Saturday, August 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રેસિપી / ઘરે બનાવો બટાકાનો ક્રિસ્પી ફરાળી ચેવડો, ઉપવાસમાં પડશે મજા

ઘરે બનાવો બટાકાનો ક્રિસ્પી ફરાળી ચેવડો, ઉપવાસમાં પડશે મજા

નાસ્તાના સમયે ભૂખ લાગે તો બહારનો ફરાળી ચેવડો ખાઓ છો? તો આજે અમે તમારા માટે ફરાળી ચેવડાની સરળ રેસિપી લઇને આવ્યા છીએ.

ઉપવાસમાં તમે ફરાળી ખાવાનું તો ઘરે બનાવતા હશો. પણ ત્યારબાદ નાસ્તાના સમયે ભૂખ લાગે તો બહારનો ફરાળી ચેવડો ખાઓ છો? તો આજે અમે તમારા માટે ફરાળી ચેવડાની સરળ રેસિપી લઇને આવ્યા છીએ. જાણી લો ઓછા સમયમાં બટાકાનો હેલ્ધી ફરાળી ચેવડો ઘરે કઈ રીતે બની શકે તે વિશે.

સામગ્રી

2-3 નંગ  બટાકા
2-3 નંગ અધકચરા સમારેલા મરચાં
2 નાની ચમચી દળેલી ખાંડ
સ્વાદાનુસાર મીઠું
તળવા માટે તેલ
1 બાઉલ શિંગદાણા
ડ્રાયફ્રૂટ્સ તળેલા ઈચ્છાનુસાર

રીત

પહેલાં તો બટાકાને છોલીને ધોઈ લો અને હવે તેને છીણી લો. એક બાઉલમાં પાણી લઇને તેમાં આ બટાકાની છીણને 5 મિનિટ સુધી ડુબાડી રાખો. હવે છીણ કાઢી લો. તેને એક પ્લેટમાં ફેલાવી લો. પેપર નેપકિનની મદદથી તેમાંથી વધારાનું પાણી કાઢી લો. ગેસ પર કઢાઈમાં તેલ ગરમ મૂકો. તેમાં છીણેલા બટાકાની છીણ નાંખો અને તળો. એબ્સોબેન્ટ પેપર પર રાખો. જેથી તેલ શોષાઈ લે. હવે ગરમ તેલમાં શિંગદાણા અને મરચાં પણ તળો. હવે મોટો બાઉલ લો. તેમાં તળેલી બટાકાની છીણ, શિંગદાણા, મરચા, પીસેલી ખાંડ, તળેલા ડ્રાયફ્રૂટ્સ અને સ્વાદાનુસાર સિંધાલૂણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે બટાકાનો ક્રિસ્પી ચેવડો.. જેને તમે ઇચ્છો ત્યારે ખાઇ શકો છો.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ