બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Similar forecast of weather department and Ambalal, big decision of Gujarat government in the interest of students

2 મિનિટ 12 ખબર / હવામાન વિભાગ અને અંબાલાલની એક જેવી આગાહી, વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, તથ્ય પટેલ કેસમાં રાહત

Dinesh

Last Updated: 11:33 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ થશે અને આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે

રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી. ત્યારે આગામી 4 દિવસ ગુજરાતમાં વરસાદની નહિવત સંભાવના છે.  ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની હાલ કોઈ આગાહી નથી. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 93 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ 7 ટકા સિઝનલ વરસાદ બાકી છે.  દાહોદ, ગાંધીનગરમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ કોઈ સિસ્ટમ એક્ટીવ નથી. હાલ પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવનાં નહિવત છે. ત્યારે પાંચ દિવસ બાદ વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની સંભાવનાં છે. 

રાજ્યભરમાં વરસાદે લગભગ વિરામ લઈ લીધો છે. ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ વરસાદી ઝાંપટાનું જોર છે. ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થયો છે અને હવે ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ થશે. આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 

Ambalal Patel said that there will be a change in the weather again in Gujarat

ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટી (FRC)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલી રૂ.6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવા ઉપરાંત હવે જે અભ્યાસક્રમોમાં ફી રૂ.6 લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેવું આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે.

An important decision of Gujarat Government in the interest of Scheduled Tribe students

આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીની કઢંગી હાલત મામલે કાર્યવાહી કરાઈ છે, ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાપ્ત વિગતો મુજબ કથિત વીડિયો ક્લિપ વાયરલ થતા સસ્પેન્ડ કરાયા છે. કલેક્ટર એક મહિલા સાથે બિભત્સ હરકત કરતાના CCTV પણ વાયરલ થયા હતા. સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્ડનો આદેશ કર્યા છે. જણાવી દઈએ કે, DDO મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કથિત વીડિયો ક્લિપ વાયરલ થતા ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરાયા છે. ખાસવાત એ છે કે, મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ તપાસ કમિટીની રચના કરાઈ છે. આ કમિટીમાં મહિલા કર્મચારીનો પણ સમાવેશ કરાયો છે. જેમાં અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર અને અગ્ર સચિવ મમતા વર્મા તેમજ ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ કરાયો છે.

Anand collector DS Garhvi suspended, DDO Milind Bap will hear charge of collector

ISKCON Bridge accident case Update : ઇસ્કોન ઓવરબ્રિજ પર બેફામ રીતે કાર ચલાવી 9 લોકોના ભોગ લેનાર અને જેલમાં બંધ આરોપી તથ્ય પટેલેના પિતા પ્રજ્ઞેશ પટેલની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજીને લઇ સુનાવણી હાથ ધરાઈ હતી. જે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. પ્રજ્ઞેશ પટેલે કરેલી જામની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ બંને પક્ષે દલીલો ગત સુનાવણીમાં કરી હતી. જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શકયતા છે તેમજ પ્રજ્ઞેશ પટેલ પર અન્ય ગુનાઓની વાત કરતા સરકારી વકીલે કહ્યું હતું કે, વધુ ગુનાઓ હોવાથી જામીન ન આપવા જોઇએ જ્યારે બચાવ પક્ષ વકીલે કહ્યું હતું કે, પુત્રને બચાવવા માટે પિતાએ પોતાની ફરજ નિભાવી હતી.

 Grama Sessions Court rejected the bail application of Prajnesh Patel, father of the accused Tathya Patel

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મહત્વની અપડેટ સામે આવી છે કે, તથ્ય પટેલની માગણીઓ પર સરકારનો કોર્ટમાં જવાબ સામે આવ્યો છે. જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને બે સમય ઘરનું જમવાનું મળશે તેમજ અઠવાડિયામાં એક વખત સગાને મળવા અથવા ફોન કરી શકાશે અને અગાઉ તથ્યના વકીલે સરખેજ કેફેથી અકસ્માત સ્થળ સુધીના ફૂટેજ માગ્યા હતા અને CCTV ફૂટેજ અને બાઈકર્સનું વીડિયો રેકોર્ડિંગ માગ્યું હતું. ઇન્વેસ્ટિગેશન ઓફિસર આવતીકાલે એફિડેવિટ કરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એક મહત્વપૂર્ણ અને બોજા દાયક નિર્ણય લીધો છે. શહેરમાં નવા બાંધકામોને લગતી ફીમાં વધારો ઝીંકયો છે.  AMC દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ચણતર ફી, ટ્રી પ્લાન્ટેશન ડિપોઝીટમાં વધારો કરાયો છે તેમજ બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં પણ વધારો કરાયો છે. AMC દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે,  BU પરમીશન વખતે પરકોલેટિંગ વેલ ડિપોઝીટ પેટે રુપિયા 75 હજાર ભરવા પડશે તેમજ પરકોલેટિંલ કાર્યરત છે કે નહીં ? તેની ચકાસણી બાદ રકમ પરત મળશે. ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટની રકમમાં અઢીથી ત્રણ ગણો વધારો કરાયો છે. ચણતર ફી, બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં 3થી 4 ગણો વધારો કરવામાં આવ્યો છે. ચણતર ફીમાં પણ 2થી 3 ગણો વધારો ઝીંકાયો છે.

લોકસભામાં અવિશ્વાસનાં પ્રસ્તાવ પર બુધવારે ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે જનતાની વચ્ચે સરકાર પ્રતિ કોઈ અવિશ્વાસ નથી. તેમણે કોંગ્રેસની સરકારને ટાર્ગેટ કરતાં તે સમયનાં ભ્રષ્ટાચારનાં કિસ્સાઓ ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું કે," કોંગ્રેસ સરકાર દરમિયાન ભારતીય રાજનીતિમાં 3 દાગ હતાં- ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટીકરણ."

AMIT SHAH IN PARLIAMENT 9 AUGUST TALKED ABOUT NO CONFIDENCE MOTION, JAMMU KASHMIR AND ATTACKED ON RAHUL GANDHI

સંસદના ચોમાસું સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે.  સાંસદ પદ પરત મળ્યા બાદ આજે પહેલીવાર સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના ભાષણમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે કેન્દ્રની મોદી સરકારને આડેહાથ લીધી હતી. મણિપુરને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી મણિપુર નથી ગયા, કેમ કે તેમના માટે મણિપુર હિન્દુસ્તાન નથી. મેં મણિપુર શબ્દનો પ્રયોગ કર્યો, પરંતુ આજનું સત્ય એ છે મણિપુર બચ્યું નથી, મણિપુરને તમે બે ભાગમાં વહેચી નાખ્યું છે. મણિપુરને તમે તોડી નાખ્યું છે. હું મણિપુરના રિલીફ કેમ્પમાં ગયો હતો. જ્યાં મેં મહિલાઓ અને બાળકો સાથે વાત કરી હતી, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કરી નથી.

No Confidence Motion Debate: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે (9 ઓગસ્ટ, 2023) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, પોતાનું ભાષણ પૂરું કરીને સંસદની બહાર જતી વખતે રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસના ઈશારા કર્યા હતા.લોકસભામાં બોલતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મારા પહેલા જેમને અહીં બોલવાની તક મળી, તેમણે આજે અસભ્યતાનો પરિચય આપ્યો છે. તેમણે (રાહુલ ગાંધી) પોતાનું ભાષણ પૂરું કર્યા પછી અભદ્ર વર્તન કર્યું. તેઓએ તે સંસદમાં ફ્લાઈંગ કિસ કરી, જે સંસદમાં મહિલાઓ પણ બેઠી છે. આવું વર્તન માત્ર એક સ્ત્રી દ્વેષી (Misogynist Man) વ્યક્તિ જ કરી શકે છે. સ્મૃતિ ઈરાની ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી લોકસભામાં ફ્લાઇંગ કિસ આપીને ગયા, તેમણે લોકસભામાં અભદ્ર લક્ષણના દર્શન આપ્યા છે. આ એમના ખાનદાનના લક્ષણ છે. 

no confidence motion debate smriti irani alleges rahul gave flying kiss to women mp

ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રની ત્રીજી કક્ષામાં મોકલી દીધું છે. હવે ચંદ્રયાન 174 કિ.મી.x 1437 કિ.મી.ની નાની લંબગોળ ભ્રમણકક્ષામાં ફરી રહ્યું છે. ઈસરોએ 9 ઓગસ્ટે બપોરે 1.40 વાગ્યે ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો. એટલે કે ચંદ્રયાન-9ના થ્રસ્ટર્સ ચાલુ કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટ, 2023: વર્ગ 12 માં સવારે ફેરફાર કરાશે. 16 ઓગસ્ટ, 8: સવારમાં તેના એન્જિન માત્ર એક મિનિટ માટે ચાલુ કરવામાં આવશે. 17 ઓગસ્ટ : ચંદ્રયાનના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ હશે. તે જ દિવસે, બંને મોડ્યુલ ચંદ્રની આસપાસ 2023 કિમી x 20 કિ.મી.ની ગોળાકાર ભ્રમણકક્ષામાં હશે. 18 ઓગસ્ટ : લેન્ડર મોડ્યુલનું ડિઓર્બિટિંગ થશે. 

isro chandrayaan 3 third lunar orbit maneuver today ssc

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની કુલ 9 મેચો રિશિડ્યૂલ કરવામાં આવી છે. ICCએ ભારત-પાકિસ્તાનની મેચ સહિત તમામ 9 મેચોનાં શિડ્યૂલમાં ફેરફાર કર્યો છે. India vs Pakistanની મેચ પહેલાં 15 ઑક્ટોબરનાં રોજ થવાની હતી જે હવે 14 ઑક્ટોબરનાં રોજ આયોજિત કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચ 15 ઑક્ટોબરની જગ્યાએ 24 કલાક પહેલાં એટલે કે 14 ઑક્ટોબરનાં રોજ આયોજિત કરવામાં આવી છે. જો કે આ મેચનું સ્થળ બદલાયું નથી. બીજી તરફ દિલ્હીમાં અફગાનિસ્તાનની સામે ઈંગ્લેંડની મેચ શનિવાર 14 ઑક્ટોબરથી બદલીને 15 ઑક્ટોબરનાં દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં ગોઠવવામાં આવી છે. હૈદ્રાબાદમાં શ્રીલંકાની સામે પાકિસ્તાનની મેચ ગુરુવારે 12 ઑક્ટોબરની જગ્યાઓએ 10 ઑક્ટોબરનાં રોજ આયોજિત કરવામાં આવી છે.  લખનઉમાં દક્ષિણ આફ્રીકા-ઑસ્ટ્રેલિયાની મેચ 13 ઑક્ટોબરની જગ્યાએ 12 ઑક્ટોબરનાં રમવામાં આવશે. જો કે આ તમામ મેચોનાં વેન્યૂમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાંગ્લાદેશની સામે ન્યૂઝીલેન્ડની મેચ મૂળરૂપે 14 ઑક્ટોબરનાં થવાની હતી તેની જગ્યાએ હવે 13 ઑક્ટોબરનાં ડે-નાઈટ મેચનાં રૂપે રમાશે. ઈંગ્લેંડ-બાંગ્લાદેશની વચ્ચેની મેચ 10 ઑક્ટોબરનાં જ રમાશે પરંતુ તે ડે મેચ રહેશે. સવારે 10.30 વાગ્યે શરૂ થશે.

ICC Changed the schedule of all 9 world cup 2023 matched including India vs Pakistan

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ