ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / વાસ્તુ મુજબ નાના ઘરમાં કરેલી આ 5 ભૂલો આર્થિક મુશ્કેલીનું કારણ બની શકે, તરત કરો આ સરળ ફેરફાર
7 ફોટો ગેલેરી
Last Updated: 06:21 PM, 2 October 2026
1/7
આજના આધુનિક યુગમાં મોટા શહેરોમાં જગ્યાના અભાવે 1BHK કે નાના ફ્લેટમાં રહેવું ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ નાના ઘરમાં દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ ગોઠવવી એ એક મોટો પડકાર હોય છે. ઘણીવાર જગ્યા ઓછી હોવાને કારણે ફર્નિચર કે અન્ય ઘરવખરી એવી દિશા કે જગ્યાએ મુકાઈ જાય છે, જે વાસ્તુશાસ્ત્ર મુજબ અયોગ્ય ગણાય છે. તેનાથી ઘરમાં આર્થિક ખેંચાણ અને નકારાત્મક ઊર્જા વ્યાપી શકે છે. જોકે, આ માટે ઘરના બાંધકામમાં તોડફોડ કરવાની કોઈ જરૂર નથી. કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા નાના ઘરને સુખ-સમૃદ્ધિથી ભરી શકો છો.
2/7
દરવાજો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ત્યાંથી જ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. નાના ફ્લેટમાં લોકો ઘણીવાર બૂટ-ચંપલ, ડિલિવરી બોક્સ કે નકામો સામાન દરવાજા પાસે જ મૂકી દે છે. ઉપાય: મુખ્ય દ્વાર પર હંમેશા સ્વચ્છતા રાખો. જૂતા-ચંપલ માટે નાનું રૅક રાખો અને નકામો કચરો કે બોક્સ ત્યાં ભેગા ન થવા દો. મુખ્ય દરવાજા પાસે પૂરતો પ્રકાશ રહે તે ખાસ જરૂરી છે.
ADVERTISEMENT
3/7
વાસ્તુ મુજબ ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણો અત્યંત પવિત્ર અને મહત્વનો માનવામાં આવે છે. નાના ઘરમાં જગ્યા બચાવવા લોકો આ ખૂણામાં ભારે કબાટ કે સ્ટોરેજ બોક્સ મૂકી દે છે. ઉપાય: શક્ય હોય તો ઈશાન ખૂણાને હળવો અને સાફ-સુથરો રાખો. ત્યાં ભારે ફર્નિચર મૂકવાનું ટાળો. જો ત્યાંથી કુદરતી રોશની અને હવા આવતી હોય, તો તેને પડદા કે સામાનથી સંપૂર્ણપણે બંધ ન કરો.
4/7
નાના ઘરમાં સ્પેસ સેવિંગના ચક્કરમાં બારીઓ સામે મોટું ફર્નિચર મૂકી દેવાની ભૂલ સામાન્ય છે. તેનાથી ઘરમાં કુદરતી રોશની અને તાજી હવાનો પ્રવેશ અટકી જાય છે. ઉપાય: ઘરમાં ખુલ્લાપણું અને ઉજાસ હોવો સકારાત્મક વાતાવરણ માટે ખૂબ જરૂરી છે. બારીઓ સામે વધારાનો સામાન ન ગોઠવો અને સવારે થોડો સમય બારીઓ ખુલ્લી રાખો.
ADVERTISEMENT
5/7
ફ્લેટ સિસ્ટમમાં કિચનની દિશા બદલવી શક્ય હોતી નથી. તેથી રસોડાની યોગ્ય ગોઠવણી જ તેનો શ્રેષ્ઠ ઉપાય છે. ઉપાય: ગેસના ચૂલા અને સિંક આસપાસ બિનજરૂરી સામાન ન ભેગો કરો. કિચનમાં એક્ઝોસ્ટ ફેન કે ચીમનીનો યોગ્ય ઉપયોગ કરીને વેન્ટિલેશન સારું રાખો અને એંઠા વાસણો લાંબો સમય સુધી સિંકમાં પડી ન રહેવા દો.
6/7
ઘરમાં ખરાબ નળ, ટપકતું પાણી, તૂટેલો કાચ, બંધ પડેલા ઈલેક્ટ્રોનિક્સ કે ખરાબ સ્વિચને ક્યારેય નજરઅંદાજ ન કરો. વાસ્તુમાં તેને નકારાત્મકતા અને આર્થિક નુકસાનનું કારણ માનવામાં આવે છે. ઉપાય: ઘરમાં ટપકતા નળ કે તૂટેલી વસ્તુઓને તુરંત જ રિપેર કરાવો અથવા નકામી વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ