ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / 'હમ એક નયા વેરિઅન્ટ એડ કર રહે હૈ', HMPV વાયરસને લઇ ચીન પર યુઝર્સ ભડક્યાં, કર્યો મીમ્સનો વરસાદ

HMPV Virus / 'હમ એક નયા વેરિઅન્ટ એડ કર રહે હૈ', HMPV વાયરસને લઇ ચીન પર યુઝર્સ ભડક્યાં, કર્યો મીમ્સનો વરસાદ

Last Updated: 11:01 AM, 7 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં ફેલાયેલા નવા વાયરસે ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. સાથે જ સોશિયલ મીડિયા પર એને લઈને લોકો અલગ અલગ પ્રકરીની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ADVERTISEMENT

ચીનમાં કોરોનાની જેમ જ HMPV વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને હવે તેણે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. પાંચ વર્ષ પહેલા 2020માં નવા વર્ષની શરૂઆતમાં જ કોરોના વાયરસે દહેશત ફેલાવી હતી. અમુક લોકો અને ચીન સાથે સાંકળી રહ્યા છે તો અમુક લોકો 2025 ના વર્ષે 2020 ની કોપી કહી રહ્યા છે. કારણકે આજથી ઠીક 5 વર્ષ પહેલા આવેલા કોવિડ-19 આવ્યું હતું અને જેના પછી આખું માનવજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

હવે આ નવી બીમારીના આવવાથી સોશિયલ મીડિયા પર જાતજાતની પોસ્ટ શેર કરી રહ્યા છે. એકવાર ફરીથી લોકો શંકાસ્પદ છે અને એ તમામ રીતના પ્રોટોકોલ અને પ્રતિબંધની તૈયારીની યોજનાને લઈને પોતાના રીએક્શન અને મીમ્સ પોસ્ટ કરી રહ્યા છે. ચાલો જોઈએ આ નવા HMPV વાયરસને લઈને સોશિયલ મીડિયા પર શું શું કહી રહ્યા છે.

ફરી વર્ક ફ્રોમ હોમની તૈયારી

અમુક યુઝર્સ નવા વાયરસને લઈને ફરીથી વર્ક ફ્રોમ હોમ જેવા નિયમો લાગુ થશે એમ માનીને ખુશ થઈ રહ્યા છે અને મીમ શેર કરી રહ્યા છે. ત્યાં અમુક લોકોએ 2025માં ચીનનો નવો ધમાકો કહીને પોસ્ટ શેર કરી છે. એક યુઝરે ચીનને જબાવદાર ઠેરવીને લખ્યું છે કે 'અમે એક નવો વેરિયન્ટ ઉમેરી રહ્યા છીએ' અને સાથે મિર્ઝાપુરનો ફોટો મૂક્યો છે.

જૂના દિવસોને યાદ કર્યા

અમુક યુઝર્સે કોરોના દરમિયાન લીધેલી કેટલીક સાવચેતીઓ અને અન્ય પ્રવૃત્તિઓને યાદ અપાવતી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. એક હેન્ડલ પરથી 'બજાઓ થાળી' કેપ્શન સાથે મીમ શેર કરવામાં આવ્યું છે જેની સાથે ફરી જુનો સમય આવશે એમ લખ્યું છે.

2020 નું નવું વર્ઝન 2025

એક યુઝરે વર્ષ 2020 અને 2025 ના કેલેન્ડરની તસવીર મૂકી છે અને સાથે જ બંનેમાં તારીખો નીચે લાઇન કરીને બતાવ્યું છે કે જ્યારે કોરોના ફેલવવાનું શરૂ થયું તે જ તારીખોમાં HMPVએ દસ્તક દીધી છે. આ સાથે જ આ પોસ્ટ દ્વારા તે આગાહીઓ સાચી સાબિત થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે 2025 માં કોરોના જેવી મહામારી ફેલાશે.

ઓનલાઈન ક્લાસને લઈને આવ્યા રીએક્શન

તો બીજી તરફ અમુક પોસ્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ શેર કરી છે જેમાં ફરીથી ઓનલાઇન ક્લાસને લઈને વાલીઓ અને શિક્ષકોની ખરાબ સ્થિતિ દર્શાવી છે અને બાળકોને મજા કરતાં બતાવ્યા છે, આ મીમ દ્વારા બતાવાયું છે કે નવા વાયરસના આવવાથી બાળકો, વાલીઓ અને શિક્ષકોનું શું રીએક્શન છે.

વધુ વાંચો: ગુજરાત સહિત 5 રાજ્યોમાં HMPVના 8 કેસ, હવે મહારાષ્ટ્રમાં એન્ટ્રી મારી, તંત્ર થયું દોડતું

HMPV વાયરસ માટેની એડવાઇઝરી જાહેર

ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થા સાથે સતર્ક છે. સાવચેતીના પગલાના રૂપે આરોગ્ય વિભાગે રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MOH, સિવિલ સર્જન, SDH સુપરિન્ટેન્ડેન્ટને 4 જાન્યુઆરીએ એક બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલોમાં HMPV વાયરસ સંબંધિત કેસોના નિદાન માટે વ્યવસ્થા કરવામાં આવશે. આગામી સપ્તાહથી રાજ્યમાં પણ આ નિદાન થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Memes HMPV Virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ