બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / side effects of eating on bed

Health Tips / બેડ પર બેઠા બેઠા જ જમવાની ટેવ હોય તો ચેતજો! ઊંઘથી લઈને વજનમાં થઈ શકે છે સમસ્યા

Manisha Jogi

Last Updated: 01:38 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલા લોકો જમીન પર બેસીને જમતા હતા હવે મોટાભાગના લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને જમે છે. બેડ પર બેસીને જમવું તે અયોગ્ય માનવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર બેડ પર બેસીને જમવાથી આરોગ્યને અનેક નુકસાન થાય છે.

પહેલા લોકો જમીન પર બેસીને જમતા હતા હવે મોટાભાગના લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને જમે છે. બેડ પર બેસીને જમવું તે અયોગ્ય માનવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર બેડ પર બેસીને જમવાથી આરોગ્યને અનેક નુકસાન થાય છે. 

ભારતમાં ભોજનને મહત્ત્વ આપવાની સાથે સાથે ભોજન પીરસવાની રીત અને ખાવાની રીતને પણ તેટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પહેલા લોકો જમીન પર બેસીને જમતા હતા હવે મોટાભાગના લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને જમે છે. આરામના નામે લોકો બેડ પર બેસીને ટીવી ટીવી જોતા જોતા જમે છે. બેડ પર બેસીને જમવું તે અયોગ્ય માનવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર બેડ પર બેસીને જમવાથી આરોગ્યને અનેક નુકસાન થાય છે. 

પાચન ખરાબ થાય છે
નિષ્ણાંતો અનુસાર બેડ પર બેસીને ખાવાથી પાચન રસનો નેચરલ પ્રવાહ બાધિત થાય છે. જેના કારણે પાચનતંત્ર ખરાબ થાય છે અને સોજો તથા એસિડ રિફ્લક્સની સમસ્યા થાય છે. આ કારણોસર ભોજન હંમેશા સીધા બેસીને જ કરવું જોઈએ. 

એલર્જી થઈ શકે છે
બેડ પર બેસીને ખાવાથી ભોજનમાં અનેક નાના ટુકડા અને કણ વેરાય છે અને ચાદરમાં ફેલાઈ જાય છે. જેના કારણે ઈન્ફેક્શન થઈ શકે છે. જેથી એલર્જી, શ્વાસ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. 

વજન વધી શકે છે
લોકો બેડ પર બેસીને અને ટીવી જોતા જોતા ભોજન કરે છે. જેના કારણે લોકો કેટલું ભોજન કરે છે, તેનો અંદાજો લાગી શકતો નથી અને વજન વધી શકે છે. આ કારણોસર સંતુલિત આહારનું સેવન કરવું જોઈએ. 

ઊંઘ ખરાબ થઈ શકે છે
બેડ પર બેસીને ભોજન કરવાથી સ્લીપ સાયકલ પર અસર થાય છે. બ્રેઈન કન્ફ્યૂઝ થઈ શકે છે, જેના કારણે ઊંઘવામાં તકલીફ થઈ શકે છે. બેડ પર સૂવાથી ગંદકીને કારણે સારી ઊંઘ આવતી નથી. 

ઈન્ફેક્શનનું જોખમ
બેડ પર બેસીને ખાથી બેડમાં ભોજન ઢોળાય છે, જેના કારણે બેક્ટેરિયા ફેલાઈ શકે છે. બેડ પર વંદા અને કીડીઓ પણ આવે છે, જેના કારણે ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. 

વધુ વાંચો: હળદર, બીટ, ગોળ અને...: લોહીમાં જમા ગંદકી ખેંચીને બહાર કાઢી નાંખે છે આ 5 ફૂડ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ