બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Son killed father in Anand Kasari

ક્રાઇમ / કપાતરની કરતૂત: પિતાએ પુત્રને તમાકુ ખાવાની ના પાડી તો લાકડાના ફટકા મારી હત્યા કરી દીધી, આણંદનો હિચકારો બનાવ

Dinesh

Last Updated: 10:02 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના બોરસદ તાલુકાના કસારી ગામમાં પુત્રએ પિતાની હત્યા કરી છે, પિતાએ પુત્રને તમાકું ખાવાનું ના કહેતા પુત્રએ ખુની ખેલ ખેલ્યો

  • આણંદના કસારીમાં પુત્રએ પિતાની કરી હત્યા
  • પિતાએ પુત્રને તમાકુ ન ખાવા કહેતા કરી હત્યા
  • પુત્રએ લાકડાના ફટકા મારીને પિતાની કરી હત્યા


રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમાં વધારો થઈ રહ્યો છે, જો કે વિવિધ બાબતે રોજે રોજ ક્રાઈમની વિવિધ ઘટના સામે આવી છે. આણંદના બોરસદ તાલુકાના કંસારી ગામે પુત્રએ જ પિતાની હત્યા કરી છે. પિતાની હત્યા પાછળનું કારણ એવું સામે આવ્યું છે કે, પિતાએ પુત્રને તમાકુ ખાવાની ના કહેતા તેણે હત્યા કરી નાંખી છે.

બોરસદ શહેર પોલીસ સ્ટેશનની તસવીર

આણંદના કસારીમાં પુત્રએ પિતાની કરી હત્યા
બોરસદના કસારી ગામે અજીબ હત્યાની ઘટના સામે આવી છે, ઘટના કંઈક આ રીતની છે કે, તળપદા વિસ્તારમાં રહેતા પિતાએ પુત્રને તમાકુ ન ખાવા કહેતા તેણે રીસ રાખી પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો અને પિતાની હત્યા કરી લીધી છે. મણિભાઈ તળપદાએ તેના પુત્ર ભાઈલાલને ઠપકો આપ્યો હતો કે, શું વારંવાર તમાકું ખા-ખા કરે છે. જેની રીસ રાખી પુત્ર ભાઈલાલે ઘોર નિંદ્રામાં સુતેલા પિતા પર હુમલો કરી લાકડાના ફટકા મારી હત્યા કરી લીધી છે સમગ્ર બાબતે ફળિયાના લોકોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતાં જે દરમિયાન આરોપી ભાઈલાલ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

હત્યાની પ્રતિકાત્મક તસવીર

પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
મણિભાઈની હત્યા કરી પુત્ર નાસી છૂટ્યો હતો ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા પરંતુ હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. જે સમગ્ર બાબતે બોરસદ પોલીસને જાણ થતાં તે ઘટનાસ્થળે આવી હતી. પોલીસે આરોપી ભાઈલાલની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 

હત્યાની પ્રતિકાત્મક તસવીર

 

સંકળાયેલા મુદ્દાઓ

Anand Crime Kasari પિતા-પુત્ર પુત્રે પિતાની હત્યા કરી હત્યા Anand Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ