વાળ ખરવા તે એક સામાન્ય સમસ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં વાળ ખરે છે અને નવા વાળ ઊગે છે. વાળ વધારે ખરવા લાગે તો તે એક ચિંતાનો વિષય બની જાય છે.
વાળ ખરવા તે એક સામાન્ય સમસ્યા
વાળ વધારે ખરવા લાગે તો તે એક ચિંતાનો વિષય
જાણો વાળ ખરવાના લક્ષણ અને કારણ
વાળ ખરવા તે એક સામાન્ય સમસ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં વાળ ખરે છે અને નવા વાળ ઊગે છે. વાળ વધારે ખરવા લાગે તો તે એક ચિંતાનો વિષય બની જાય છે. વાળ ખરવા તે નોર્મલ ક્યારે ના કહી શકાય.
વાળ ખરવા તે મોટી સમસ્યા ક્યારે બને છે?
વ્યક્તિના દરરોજ 50થી 100 વાળ ખરે છે અને તેની જગ્યાએ નવા વાળ ઊગે છે. જેથી વાળ ખરવા અને વધવા વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. સામાન્ય હેરફોલમાં વાળ સમાન રૂપે વાળ ખરે છે. નોર્મલ હેર ફોલમાં વ્યક્તિએ વાળ પતલા થવા અને ટાલ પડી જવી જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
અસામાન્ય હેરફોલના લક્ષણ સૂતા સમયે તકિયા પર વાળ ખરી જવા- તમે સૂવો ત્યારે તકિયા પર વાળ હોવા અને વાળ ધોતા સમયે વધુ વાળ ખરે તો તે હેરફોલને અસામાન્ય ગણવામાં આવે છે.
વાળ પતલા થવા- વાળ પતલા થવા અને માથાના ઉપરના ભાગમાં વાળ સતત ઓછા થવા તે અસામાન્ય હેર લોસનું કારણ હોઈ શકે છે.
હેર લાઈન પહોળી થઈ જવી- બે વાળના ભાગ કરતા સમયે હેર લાઈનમાં વધુ જગ્યા હોય તેને પણ અસામાન્ય માનવામાં આવે છે.
સ્કેલ્પની પરિસ્થિતિ- ઘણી વાર સ્કેલ્પ ગંદુ હોય અથવા માથામાં ખોડો હોય તો પણ વાળ ખરવા લાગે છે.
દુખાવો થવો- વાળ ખરવાની સાથે સ્કેલ્પમાં દુખાવો થતો હોય તો તે ગંભીર સમસ્યાનો ઈશારો આપે છે.
વાળના ટેક્સરરમાં ફેરફાર- વાળ વધુ ડ્રાય થવા અને સરળતાથી તૂટી જવા તે અસામાન્ય હેરફોલનું લક્ષણ છે.
અસામાન્ય હેરફોલના કારણ
ફેમિલી હિસ્ટ્રી- ઘણીવાર ફેમિલી હિસ્ટ્રીને કારણે પણ વાળ પતલા થાય છે અને ટાલની સમસ્યા થવા લાગે છે.
હોર્મોન્સમાં ફેરફાર- PCOS, પ્રેગનેન્સી અને મેનોપોઝ દરમિયાન પણ અસામાન્ય હેરફોલનો સામનો કરવો પડે છે.
મેડિકલ કંડિશન- થાઈરોઈડ, ઓટોઈમ્યૂન ડિસીઝ અને પોષકતત્ત્વોની ઊણપેના કારણે પણ હેરફોલની સમસ્યા થાય છે.
મેડિકેશન- હાઈ બ્લડ પ્રેશર, કેન્સર ટ્રીટમેન્ટ અને ડિપ્રેશનની દવાને કારણે હેરફોલ થાય છે.
સ્ટ્રેસ- વધુ સ્ટ્રેસ લેવાને કારણે ટેલોજન એફ્લુવિયમ નામનું હેરફોલ હોર્મોન ટ્રિગર થાય છે. ત્યારે તણાવને કારણે હેરફોલિકલ રૂટના રેસ્ટિંગ ફેઝમાં પ્રવેશ કરે છે.
ટાઈટ હેર સ્ટાઈલ- ટાઈટ પોનીટેલ અથવા વાળ એકદમ ફિટ બાંધવાને કારમે પણ હેરફોલની સમસ્યા થાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)