બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / Shreyas Talpade returns to work two months after heart attack

મનોરંજન / હાર્ટ એટેકના બે મહિના બાદ શ્રેયસ તળપદેની કામ પર પુન: વાપસી, કહ્યું 'દુઆ કરનારાઓને ધન્યવાદ'

Pooja Khunti

Last Updated: 12:26 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા શ્રેયસ તળપદે માટે છેલ્લા થોડા મહિના ખૂબ જ મુશ્કેલ હતા. તેને 14 ડિસેમ્બર 2023 નાં રોજ હાર્ટ અટેક આવ્યો હતો. આ સમયે તેમની હાલત ખૂબ ગંભીર હતી.

  • તેને 14 ડિસેમ્બર 2023 નાં રોજ હાર્ટ અટેક આવ્યો હતો
  • આ જીવનમાં લોકોનું ઋણ ઉતારવું મુશ્કેલ છે
  • અક્ષય કુમારે પણ સતત શ્રેયસની ખબર પૂછી હતી

અભિનેતા શ્રેયસ તળપદે માટે છેલ્લા થોડા મહિના ખૂબ જ મુશ્કેલ હતા. તેને 14 ડિસેમ્બર 2023 નાં રોજ હાર્ટ અટેક આવ્યો હતો. આ સમયે તેમની હાલત ખૂબ ગંભીર હતી. યોગ્ય સારવારનાં કારણે તેમનો જીવ બચી ગયો. હાલ તેમનું સ્વાસ્થ્ય સારું છે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે આ મુશ્કેલ સમય વિશે વાત કરી હતી અને તેના ચાહકોનો આભાર માન્યો હતો. 

'આ જીવનમાં લોકોનું ઋણ ઉતારવું મુશ્કેલ છે'
શ્રેયસ તળપદેએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની તબિયત પહેલા કરતાં હાલ વધુ સારી છે. તેણે વધુમાં કહ્યું કે 'આ જીવનમાં લોકોનું ઋણ ઉતારવું મુશ્કેલ છે'. બધા ડોકટરો, હોસ્પિટલનાં કર્મચારીઓ અને મારા સ્વાસ્થ્યની પાર્થના કરવાવાળા લોકોનો હું આભારી છું. ડોક્ટરની સલાહથી હાલ સ્વાસ્થ્ય સારું છે.   

વાંચવા જેવું: 7 મહિના બાદ પુન: કામ પર રિએન્ટ્રી મારશે સાઉથની આ એક્ટ્રેસ, જોવા મળશે આ હેલ્થ પૉડકાસ્ટમાં

અક્ષય કુમારે પણ સતત શ્રેયસની ખબર પૂછી હતી
શ્રેયસ તળપદેનાં પત્ની દીપ્તિ તલપડેએ પણ એક ઇન્ટરવ્યૂમાં એ લોકોનો આભાર માન્યો, જે લોકો ત્યારે સાથે હતા જ્યારે અભિનેતાની તબિયત ખરાબ થઈ હતી. જ્યારે શ્રેયસ તળપદેને હાર્ટ અટેક આવ્યો હતો ત્યારે અહમદ ખાન અને તેની પત્ની મોડી રાત્રે હોસ્પિટલ આવ્યા હતા. અક્ષય કુમારે પણ સતત શ્રેયસની ખબર પૂછી હતી. 

હિન્દી અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકો
દીપ્તિએ જણાવ્યું કે અક્ષયે સવારે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મને 2 મિનિટ માટે તેને મળવા દો. તેણે કહ્યું કે હું તેને જોવા માંગુ છું. ત્યારે મે કહ્યું કે તમે ઈચ્છો ત્યારે આવી શકો છો. હિન્દી અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકોએ આ મુશ્કેલ સમયમાં શ્રેયસનો સાથ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ