બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Snakes went to Lesotho! Now the real challenge after Biparjoy, what is the arrangement of rehabilitation, what is the status of relief work?

મહામંથન / સાપ ગયા લિસોટા રહ્યાં' ! બિપરજોયને પગલે હવે ખરો પડકાર, પુનર્વસનની શું ગોઠવણી, રાહતકામની શું સ્થિતિ?

Vishal Khamar

Last Updated: 09:24 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છમાં થવા પામી છે. ત્યારે કચ્છનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે. હવે ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ છે.

બિપોરજોય વાવાઝોડું સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી બહાર નીકળી ગયું છે. પણ તેની પાછળ છોડતું ગયું છે નુકસાનીના દ્રશ્યો. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છથી લઈને સાબરકાંઠા, બનાસકાંઠા સુધી બિપરજોય વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે.. વૃક્ષો, વીજપોલ, ખેતરોમાં ઉભા પાકને વાવાઝોડાએ ઓથ વાળી દીધો છે. તો વાવાઝોડા બાદ થયેલા વરસાદે કચ્છથી લઈને ઉત્તર ગુજરાતમાં કહેર વરસાવ્યો.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ
પાલનપુર-આબુ અને થરાદ- ડીસા હાઈ-વે પર કેડ સમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. તો સુકા ભઠ રણમાં નદીઓ સજીવન થઈ હતી. વાવાઝોડું તો કહેર વરસાવી જતું રહ્યું પણ  હવે સરકારે નુકસાનનું નિરીક્ષણ હાથ ધર્યું છે. રાહત અને બચાવ કામગીરી અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહી છે. ત્યારે સવાલ એ છે કે વાવાઝોડું પસાર થયા બાદના પડકારો શું છે. નુકસાનગ્રસ્ત જિલ્લાઓમાં રાહતની કામગીરીની સ્થિતિ શું છે.

કચ્છમાં બાગાયતી પાકને નુકશાન થયું. કેરી, ચીકુ, દાડમનાં વૃક્ષો તૂટી પડ્યા છે. કેરી, ચીકું, દાડમ ખળી પડતા ભારે નુકશાન થયું છે. કચ્છમાં હજારો વીજપોલ ધરાશાયી થયા છે. તેમજ અનેક પેટ્રોલ પંપની છત, હોડિગ્સને નુકશાન થયું છે. અનેક પેટ્રોલ પંપની છત, હોડિગ્સને નુકશાન થયું છે. કાચા મકાનોનો પતરા ઉડી ગયા.  ચારણકા સોલારપાર્કમાં પાણી ફરી વળ્યા છે. સોલારપાર્કમાં  અનેક પેનલો ક્ષતિગ્રસ્ત થઈ છે.
ચારણકા સોલારપાર્કમાં પાણી ફરી વળ્યા
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ખેડૂતોને નુકશાન થયું છે. દુકાનો, હોટલોનાં શેડ ઉડી ગયા છે. ડીસામાં કોલ્ડ સ્ટોરેજના પતરા ઉડ્યા છે. અગરીયાઓની મહેનત પર પાણી ફળી વળ્યું છે. ત્યારે લાખો ટન મીઠું રણમાં જતા પલળી ગયું છે.  વાવાઝોડા બાદ હવે ક્યાં પડકાર છે. સ્થળાંતરીત કરાયેલા લોકોનું પુનવર્સન કરવું. તેમજ ખોરવાયેલા વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. તેમજ બંધ માર્ગોને ફરી શરૂ કરવા. તેમજ પાણીમાં ગરકાવ હોય તેવા વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવો.  ખેડૂતોને નુકશાન થયું હોય તો તે અંગે સર્વે કરાવવો. તેમજ અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી કરવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ