બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SOG and local police raid on Agtarai National Highway in Keshod

કેશોદ / ગેરકાયદે 6 હજાર લીટર જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળતા ખળભળાટ, SOG અને સ્થાનિક પોલીસની રેડ, 1 જાપ્તામાં

Dinesh

Last Updated: 11:40 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના કેશોદના અગતરાય નેશનલ હાઈવે પર SOG અને સ્થાનિક પોલીસ રેડ પાડી ગેરકાયદે વેચાણ કરવામાં આવતો જ્વલનશીલ પદાર્થનો જથ્થો ઝડપ્યો છે

  • કેશોદના અગતરાય નેશનલ હાઇવે પર SOG અને સ્થાનિક પોલીસની રેડ
  • ગેરકાયદે વેચાણ કરવામાં આવતો જ્વલનશીલ પદાર્થનો મળ્યો જથ્થો
  • હાઇવે પર બંધ પડેલા ડેલામાંથી 6 હજાર લીટર જથ્થો મળી આવ્યો


રાજ્યમાં વધુ એક વાર જ્વલનશીલ પદાર્થ ઝડપાયો છે. જૂનાગઢમાં કેશોદના અગતરાય નેશનલ હાઇવે પર SOG અને સ્થાનિક પોલીસે રેડ પાડી હતી. જ્યાંથી ગેરકાયદે વેચાણ કરવામાં આવતો જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. હાઇવે પર બંધ પડેલા ડેલામાંથી 6 હજાર લીટર જથ્થો મળી આવ્યો છે.

બાતમીને આધારે પોલીસે રેડ પાડી હતી
જ્વલનશીલ પદાર્થ હેરાફેરી કરાતી હોવાની બાતમીને આધારે પોલીસે રેડ પાડી હતી.જ્યાથી પોલીસને 5 લાખની કિંમતનો જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો છે જે તમામ કબજે મળેવી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં વાહન,ફિલર સહિતના 8 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથો સાથ અગતરાયગનો અલ્તાફ ગામેતી નામના શખ્સની પણ અટકાયત કરી છે.

પોલીસનું નિવેદન
પોલીસે જણાવ્યું કે, આજે અમે અને એસઓજીની ટીમે અગતરાય પાસે ડેલામાં ગરેકાયદેસર પદાર્થનો વેચાણ તેમજ સ્ટોરેજ છે બાબતની બાતમી મળતા ત્યા તપાસ કરતા 6 હજાર 800 લીટર જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો તેમજ એક વાહન, બાઈલર મશીન તેમજ અન્ય કેટલાક સાધનો મળી આવ્યા હતાં. જ્યાંથી 8 લાખ 44 હજાર 500નો મુદ્દા માલ કબજે કર્યો છે તેમજ એક શખ્સની અટકાયત કરી છે. 

પોલીસ અધિકારી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ