બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / sl vs afg asia cup afghanistan upset first match asia cup beats sri lanka

ક્રિકેટ / એશિયા કપની પહેલી મેચમાં જ મોટો ઉલટફેર, પાંચ વખત ચેમ્પિયન શ્રીલંકાને અફઘાનિસ્તાને હરાવ્યું

Hiren

Last Updated: 12:06 AM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપના પહેલા મુકાબલામાં અફઘાનિસ્તાને મોટો ઉલટફેર કર્યો. તેમણે પૂલ-બીની મેચમાં પાંચ વખત ચેમ્પિયન શ્રીલંકાને આઠ વિકેટથી હરાવી દીધું.

  • એશિયા કપની પહેલી મેચમાં મોટો ઉલટફેર
  • અફઘાનિસ્તાને શ્રીલંકાને આપ્યો કારમો પરાજય
  • અફઘાનિસ્તાને શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું

દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. તેણે શ્રીલંકાને 19.4 ઓવરમાં 105 રન પર ફિંડળું વાળી દીધું. ત્યારબાદ 10.1 ઓવરમાં 2 વિકેટ પર 106 રન બનાવીને મેચને પોતાના નામે કરી લીધી.

ટી-20માં શ્રીલંકા વિરૂદ્ધ અફઘાનિસ્તાનની આ પહેલી જીત છે. બન્ને ટીમો વચ્ચે આ બીજી ટી-20 મેચ હતી. આ પહેલા 2016માં કોલકાતામાં એકમાત્ર ટી-20 બન્ને વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે શ્રીલંકાએ 6 વિકેટથી મેચને પોતાના નામે કરી લીધી. આઈસીસી રેન્કિંગને જોતા શ્રીલંકા આઠમાં અને અફઘાનિસ્તાન 10માં સ્થાન પર છે. પોતાની ઉંચી રેન્કિંગ વાળી ટીમને હરાવવા પર અફઘાનિસ્તાનનો વિશ્વાસ વધી ગયો. આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ટીમ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.

શ્રીલંકાના ત્રણ બેટ્સમેન જ ડબલના આંકડા સુધી પહોંચી શક્યા
શ્રીલંકા માટે માત્ર ત્રણ બેટ્સમેન ડબલના આંકડા સુધી પહોંચી શક્યા. ભાનુકા રાજપક્ષેએ સૌથી વધુ 38 રન બનાવ્યા. 29 બોલની ઇનિંગમાં તેમણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો. ચમિકા કરૂણારત્નેએ 38 બોલ પર 31 અને દનુષ્કા ગુણતિલકાએ 17 બોલ પર 17 રન બનાવ્યા.

શ્રીલંકાના 3 બેટ્સમેનના 5 રન
શ્રીલંકાના ઓપનર બેટ્સમેન પથુમ નિસાંકા 3 અને કુશલ મેન્ડિસ 2 રન બનાવીને આઉટ થયા. ત્યારે ત્રણ નંબર પર ઉતરેલા અસાલંકા ખાતુ પણ ખોલી ન શક્યા. આ રીતે ત્રણ બેટ્સમેનોના કુલ 5 રન જ બનાવી શક્યા. કેપ્ટન દાસુન શનાકા અને મહીશ તીક્ષણા પણ શૂન્ય પર આઉટ થયા. મથીશા પાથિરાનાએ પાંચ, વાનિંદુ હસરંગાએ બે અને દિલશાન મદુશંકાએ અણનમ એક રન બનાવ્યા.

ફઝહલહકનો કહેર
અફઘાનિસ્તાન માટે ફઝહલબક ફારૂકી 3.4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ ઝડપી. મુજીબ ઉર રહમાન અને કેપ્ટન મોહમ્મદ નબીને 2-2 સફળતા મળી. નવીન ઉલ હકે એક વિકેટ પોતાના નામે કરી. રાશિદ ખાનને પણ એક સફળતા મળી.

અફઘાનિસ્તાનમાં 61 બોલમાં જ જીતી મેચ
106 રનના લક્ષ્યને અફઘાનિસ્તાને 10.1 ઓવરમાં જ હાસલ કરી લીધી. તેના ઓપનર રહમનુલ્લાહ ગુરબાજ અને હજરતુલ્લાહ જજઈએ તોફાની શરૂઆત કરી. બન્નેને 6.1 ઓવરમાં જ 83 રનોની ભાગીદારી કરી લીધી. ગુરબાજ આઉટ થનારા પહેલા બેટ્સમેન રહ્યા. તેઓ 18 બોલ પર 40 રન બનાવીને વાનિંદુ હસરંગાના બોલ પર બોલ્ડ થયા. ગુરબાજે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા. તેમનો સ્ટ્રાઇક રેટ 222.22નો રહ્યો. જજઈ 28 બોલ પર 37 રન બનાવીને અણનમ રહ્યા. ઇબ્રાહિમ જાદરાને 15 અને નજીબુલ્લાહ જાદરાન અણનમ 2 રન બનાવ્યા.

બાંગ્લાદેશથી રમશે હવે બન્ને ટીમો
અફઘાનિસ્તાનની બીજી મેચ 30 ઓગસ્ટે બાંગ્લાદેશ સાથે થશે. ત્યારે, શ્રીલંકા પણ પોતાની બીજી મેચમાં બાંગ્લાદેશ સામે જ એક સપ્ટેમ્બરે રમશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ