બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Small level business Tiffin service start with 10k and earn 1 lakh rupees per month check details

કમાણી / માત્ર 10 હજાર લગાવી દર મહિને કમાવો લાખથી વધુ રૂપિયા, માલામાલ કરી દેશે આ બિઝનેસ

Noor

Last Updated: 09:18 AM, 26 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એવા શાનદાર બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું, જેને તમે માત્ર 8થી 10 હજાર રૂપિયામાં શરૂ કરીને જોરદાર કમાણી કરી શકો છો. ચાલો જાણી લો.

  • આ બિઝનેસથી કમાવો હજારો રૂપિયા
  • સાવ ઓછા રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ
  • ઘરે બેઠા કામ કરીને મેળવો પૈસા

તમે ઘર બેઠા કોઈપણ કામ શરૂ કરી શકો છે. જેના માટે તમારે કોઈ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. તમે ઘરેથી જ બિઝનેસની શરૂઆત કરી શકો છો. આ કારોબાર ટિફિન સર્વિસનો છે. ચાલો જાણીએ.

આ બિઝનેસમાં થાય છે સારી કમાણી

આ દિવસોમાં દિલ્લી-NCR જેવી મેટ્રો સિટીઝમાં જયાં ભાગદોડ ભરેલી જીંદગીમાં ઘણાં લોકોને ટિફિનની જરૂર પડે છે. મોટી સંખ્યામાં લોકો ટિફિન સર્વિસ પર નિર્ભર રહેવા લાગ્યા છે. જેમાં યુવાનો, બેચલર્સ, નોકરીયાત મહિલાઓ પણ સામેલ છે. કામને કારણે અથવા અભ્યાસને કારણે ઘણાં લોકો પોતાના ઘરથી દૂર રહે છે. જયાં વારંવાર ખાવા-પીવાની પરેશાની રહે છે. લોકો એવી શોધમાં હોય છે કે ઓછી કિંમતમાં ઘર જેવો ખોરાક કેવી રીતે મળે. એવામાં તમે લોકોની ડિમાન્ડને પુરી કરવા માટે ટિફિન સર્વિસનો વેપાર શરૂ કરી શકો છો. 

10 હજાર જેવી નાની રકમથી શરૂ કરો વેપાર

આ વેપારમાં માઉથ પબ્લિસિટી વધારે સફળ થાય છે. તેમ જ તેમાં નફો પણ વધારે મળે છે. આ કામને શરૂ કરવા માટે કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ લેવાની જરૂર પડતી નથી. કારણ કે, તમે તેને ઘર બેઠા કરી શકો છો. ટિફિન સર્વિસને શરૂ કરવા માટે માત્ર 8-10 હજાર રકમ ખર્ચ કરીને કેટલાક મહિનામાં તમને નફો મળવા લાગશે. જો તમારી રસોઈની ક્વોલિટી સારી હોય તેમ જ કસ્ટમરના ટેસ્ટની હોય તો તમે ઝડપથી મહિનાના 1-2 લાખ રૂપિયા સુઘી કમાઈ શકો છો.

ક્વોલિટીનું  ધ્યાન રાખવું છે જરૂરી

ટિફિન સર્વિસને તમે નાની રકમનું રોકાણ કરીને શરૂ કરી શકો છો. તેમાં તમારે માત્ર ખાવા-પીવાના જરૂરી સામાન, ચમચી, વાસણની જરૂર પડે છે. આ વેપાર માટે તમારે સ્વચ્છતા અને ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખવુ પડશે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તમારૂં પેજ બનાવી શકો છો. ત્યાં તમને ઘણો સારો રિસ્પોન્સમ ળી શકે છે.

ટિફિન સર્વિસ શરૂ કર્યા પછી તેને સમય આપવો જરૂરી છે. ટિફિન સેવાના ધંધામાં શરૂ કરવાના બીજા જ મહિનાથી નફો શરૂ થાય છે. તો ઘણી વખત 6 મહિના સુધી કંઈ પ્રોફિટ થતું નથી. તમારે આ પરિસ્થિતિમાં હિંમત ગુમાવવી નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ