVERTISEMENT
પાકિસ્તાનની પ્લેઇંગ-11 - સાહિબજાદા ફરહાન, ફખર જમાં, સૈમ અયુબ, સલમાન અલી આગા (કેપ્ટન), હુસૈન તલત, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, હારિસ રાઉફ અને અબરાર અહેમદ.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.