બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Sovereign Gold Bonds 2019 Issue price fixed at Rs 3,890 per gramme subscription opens on september 9

આનંદો / જલ્દી કરો આ 5 દિવસ મળશે બજાર ભાવ કરતાં સસ્તું સોનું, સરકારે બહાર પાડી આ યોજના

Bhushita

Last Updated: 01:52 PM, 7 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો સોનાને સુરક્ષિત નિવેશની ચીજ ગણે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતો સતત વધતી જોવા મળી રહી છે. જેના કારણે સામાન્ય વ્યક્તિ તેને ખરીદી શકતો નથી. તો હવે તમે પણ આ યોજનાથી આવનારા 5 દિવસમાં ખરીદી શકશો સસ્તું સોનું.

સસ્તું સોનું ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે.પરંતુ રોજબરોજ આસમાને પહોંચતા ભાવને કારણે તે સોનું ખરીદી શકતો નથી. હવે તમારી આ સમસ્યાનું સમાધાન આવી ચૂક્યું છે. તમે પણ સસ્તું સોનું ખરીદી શકો છો. સમયાંતરે મોદી સરકાર એક ખાસ યોજનાના આધારે બોન્ડની મદદથી સસ્તું સોનું ખરીદવાનો અવસર આપે છે. આ યોજનાની નવી સીરિઝની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આવો જાણીએ આ યોજના અને કઈ રીતે તમે ખરીદી શકો છો સસ્તું સોનું.

વર્ષ 2015માં મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાની સીરિઝના આધારે સમયાંતરે લોકોને ગોલ્ડ બોન્ડ ખરીદવાનો અવસર આપવામાં આવે છે. આ ગોલ્ડ બોન્ડની કિંમત બજારમાં ચાલી રહેલા સોનાની કિંમતથી ઓછી હોય છે. જો કે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાની કિંમત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તરફથી નક્કી કરવામાં આવે છે.

9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે સીરિઝ

હવે આ સીરિઝ સોમવાર એટલે કે 9 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે અને તે 13 સપ્ટેમ્બરે પૂરી થશે. આ વખતે ગોલ્ડ બોન્ડની કિંમત 3890 રૂપિયા પ્રતિગ્રામની રાખવામાં આવી છે.  જો માર્કેટની વાત કરીએ તો ગોલ્ડની કિંમત 3927 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ રીતે ગોલ્ડ બોન્ડની કિંમત 37 રૂપિયે પ્રતિ ગ્રામ ઓછી છે. સાથે જ ડિજિટલ મોડમાં પેમેન્ટ કરવાથી 50 રૂપિયે પ્રતિ ગ્રામની છૂટ આપવામાં આવશે. એટલે કે સોના પર 87 રૂપિયા પ્રતિ ગ્રામની રાહત મળશે. 

આ છે શરતો
જો કે સ્કીમના આધારે બોન્ડ ખરીદવાની કેટલીક શરતો પણ છે. કોઈ પણ વ્યક્તિ એક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Investment Issue Price PM modi September 9 2019 Sovereign Gold Bond યોજના સસ્તું સોનું Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ